તમારા માટે કામ કરે તેવી એનર્જી તમે જ બનાવો

દવાના પિતા સમાન હિપોક્રેટસના વાકયો કુદરતી રીતે સારા થવાની શક્તિ આપણા પોતાનામાં છે. આપણી બીમારીને દૂર કરી હકારાત્મક શક્તિથી મજબૂતાઈ આપવાની જવાબદારી તે આપણી ને આપણી પોતાની જ છે. કેશ્મિરા શૉ રાજ જે રેકી એકસ્પર્ટ, તાઈચી માસ્તર અને ટેરોટ ક્ધસલ્ટન્ટ આપણી સાથે, તમારામાં રહેલી ઉર્જાથી તમે તમારા દર્દને દૂર કરવામાં સફળતા કેવી રીતે મેળવી શકો છે તે જણાવે છે.

ભૌતિક પીડામાં રાહત કેમ મેળવશો

કોઈપણ પ્રકારના દર્દથી શરીર કમજોર થાય છે અને શારિરીક વેદનાની અસર સીધા આપણા મગજ પર થાય છે. નીચે આપેલી ટિપ્સ તમારા શરીરને થયેલી પીડાને ઓછી કરશે.

* તમારી આંખો બંધ કરો. ધીમે ધીમે અને નિરાંતે શ્ર્વાસ લો અથવા 36 લાંબા અને સરળ શ્ર્વાસ લો.

* હવે જ્યાં દુખાવો થતો હોય તે જગ્યા પર આંખ બંધ કરી તમારૂં ધ્યાન કેન્દ્રિત કરો. તમારો દુખાવો ઓછો થવા લાગશે.

* તમારી આંખો બંધ રાખો, એક સોનેરી પીળા પ્રકાશ દ્વારા તે દુખાવો થતી જગા ઘેરાયેલી છે એમ વિચારો.

* હવે આ પ્રકાશ દુખાવો થતા વિસ્તારમાં પ્રવેશે અને ત્યાંજ પ્રસરે છે તેવું વિચારો.

* આ પ્રકાશ પ્રસરી રહ્યો છે અને તમારો દુખાવાનો ભાગ ઓછો ઓછો થતો જાય છે તેવું વિચારો.

* હવે ધીમે ધીમે તમારી આંખો ખોલો, અને વિચારો કે તમે તમારા શરીરમાં રૂઝ લાવી શકે તેવી લાઈટ તમારા શરીરમાં પ્રવેશી છે અને ધીરે ધીરે તમારો દુખાવો ઓછો થઈ રહ્યો છે.

તમારા નાણા ભંડોળ અને સમૃધ્ધિમાં વધારો કેમ કરશો

પોતાની ક્ષમતાને ઓછી સમજતા અથવા સફળતાનો ડર લાગતો હોય કે સફળતા હમેશા કેમ ટકાવી રાખવી. નાણાકીય રીતે સફળતા માટે કેટલા કારણો છે જે નીચે જણાવવામાં આવ્યા છે.

સૌ પ્રથમ હમેશા મોટું વિચારો તમારા મગજને હમેશાં વિશ્ર્વાસ અપાવો કે તમારી પાસે ભરપુર પૈસા છે.

વારંવાર બોલો કે તમારી પાસે જેટલો પણ પૈસો છે તે કમાવવા માટે તમે કાબિલ છો.

ટૂંકા ગાળામાં પૈસા કેમ કમાશો તે વિચાર કરો અને આ વિચારો તમને તમારા ગોલ સુધી પહોંચાડશે.

નાના નાના નાણાકીય ગોલ પ્લાન કરો. રાત્રે સુતા પહેલા વિચારો કે તમે તમારા ધ્યયો પૂરા કરો છો અને એક નવા ગોલ તરફ આગળ વધી રહ્યા છો.

ચમત્કારિક રીતે આ બધુ નહીં થાય પરંતુ તમારી જાત પર વિશ્ર્વાસ કરતા સફળતા અવશ્ય મળશે.

તમારા આઘાતને કેવી રીતે મટાડશો, સારૂં કરશો

આપણે સામાજિક પ્રાણી છીએ આ સમાજમાં રહીએ છીએ. લોકો સાથેના આપણા સંબંધો સારા થાય અને આપણે સુખી રહીયે તેવું હમેશા આપણે ચાહતા હોઈએ છીએ. પણ કોઈવાર આપણા સંબંધોમાં કડવાશ આવે છે. અહીં થોડા ઉપાયો આપ્યા છે જેનાથી તમારા બીજા સાથેના સંબંધો સારા થાય.

કલ્પના કરો કે તમે સોનેરી-ગુલાબી પરપોટામાં ઘેરાયેલા છો. તમારા મનમા તે વ્યક્તિની છબી ઉભી કરો જે વ્યક્તિ તમારી સાથે નથી. તમે તેની માફી માંગો, ગુડબાય કહો જે પણ વાત કરવી હોય તેનો એકરાર કરો. સખત પ્રયત્ન કરવા છતાં કામ થતું ન હોય તો વિચારો કે બ્રહ્માંડ તમારા માટે કંઈ વધારે સારૂં વિચારી રહ્યું છે.

શંકા માટે કોઈ સ્થાન ન રાખો. તમે જેવા છો તેવાજ તમને કોઈ સ્વીકારે તેવી વ્યક્તિની સાથે જ રહેવાનું પસંદ કરો. હકારાત્મક દ્રષ્ટિકોણ રાખો. તમારા દર્દો આપોઆપ સારા થઈ જશે.

સકારાત્મક વિચારો ઈન્ટરવ્યુ આપવા જતા કેવી રીતે કામ કરશે

ઈન્ટરવ્યુ આપવા જતા પહેલા બધાજ લોકો નર્વસ હોય છે પણ આ અનુભવને સારો અનુભવ બનાવી શકો છો.

નિરાંતે એકાંત જગા પર બેસો. શ્ર્વાસ અંદર બહાર લેવાનું શરૂ કરો. પાંચ વાર શ્ર્વાસ અંદર બહાર કરતી વખતે ધ્યાન કેન્દ્રિત કરો.

જે નોકરી કરવા માંગતા હો તે નોકરીને આંખ બંધ કરી વિચારો. સકારાત્મક વિચારોથી તમે તમારા જીવનને ખુશ રાખી શકો છો. તમે ઈન્ટરવ્યુ લેનારના બધાજ જવાબો સકારાત્મક આપી રહ્યા છો તેવા વિચાર કરો.

બધા લોકો તમને અભિનંદન આપી કહી રહ્યા છે કે આ જોબ આજથી તમારો છે તેવી કલ્પના કરો.

નેગેટિવ વિચાર ધરાવતા લોકોથી પોતાનું રક્ષણ કેમ કરશો.

આપણને ઘણીવાર નકારાત્મક વિચાર કરતા લોકોને મળીયે છીએ. એવા લોકો આપણી અંદરથી તથા આસપાસની જગ્યાએથી સકારાત્મક/તંદુરસ્ત ઉર્જા શોષી લે છે. નીચે આપેલા પગલાથી તમે તમારીજાતનું રક્ષણ કેવી રીતે કરી શકો છો તે બતાવવામાં આવ્યું છે.

તમે જ્યારે બિમાર અથવા નેગેટિવ વિચારવાળા લોકોને મળવા જાવ ત્યારે પોતાની જાતને જાણે કે સફેદ પ્રકાશના ફૂગાની આસપાસ છો એવી કલ્પના કરો. સકારાત્મક વિચારો ફૂગામાંથી પસાર થશે પણ તેમના નેગેટિવ વિચારો તેમની તરફ પાછા વળશે એવી કલ્પના કરો.

તમારા ઔરાને મજબૂત કરો અને કલ્પના કરો કે તમે સફેદ પ્રકાશનો અદ્રશ્ય કોટ પહેરેલો છે.

ઘરે આવ્યા પછી સ્નાન કરો પાણી ભરેલ બાલદીમાં કાળું મીઠું અને સુગંધિત દ્રવ્ય નાખી સ્નાન કરો.

તમે કલ્પના કરો કે તમે નહાવો છો ત્યારે નહાતી વખતે કાળા રંગનું પાણી એટલે કે નકારાત્મક વિચારો ધોવાઈ રહ્યા છે. અને તમે હવે સ્વચ્છ અને ચોખ્ખા થઈ ગયા છો.

About કેશ્મિરા શૉ રાજ

Leave a Reply

*