દોષ આપણાં તારાઓમાં નથી!

જરથોસ્તીઓની નજરે જ્યોતિષ વિદ્યા: પ્રચલિત જરથોસ્તીઓના ગ્રંથો સુચવે છે કે જ્યોતિષ વિદ્યા પ્રાચીન જરથોસ્તી અને તેમના પાદરી માગી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. મુખ્યત્વે ઐતિહાસિક અને કાલ્પનિક સમયને માપવાની એક પધ્ધતિ તરીકે. તેઓએ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ ઈતિહાસમાં તારીખ ઘટનાઓના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. માગીઓએ ચક્રીય ઘટનાઓની આગાહી કરવા માટે જ્યોતિષવિદ્યાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમ સીઝન અને આબોહવાનો નોંધપાત્ર ફેરફાર જેના કારણે સમુદાયમાં ફેરફાર થશે. પારસી ફિલોસોફી મનમુક્ત ઈચ્છા અને વ્યક્તિગત અને તેના અથવા તેણીના દરેક વિચાર, શબ્દ અને કાર્ય માટે સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે તે સ્વયં સંચાલિત કોઈપણ સૂચનને નકારી કાઢે છે કે વ્યક્તિના વિચારો શબ્દો અને કાર્યોની પસંદગી આકાશમાં શરીરવગરની ગતિવિધિઓનું પરિણામ છે.

જ્યોતિષશાસ્ત્રની ઘેલછા કે વળગાડ: ઉંમરલાયક હોવાછતાં ભારતીયો સરેરાશ જ્યોતિષ વિદ્યા માટે ઘણીવાર પાગલપણની હદો ધરાવે છે અને ભારતના પારસીઓ અપવાદરૂપ નથી. મુહર્ત અને ચોઘડિયાથી લઈ ચાંદરાત અને અમાસ અને ખાસ ‘ટપકો’ અથવા ‘હોરરસ્કોપ’…માફ કરજો ‘હોરસ્કોપ’ જન્માક્ષર આપણા જેવા બુધ્ધિશાળી સમુદાયપર એક ચુસ્ત પકડ ધરાવે છે!

પૂછવા માટેનો ખાસ પ્રશ્ર્ન: શું જયોતિષ વિદ્યા ચોકકસ અને સાચી છે? સંશયીઓ કહેશે ‘ના’અને માનનારાઓ કહેશે ‘હા’! ચાલો આપણે માનીયે કે જ્યોતિષ વિદ્યા સાચી છે અને તે કામ કરે છે! પણ સવાલ એ છે કે જ્યોતિષ વિદ્યાની કંઈ શાખા સાચી છે? આર્યન કે વૈદિક જ્યોતિષ વિદ્યા અથવા દ્રવિડિયન જ્યોતિષ વિદ્યા! આર્યન જે ભ્રમણશીલ અને તારાઓને એકીટશે જોતા હતા. દ્રવિડિયન લોકો જે વસાહતીઓ હતા અને તેઓ લોકોને જોઈ આગાહી કરતા હતા અને તેને નાડી જ્યોતિષ્યમ કહેવામાં આવે છે અને તે એવી માન્યતાઓ પર આધારિત છે કે પ્રાચીન સમયમાં ધર્મના સંતો દ્વારા બધા માનવીઓના ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળના જીવનની આગાહી કરવામાં આવતી હતી.

માંગલિકપણાની વ્યાધિ: સમુદાય જે હાલનાં ‘જીયો પારસી’ના મોજા પર સવારી કરી રહ્યું છે(લાંબુ જીવો પારસી) પરંતુ ‘ટપકો’ જોઈ અને ‘માંગલિક’ છોકરો કે છોકરીના લગ્ન થતાં થતાં રહી જાય છે અથવા નકકી થતાં નથી જેના લીધે જીયો પારસીનું સ્લોગન ‘મરો પારસી’ તરીકે થશે તેવી શકયતાઓ ઉભી થઈ રહી છે.

હિંદુ જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મંગલદોષ જ્યોતિષીય મિશ્રણ છે જે મંગળ ગ્રહ પર બને છે. જે દર પહેલા કે બીજા (દક્ષિણ ભારતીય જ્યોતિષી દ્વારા ગણવામાં આવે છે.) ચોથા, સાતમા, આઠમા અને બારમાં ઘરનો ચડિયાતો ચાર્ટ છે. આ પરિસ્થિતિમાં જન્મેલ વ્યક્તિ માંગલિક કહેવાય છે. આવા લગ્નોમાં સફળતા મળતી નથી એમ માનવામાં આવે છે. અસ્વસ્થતા, સંબંધમાં તણાવ, પત્નીઓ સાથે અણબનાવ અને છેવટે મોટી સમસ્યાઓ નિર્માણ થાય છે. બે માંગલિકોના લગ્ન થાય તો માનવામાં આવે છે કે એકબીજાની નકારાત્મક અસરો સમાપ્ત થાય છે. જ્યોતિષ વિદ્યાની મદદથી મંગલદોષની ખરાબ અસર, સામાન્ય રીતે પ્રાર્થનાઓ, ધાર્મિક વિધિઓ કે ચોકકસ પ્રકારના રત્નો પહેરી ઓછી કરી શકાય છે. કમનસીબે ભારતના પારસીઓમાં મંગલદોષ ઘણોજ પ્રચલિત છે. માંગલિક વ્યક્તિના લગ્ન નોન માંગલિક સાથે લગ્ન થાય તો તેમની જોડીને વિનાશક જોડી માનવામાં આવે છે અને એમપણ માનવામાં આવે છે કે બેમાંથી એકનું મૃત્યુ પણ થઈ શકે છે. જન્માક્ષર મેળવવા તે હવે પારસી સંસ્કૃતિ અને પરંપરાનો ભાગ બની ગઈ છે. મંગળને વ્યસ્ક ગણવામાં આવે છે. જેના કારણે તણાવ, અસંતોષ અને વિવાહિત જીવનમાં આપત્તિઓ સર્જાય છે. માંગલિક હોવું નિષિધ્ધ છે.

નિષ્કર્ષ: તમારી નિયતિ તે બાબતોને પરિપૂર્ણ કરવા માટે છે કે જેના પર તમે સૌથી ઉત્સુકતાથી ધ્યાન કેન્દ્રિત કરો છો. તમે તમારા ભવિષ્યને તમારી રીતે નીખાર આપો જ્યોતિષવિદ્યાની મદદથી નહીં જેમાં ફકત અંધકાર ભરેલો છે.

Leave a Reply

*