કલકત્તાની આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી

મરહુમ એરવદ ડીબી મહેતાની ઝોરાસ્ટ્રિયન અંજુમન આતશ આદરિયાનની 105મી સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. જશનની પવિત્ર ક્રિયા સવારે સ્ટે.ટા. 10.00 કલાકે એરવદ જિમી તારાપોરવાલા, એરવદ વિરાફ દસ્તુર, એરવદ દારાયસ કરંજીયા, એરવદ બહેરામશા કરંજીયા દ્વારા કરવામાં આવી હતી. કોલકત્તાના પારસી સમુદાયના લોકો આતશ પાદશાહના આશિર્વાદ લેવા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આદરિયાનના ટ્રસ્ટીઓ નોશીર ટંકારીવાલા, યઝદેઝર્દ દસ્તુર અને જેમી બિલીમોરિયાએ કોલકત્તામાં પારસી સમુદાય માટે અગિયારીના સ્વરૂપમાં કરેલી થાપણ માટે મરહુમ એરવદ ધનજીભોય બાયરામજી મહેતા અને તેમના કુટુંબનો આભાર માન્યો હતો.

Leave a Reply

*