ફ્રોહર ફાઉન્ડેશન, દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના યુવાન પારસી ફૂટબોલ ખેલાડીઓને પ્રોત્સાહન આપે છે

મરહુમ એરવદ કેપ્ટન દારાયસ સાયરસ દસ્તુર (મહેરજી રાણા)ની યાદમાં ફ્રોહર ફાઉન્ડેશન તરફથી દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને 8મી સપ્ટેમ્બરના દિવસે ફૂટબોલના યુનિફોર્મસ ભેટ આપવામાં આવ્યા હતા.

ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટી, બખ્તાવર શ્રોફે જણાવ્યું કે, ‘જ્યારે એમના ધણીયાણી શેરનાઝે મને કહ્યું કે દારાયસની યાદગીરીમાં એમને કંઈક કરવું છે ત્યારે સૌથી પહેલાં મને બાળકો યાદ આવ્યા. આ વિચારથી પ્રેરિત થઈ દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટના વિદ્યાર્થીઓને ફૂટબોલનો યુનિફોર્મ આપવાનું ઠરાવ્યું.

8મી સપ્ટેમ્બરની સાંજે જ્યારે ફ્રોહર ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ દાદર અથોરનાન ઈન્સ્ટીટયુટનામાં પધાર્યા ત્યારે ફુટબોલ ટીમના બાળકો ફુટબોલના યુનિફોર્મ પહેરી ત્યાં હાજર રહ્યા હતા. પ્રિન્સીપાલ એરવદ ડો. રામીયાર કરંજીયાએ બાળકોને ફ્રોહર ફાઉન્ડેશન વિશે તથા દારાયસની જાણકારી આપી અને સર્વેએ સાથે મળીને બંદગી કરી. ત્યારપછી કેક કાપવાનો આનંદ બાળકોની આંખોમાં દેખાતો હતો અને હોલમાં ફૂટબોલની રમત રમવા માટેના ઉત્સાહનું તો પૂછવું જ શું?

ફ્રોહર ફાઉન્ડેશનના મેમ્બર્સ અને ટ્રસ્ટીઓની એક નાની ટીમ હમેશા ફકત ડોનેશન આપવામાં જ નહીં પરંતુ દરેક કાર્યમાં અચુક સાથ અને સહકાર આપી આગળ પડતો ભાગ ભજવે છે. આ પ્રવૃત્તિનું સંચાલન, મેનેજીંગ ટ્રસ્ટી સાયરસ દસ્તુર, ટ્રસ્ટીઓ યઝદી બાટલીવાલા અને બખ્તાવર શ્રોફ તેમજ હમેશા ખંતપૂર્વક જવાબદારી નીભાવનાર કમીટી મેમ્બર શેરનાઝ હાથીરામે કર્યુ હતું.

Leave a Reply

*