શિરીન

પછી અંતે એક નિવેડો પર તે કમનસીબ બાળા આવી ગઈ. મોલી કામાનાં ભર ઉંઘમાં પડયા પછી તેણી તે જવાનનાં રૂમમાં જઈ તે રકમ ઉછીની માગી શકે

અને ત્યારે આખી જિંદગીજ તે જવાનની વાઈફની કમ્પેનિયન તથા તેનાં છોકરાંઓની ગવરનેસ બની તેણી તે પૈસા પાછા ભરી આપશે, કે એ ખ્યાલેજ તેણીનાં ચેરીઝ જેવા હોટ વડે એક નીસાસો સરી પડયો.

તે પગલાં ઉપર આવતાં સંભળાઈ રહ્યા કે શિરીન વોર્ડને ચીમઈને પોતાના રૂમની બારીનો પડદો સહેજ હટાવી જોયું તો સામી સાઈડે આવેલા મોલી કામાના રૂમ આગળ તેઓ આવી ઉભા રહી ગયાં.

પછી તે જવાને તેણીને એક ગુડ નાઈટ કીસ આપી, ત્યાંથી ત્રણ રૂમ્ઝ વટાવી પોતાનાં બેડ રૂમ તરફ રવાનાં થઈ ગયો કે શિરીન વોર્ડને એક છુટકારાનો દમ ભરી લીધો.

તે મીનીટો પસાર થતી જ ગઈ ને અંતે પોણા બેને અમલે તેણીએ ધપકતાં જીગર સાથ એક ડ્રેસીંગ ગાઉન પોતાનાં નાઈટ ડ્રેસ ઉપર ઓરવી લીધો. પછી ધીમેથી બારણું ખોલી તેણી અલગે પગલે બહાર કોરીડોરમાં નીકળી પડી.

ને ત્યારે ગોલા માફક દેખાતા તે માહતાબની રોશની હેઠળ શિરીન વોર્ડનનો મુખડો એક પણ લોહીનાં ટીપાં વિનાનો દીસી આવ્યો.

તે સુંદર બ્લુ ફરગેટ મી નોટ જેવી આંખો ઉપર આસમાન તરફ જઈ તેણી પોતાનાં મનમાં ખરાં જીગરથી દુવા માંગી રહી.

‘ઓ પપ્પા, તમારી મદદ ને હીંમત મુજ ગરીબ બચ્ચાં પર મોકળજો.’

પછી ઉડ ઉડ થતાં ધપકતાં જીગર સાથ તેણી ધીરે ધીરે તે કોરીડોરમાનાં અનેક રૂમ્ઝ વટાવી સામી સાઈડે ફિરોઝ ફ્રેઝરનાં બેડ રૂમ તરફ આવી ઉભી રહી ગઈ.

જો કે તે દુ:ખી બાલા આખા આંગે તે વખતે ધ્રુજતી હતી, પણ તે છતાં હિંમત એકઠી કરી તેણીએ બે નરમ ટકોરા તે બારણાં પર મારી દીધા.

(વધુ આવતા અંકે)

 

About અરના હોમી પેસીના

Leave a Reply

*