શિરીન

તે સંત પુરૂષનાં બોલો વડે દુ:ખી તે બાલાને કંઈક સધ્યારો મળી ગયો ને પછી બધી વિગતો તેણીએ પોતાનાં ભાઈને કહી સંભળાવી, કે તે કમનસીબ જવાન પુકારી ઉઠયો.

‘ઓ16, હું કેવું ઈચ્છુજ કે મારા પપ્પાને છેલ્લી ઘડીએ હું મળી શકયો હતે પણ…પણ તે બનવું મુશ્કેલ હતું.’

‘અલબત્ત કેરસી તું કેવી રીતે આવી શકતે? ને …ને તેથી મેં પપ્પાને જણાવ્યું જ નહીં કે તું એક..એક ચોર હોવાથી મંદીરમાં છુપાઈ રહ્યો હતો. પોતાની ખાનદાનની ઈજ્જતને ખાતર બીચારા છેલ્લી ઘડીએ કેટલા દુ:ખી થતે.’

‘હા શિરીન સારૂં જ થયું તે એ બીના નહી જણાવી તો. પણ આખરેબી પપ્પાએ મને માફ કીધો એ જાણી હું કેટલો ખુશી છું.’

‘ને તેથી કેરસી, હવે પપ્પાને ખાતર પ્લીઝ તું સારે રસ્તે ઉતરવાની કોશેષ કરજે ને મેં એવણને પ્રોમીસ આપ્યું છે કે હું તુંને દરેક રીતે મદદ કરશ.’

તે મીઠી હમશીર કકળી પડી કે તે કમનસીબ જવાનનાં મોંહ વાટે એક નિસાસો સરી પડયો.

 ‘હું….હું પપ્પાને ખાતર કોશેષ કરશ, શિરીન.’

‘ગરીબ પપ્પા, મને જે દુ:ખ થાયછ તે એજ કે છેલ્લી ઘડીએ એવો પોતા પાછળ એક દમડી નહીં ખરચી શકયા. યાદ છે કેરસી, આપણને કેવા લાડમાં તેઓએે મોટા કીધા હતાં?’

અને પછી બચપણનાં તે સુખી દિવસો યાદ કરી તે બન્ને ભાઈ બેન ઘણું ઘણું રડી અંતે છૂટા પડયા.

વિકાજી વોર્ડનના મોત પછી ફિરોઝ ફ્રેઝર કદી પણ રૂબરૂ શિરીન વોર્ડનને મળી શકયોજ નહીં. તેણી જ્યારે ફરી ‘ડરબી કાસલ’માં નોકરીએ આવે કે તે જવાને પોતાની માતાનાં રૂમમાં જ તેણીને દીલાસાના થોડાક બોલો કહી સંભળાવ્યા હતા.

તે જવાનનાં નજદીક આવતાં મોલી કામા સાથનાં લગનને હવે ફકત ત્રણ જ અઠવાડિયા વચ્ચે રહેલાં હોવાથી છોકરીવાલા તરફથી ભારે ધધુકર ચાલી રહી. બધું તેઓજ પોતાનાં મનને ગમતું કરી લેતાં કે ઝરી જુહાક પોતાનાં મનમાં ફફડી ચટકી ઉઠતાં.

તે માતા પોતાનાં દીકરાની શાદી માટે કંઈજ ઉલટ લેતી જણાઈ નહીં કે એક દિવસ ફિરોઝ ફ્રેઝરે દુ:ખથી કહી સંભળાવ્યું.

‘મંમા, શું તમારો એક પૂરો દીકરો પરણેછ ને તમોને કંઈજ દરકાર કે ઉત્સાહ નથી?’

‘બલા જાણે, પરણેછ તેમાં મને શું? બધુ તો હાથે હાથે કરી બેઠો ને હવે દરકારને ઉત્સાહ પૂછવા માંય આગળ આયો.’

‘પણ મંમા, મેં જ્યારે મોલીના કપડાં જણસ માટે પૂછયું ત્યારે તમોએ છેડાઈને જવાબ આપ્યો કે ગમે તે કરી લે, ને હવે તમે મને બદનામ કરોછ.’

‘છોકરા, હું સાફ કહી રાખુંછ કે કંઈ મારાથી અવાસે જવાસે નહીં, કારણ ડોકટરોએ છાતીને લીધે રેસ્ટ લેવા કહીછ, ને શિરીનથી પણ એના બાપનાં મોતને લીધે ભાગ લઈ શકાય તેમ નથી, ગમે તો દુકતીઓને લઈ જજે.’

 (વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*