સાઈ બાબા, જેમણે 15મી ઓક્ટોબર, 1918ના રોજ સમાધી લીધી હતી.વિશ્ર્વનાં આદરણીય સંતની 100મી વર્ષગાંઠની ઉજવણી માટે આ વર્ષે 15મી ઓક્ટોબરે શિરડીમાં સાઈબાબા સંસ્થાના ટ્રસ્ટ, શિરડી મહાનગર પાલિકા, એમ.ટી.ડી.સી. અને ચેમ્પ એન્ડ્યુરેન્સે સૌ પ્રથમ વખત ‘સાઈ ઇન્ટરનેશનલ મેરેથોન’ ગોઠવવા માટે હાથ મિલાવ્યા છે.
આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં, બોલીવુડના અભિનેતા અજય દેવગણ – જે આ પ્રસંગની શરૂઆત કરી, અને તેમને બાબામાં ઘણી જ શ્રધ્ધા છે તથા તેમણે શારીરિક તંદુરસ્તીનું મહત્વ સમજાવ્યું હતું અને રમત દ્વારા આધ્યાત્મિકતાના ખ્યાલને માટે વાતો કરી હતી. 3કે રકે ટોકન ઉપરાંત આ ઇવેન્ટમાં વિવિધ વર્ગોમાં 10કે, 21કે અને 42કેનો સમાવેશ થાય છે. શિરડીના મેયર, યોગીતા શેતકે પાટિલના અનુસાર, વિશ્ર્વભરના દોડવીરો તથા ભારતના જાણીતા રમતવીરો અને બોલિવૂડની હસ્તીઓ ભાગ લેવાની અપેક્ષા છે. પોસ્ટ-કોન્ફરન્સમાં સંક્ષિપ્ત પરિચયમાં, આયોજકોએ ઉલ્લેખ કર્યો છે કે તેઓ પારસી સમુદાય તરફથી સારા પ્રતિનિધિત્વની આશા રાખે છે.
- પારૂખ વૃદ્ધાશ્રમમાં ઘણી પ્રતિભા છે કારણ કે તે 2025માં તેના સતશતાબ્દીમાં પ્રવેશ કરે છે! - 11 January2025
- પુણેની આશા વહિસ્તા દાદાગાહે7મી સાલગ્રેહની ઉજવણી કરી - 11 January2025
- ઈરાનના મુખ્ય ધર્મગુરૂ ઈરાની ઝોરાસ્ટ્રિયન અંજુમનના સભ્યોને સંબોધે છે - 11 January2025