Your Moonsign Janam Rashi This Week –
26th August, 2017 – 1st September, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

20મી સપ્ટેમ્બર સુધી બુધ જેવા બુધ્ધિના દાતાની દિનદશા ચાલશે તેથી તમારા કરેલા કામમાં કોઈ ભૂલ નહીં કાઢી શકે. નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. હમણાં ઈનવેસ્ટમેન્ટ કરતા ભવિષ્યમાં ફાયદો થશે. લેતીદેતીના કામમાં સારાસારી રહેશે. તમારા લેણાના થોડાઘણા પૈસા પાછા મેળવી લેશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.
Mercury rules you till 20th September, making you deliver your tasks to perfection. Finances look good so make investments for the future. You will get back money owed to you. Pray Meher Nyaish every day.
Lucky Dates: 26, 27, 28, 1.

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજથી 21મી ઓકટોબર સુુધી તમારા રાશિના માલિક શુક્રના પરમમિત્ર બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી આજથી તમે તમારા બધાજ કામ બુધ્ધિ વાપરીને કરી શકશો. જ્યાં ફાયદો દેખાશે તે કામ પહેલા કરશો. કામકાજ પૂરા કરવામાં બીજાની મદદ મેળવવા મુશ્કેલી નહીં આવે. તમારા ખર્ચ પર કાબુ રાખી બચત કરી શકશો. આજથી ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 29, 30, 31, 1 છે.

From today upto 21st October, Mercury rules over you, making you complete your tasks intelligently. Prioritize completing profitable tasks first. If necessary, ask for help. Control expenses and save as much as possible. Pray ‘Meher Nyaish’.

Lucky Dates: 29, 30, 31, 1.

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

24મી સપ્ટેમ્બર સુધી મંગળની દિનદશા ચાલશે તેથી સ્વભાવમાં ચિડિયા થઈ જશો. નાની વાતમાં ગરમ થઈ જશો. તમારા કામમાં બીજાઓ તમારી ભૂલ બતાવી પરેશાન કરશે. વાહન સંભાળીને ચલાવજો. ભાઈ બહેનોની તકરારમાં વચ્ચે પડતા નહીં. મંગળને શાંત કરવા ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.

Mars rules you till 24th September, so keep calm. Work on your flaws. Drive carefully. Do not intercept a fight between siblings. To pacify Mars, pray ‘Tir Yasht’.

Lucky Dates: 26, 27, 28, 1.

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

26મી સપ્ટેમ્બર સુધી તમારી રાશિના માલિક ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે જે પણ કામ કરશો તે સમજી વિચારીને કરજો. તમારા દરેક કામમાં ઈનવિઝીબલ હેલ્પ મળી આવશે. ચાલુ કામમાં નાની મુસાફરી કરવાનો ચાન્સ મળશે. ચંદ્રની કૃપાથી તમે લીધેલા ડિસીઝન ઘણા ભાગે ખરા પડશે. નાણાકીય મુશ્કેલીઓ દૂર કરી શકશો. મનની શાંતિ વધુ મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Moon rules you till 26th September, so think twice before making decisions. You will receive divine help. Work-related travel is indicated. With the Moon’s blessings, your decisions will bear fruit. Financial issues will ease up. For peace of mind, pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 27, 28, 29, 30.

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી સૂર્યની દિનદશા ચાલશે તેથી તમારા માથાનો બોજો ઓછો થવાની જગ્યાએ વધી જશે. માથાના દુખાવાથી પરેશાન થશો. કોઈબી વ્યક્તિની જવાબદારી લેતા નહીં. નાણાકીય મદદ કરવાથી તમે નુકસાનીમાં આવી જશો. સરકારી કામ કરતા હશો તેમાં નાની ભૂલ બીજાને પહાડ જેવી લાગશે.  96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 26, 27, 31, 1 છે.

Till 6th September, the Sun’s rule may leave you feeling some stress. You might experience headaches. Avoid taking on additional responsibilities – you might end up making a loss by trying to help another financially. The smallest mistake in government related work could cost you dearly. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 26, 27, 31, 1.

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

16મી સપ્ટેમ્બર સુધી મિત્ર ગ્રહ શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મનની નેક મુરાદ પૂરી થશે. તમારા અગત્યના કામ તેમજ સરકારી કામ 16મી પહેલા પૂરા કરી લેજો. મિત્રોનો જેટલો સાથ મળે તે લઈ લેજો. ધણી-ધણીયાણીમાં સંપની ભાવના રહેશે. ઓપોઝિટ સેકસને તમારા મનની વાત કહી દેજો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 27, 28, 29, 30 છે.

Till 16th September Venus rules you, granting your chaste wishes. Complete legal and government related work within this period. Friends will be supportive. Spousal love will bloom. Speak your heart out to the person of the opposite gender. To get blessings from Venus, pray to ‘Behram Yazad’.

Lucky Dates: 27, 28, 29, 30.

.


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમારી રાશિના માલિક શુક્રની દિનદશા 16મી સપ્ટેમ્બર સુધી ચાલશે તેથી તમને  વસ્તુઓ લેવાનું મન નહીં થાય. નવા કામ કરવાની ઉતાવળ કરતા નહીં ચાલુ કામમાં સફળતા મળશે. જયાં કામ કરતા હશો ત્યાંથી ઈન્કમ વધી જવાના ચાન્સ છે. ઓપોજીટ સેકસ તરફથી માન મેળવશો. ‘બહેરામ યઝદની’ આરાધના કરજો.

શુકનવંતી તા. 26, 27, 31, 1 છે.

With Venus ruling over you until 16th September, you avoid unnecessary expenses. Success in your current job is expected, so avoid rushing into new ventures. An increment is on the cards. The opposite gender will respect you. Pray to ‘Behram Yazad’

Lucky Dates: 28, 29, 30, 31.

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

6ઠ્ઠી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. માથા ઉપરનો બોજો જેટલો ઓછો કરવાની કોશિશ કરશો તેટલો વધી જશે. તમારા છુપા દુશ્મનો તમારી પીઠ પાછળ તમારૂં બુરૂ કરશે. ઘરનું વાતાવરણ ખરાબ થશે કોઈ સાથે માથાકૂટમાં પડતા નહીં. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Upto 6th September, Rahu’s rule causes you discomfort. You might feel stressed. Your enemies may try to bring you down. Avoid arguments with family members. Pray ‘Mahabokhtar Nyaish’ everyday.

Lucky Dates: 28, 29, 30 1.

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

6ઠ્ઠી ઓકટોબર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા અગત્યની ચીજ-વસ્તુનું ધ્યાન રાખજો ખોવાઈ જવાના  ચાન્સીસ છે. શેર-સટ્ટા જેવા કામમાં ધ્યાન આપતા નહીં. રાહુને કારણે ખાવાપીવામાં બેદરકાર રહેશો તો તબિયતમાં અચાનક બગાડો આવી જશે તબિયતની ખાસ સંભાળ રાખજો. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

With Rahu ruling you till 6th October, you need to be alert and attentive to avoid misplacing important belongings. Avoid gambling. Pay attention to your diet to avoid falling ill. Pray ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates: 26, 27, 30, 1.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે વધુ ને વધુ ધર્મ ચેરિટીના કામ કરી મનની શાંતિ મેળવશો. બીજાની મદદ કરવામાં પીછેહટ નહીં કરો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ફેમિલી મેમ્બરને તમારાથી બનતી મદદ કરજો. ગુરૂની કૃપાથી કામકાજમાં તમને જશ જરૂર મળશે. પૈસાનો ઉપયોગ સારી જગ્યાએ કરજો. ગુરૂની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 31 છે.

Jupiter’s rule makes you lean towards religious and charitable work, which will bring you peace. Do not hesitate to help others. Finances look good. You will find success in all your endeavours. Use your wealth wisely. Pray ‘Srosh Yasht’.

Lucky Dates: 28, 29, 30, 31.

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને આજથી 58 દિવસ માટે ગુરૂની દિનદશા શરૂ થયેલી છે તેથી તમારો કોન્ફિડન્સ પાવર વધી જશે. અટકેલા પૈસા પાછા મેળવવા ભાગદોડ કરશો તો મળી જશે. ગુરૂની કૃપાથી ખાસ વ્યક્તિ તમને પૂરે પૂરો સાથ આપશે. નવાકામ કરવા માટે હવે સારો સમય છે. ઘરમાં સારા પ્રસંગ આવશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 26, 27, 30, 1 છે.

Jupiter rules you for the next 58 days, making you confident. With some effort, you will get back your money. Your special one will support you. This is a good time to start a new venture. Happy occasions are on the cards. Pray ‘Srosh Yasht’ everyday.

Lucky Dates: 26, 27, 30, 1.

.


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી સપ્ટેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારૂં મગજ કામ નહી કરે. તમારી પોતાની વ્યક્તિ તમને માન-ઈજ્જત નહીં આપે. નાણાકીય બાબતમાં બેદરકારી કરતા મોટા ખર્ચના ખાડામાં ઉતારી દેશે. અંગત માણસ કે નોકર વર્ગ પર વિશ્ર્વાસ રાખવામાં તમને નુકસાની આવવાના ચાન્સ છે. ધનનો ખર્ચ વધી જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 28 છે.

Rahu’s rule over you till 24th September calls for you to be more alert. Do not expect anything from others. Be careful about financial matters. Do not trust anyone blindly, or your expenses will increase. Pray ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates: 25, 26, 27, 28.

.

Leave a Reply

*