અર્દી બહેસ્ત-સત્યના મૂર્ત સ્વરૂપ, પ્રમાણિક અને ઈશ્ર્વરી કૃપા

આ અઠવાડિયે સોમવારે 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત રોજ અને અર્દીબહેસ્ત માહ છે. જ્યારે રોજ અને માહ બન્ને સુસંગત-એકીસાથે આવે ત્યારે તેને પરબ કહેવાય છે.

અર્દીબહેસ્ત એ જરથોસ્તી કેલેન્ડરનો બીજો મહિનો છે. આ મહિનાની ઉજવણી, સત્ય, ઈમાનદારી, ઈશ્ર્વર પ્રત્યે શ્રધ્ધા, દરદ મટાડનાર તરીકે થાય છે. અર્દીબહેસ્ત એટલે અમેસાસ્પંદ અથવા અમેસાસ્પેન્તા તરીકે પણ ઓળખાય છે. જે આગની ઉર્જાની આગેવાની લે છે. આદર યઝદ જે અર્દીબહેસ્તના મદદગાર છે અને આ કારણ છે જ્યારે આ મહિના દરમિયાન અગિયારીઓને પવિત્ર કરવામાં આવે છે.

અવેસ્તામાં અર્દીબહેસ્તને આશા વહિશ્તા તરીકે ઓળખવામાં આવે છે. આશાનો વ્યાપકપણે સત્ય, પ્રમાણિકપણુ અને ઈશ્ર્વરી આદેશ તરીકે અનુવાદ થાય છે. વહિશ્તા એટલે શ્રેષ્ઠ. અહુરામઝદાના સત્ય, પ્રામાણિકતામાં, અર્દીબહેસ્ત ભાગ રૂપ છે. જેની સાથે અહુરામઝદાએ આ બ્રહ્માંડની રચના કરી અને જાળવી રાખી.

પ્રાચીન સમયમાં જ્યારે પણ જરથોસ્તીઓ નવુ ઘર બાંધે કે ખરીદે ત્યારે એક ખૂણો અથવા એક રૂમ પૂજા કરવા ખાલી રાખે છે અને ગ્રહ પ્રવેશ કરતા પહેલા, આતશ અથવા અર્દીબહેસ્તને ઘરે લાવવાની ગોઠવણ કરી આખું કુટુંબ દિવસ અને રાત પ્રાર્થના કરે છે. અર્દીબહેસ્તને ઘરે લાવવા મતલબ સત્ય, પ્રમાણિકતા અને ઈશ્ર્વરની કૃપાને ઘરે લાવીએ છીએ.

આજે પણ આપણે જ્યારે ઘરમાં દિવો સળગાવીએ છીએ ત્યારે સત્ય, પ્રમાણિકતા અને ઈશ્ર્વરીકૃપા આપણી સાથે છે તેવી ઉર્જાઓ સર્જાય છે.

અર્દીબહેસ્ત દરદ મટાડનાર અને જીવનને બળ આપનાર છે.

સત્ય-પારસીઓનો એક મૂળભૂત ખ્યાલ: અર્દીબહેસ્તએ ભગવાનનું સત્ય સ્વરૂપ છે અને પારસીધર્મમાં સત્યને ઉચ્ચતમ ગુણ તરીકે ઓળખવામાં આવે છે. વાસ્તવમાં રસ્તી (સત્ય) અને રાધી (દાન) હાથમાં ને હાથમાં જાય છે. ગ્રીક ઈતિહાસકારોની નોંધ પ્રમાણે દરેક પર્સિયન બાળકને સત્ય બોલવું , ઘોડો ચલાવવો તથા તીરંદાજી શીખવાની ફરજ પાડે છે.

હોશબામની પ્રાર્થના જે પરોઢમાં જ કરવામાં આવે છે અને ફકત સત્ય અને ન્યાય દ્વારા જ અહુરામઝદાની મિત્રતા પ્રાપ્ત કરી શકાય છે.

અર્દીબહેસ્ત યશ્ત-તંદુરસ્તીની પ્રાર્થના: અર્દીબહેસ્ત તમામ પ્રકારની ભૌતિક ઈજાઓના ઉપચાર માટે શ્રેષ્ઠ પ્રાર્થના છે. અર્દીબહેસ્તની પીછી એ એક જૂની પરંપરા છે જેમાં ધર્મગુરૂ માંદી વ્યક્તિને સ્નાન કર્યા પછી સુવાડે છે અને સફેદ રૂમાલ કે મલમલના કપડાને માથાથી તે પગની પાની સુધી મંત્રોચાર કરતા ફેરવે છે અને તે ઉપચારમાં સફળતા પણ મળેલી છે, આ પ્રાર્થનાથી દર્દીને સાજો થતો પણ જોવામાં આવ્યા છે.

પાંચ પ્રકારના ઉપચારકો: અર્દીબહેસ્ત યશ્તે પાંચ પ્રકારના ઉપચારકોનો ઉલ્લેખ કર્યો છે. યશ્તે એવી પણ દલીલ કરી છે કે શ્રેષ્ઠ ઉપચારક તે છે જે મંત્રોનું ઉચ્ચારણ-પઠણ કરે છે.

અદીબહેસ્તની નિરંગ: અર્દીબહેસ્તની નિરંગ ખૂબ જ શક્તિશાળી તથા પ્રભાવશાળી પ્રાર્થના છે. અર્દીબહેસ્ત યશ્તની પ્રાર્થના પછી ત્રણવાર તેનું પઠણ કરવું જોઈએ.

એરયામન ઈશો: અર્દીબહેસ્ત યસ્તે એરયામન ઈશોના પ્રાર્થનાનો ઉલ્લેખ કર્યો છે જે યસ્પ 54 છે. જે ખૂબ જ અસરકારક અને શક્તિશાળી પ્રાર્થના છે જે અર્દીબહેસ્ત યશ્તના ઉચ્ચારણ પહેલા કરવામાં આવે છે.

પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનું મહત્વ: પ્રાર્થનાઓ અને ધાર્મિક રિતરિવાજો ફિલોસોફીની રીતે વિચાર કર્યે તો અલગ અલગ ધર્મના રીતે તે અલગ અલગ હોય છે. બોલવાની રીત, પ્રાર્થના અને ધર્મક્રિયાના ઉત્સવનો આધ્યાત્મિક અનુભવ પ્રદાન કરવામાં મદદ કરે છે. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓનો હેતુ સભાન જાગૃતતા પેદા કરવાનો છે જેના બદલામાં આપણે ઈશ્ર્વરીની કૃપા મેળવી શકીએ છીએ. પ્રાર્થના અને ધાર્મિક વિધિઓ એક માધ્યમ પૂરૂં પાડે છે. જેના દ્વારા વ્યક્તિ પોતાને અદ્રશ્ય આધ્યાત્મિક દુનિયાને જોવા પોતાનો ઉપયોગ એક પુલ તરીકે કરી શકે છે. હા વિશ્ર્વાસ હોવો અત્યંત આવશ્યક છે. અર્દીબહેસ્ત આ પવિત્ર મહિનો આપણા સમુદાયમાં વિશ્ર્વાસ અને ઈમાનદારીમાં વધારો કરે છે. અર્દીબહેસ્તની બધુ સારૂં કરવાની રીતથી શાંતિ, પ્રગતિ, સમૃધ્ધિની ઈશ્ર્વરી કૃપા હમેશા સમુદાય પર રહે.

Leave a Reply

*