વહાલા વાંચકો,
પારસી ટાઈમ્સની ટીમ વતી મને આપણા બમ્પર સ્પેશિયલ નવરોઝ અંક તમને વચન આપ્યા પ્રમાણે જેનો મુખ્ય વિષય પારસી સંસ્કૃતિ ઉજવી રહ્યો છે જેની સાથે ઘણું બધું આજે વાંચકો સામે પ્રસ્તુત કરતા ખૂબ આનંદ મળી રહ્યો છે. ‘બીયીંગ પારસી’ જે બધા સાથે પાછો જોડાવાનો સાર છે. પારસી સમુદાયમાં આ અંક ઐતિહાસિક રીતે યાદ રહી જાય તેમ છે કારણ સૌ પ્રથમવાર પારસી નવા વર્ષના સમયે પારસી સમુદાયને પારસી ટાઈમ્સ દ્વારા ભારતના આપણા વરિષ્ઠ નેતાઓ, મિનિસ્ટરો અને આપણા પોતાના નેશનલ કમિશન ફોર માઈનોરીટીના આપણા પારસી મેમ્બર અને ઉદવાડાના વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર દ્વારા શુભેચ્છાઓ અપાય છે. (વધુ માટે જુઓ પાનુ 2)
આપણી સંસ્કૃતિમાંજ છે કે આપણે ફકત આપણા સમુદાયને ગોૈરવ નથી અપાવતા પણ કોઈપણ રાષ્ટ્રની ટોપીમાં સૌથી વધુ સુશોભિત પીછાંઓ તરીકે આપણે શોભી ઉઠીયે છીએ. 15મી ઓગસ્ટ 2017ના દિવસે આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવણીએ છે કારણ ભારતમાતાએ આપણો ઉછેર કરી આપણને મહાન બનાવ્યા છીએ. આપણે ભારત અને સ્વતંત્રતા બન્નેની અનિવાર્ય સુસંગતતાને સમજીએ છીએ. કદાચ પારસીઓનું અસ્તિત્વ આજે હયાત ન પણ હોત. સ્વાતંત્ર્યની આવશ્યકતા એટલા માટે પડી કે આપણે બળપૂર્વક વટલાવવું આપણામાં પરિવર્તન લાવવું કે તે અમલમાં મૂકવાના ભયથી જીવવું તે મુજબ આપણે ઈરાનથી ભાગી અને ભારતમાં આશ્રય માંગ્યા હતો. ભારતે આપણને અપનાવ્યું નહીં હોત તો આપણે ‘પારસી’ શીર્ષક કયારે પણ મેળવી શકયા નહોત.આપણને લોકો ‘ફારસીસ’ કહેતા હતા જે ‘ફારસ’ અથવા પર્શિયાથી આવ્યા હતા.
કેટલું સરસ જોડાણ છે. આપણે ભારતના સ્વંતત્રદિનની ઉજવણીના બે દિવસ પછીજ પારસી નવા વર્ષની ઉજવણી કરશું. પારસી નવા વર્ષના દિને પારસી ટાઈમ્સ પોતાના કમિટમેન્ટનું નવિનીકરણ કરે છે કે તે પારસી સમુદાયને નવા અને સાચા સમાચાર રજૂ કરશે તથા એકતા વસ્તીવધારો, ઉદ્યોગસાહસિકતા, યુવા સશક્તિકરણ, વરિષ્ટ નાગરિકોની સંભાળ અને સમાજિક સેવા સહિત તમામ સમુદાયને મહત્વપૂર્ણ પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખશે.
સાલ-મુબારક અને જય હિન્દ!
- Bidding Adieu To Community Greats… - 5 October2024
- Soak In The Healing - 28 September2024
- You, Youth And ‘You’nity! - 21 September2024