શું જરથોસ્તી ધર્મમાં જાતિ વચ્ચે ભેદભાવ થઈ રહ્યો છે?

પારસી સોસાયટીમાં એક મહિલાની સ્થિતિ હંમેશાં ખૂબ મુક્ત અને ઉન્નત રહી છે. હકીકતમાં, પારસી ધર્મનો મૂળભૂત સિદ્ધાંત લિંગ સમાનતા છે. પુરુષો અને સ્ત્રીઓને સમાન ગણવામાં આવે છે અને ઇતિહાસમાં એવા  ઉદાહરણો છે જેમાં સ્ત્રીઓને પુરૂષોની જેમ ઘોડા પર સવારી, હથિયારો ચલાવવા, લડાઇ લડવા અને પ્રાચીન ઈરાનના શાસકો તરીકે પણ શાસન કરવા માટે પ્રશિક્ષિત કરતા હતા.

અવેસ્તામાં, માણસને નમાનો પતી તરીકે સંબોધવામાં આવે છે, જેનો અર્થ ’ઘરનો રાજા’ અને નમાની પત્ની જેનો અર્થ થાય છે ‘ઘરની રાણી.’ બન્નેની ભૂમિકા અલગ હોય છે પણ તેઓની સ્થિતિ સમાન હોય છે. પારસી પરિવારમાં પત્નીની સ્થિતિ તેના પતિની સમકક્ષ હોય છે. સાસનીયન યુગ દરમિયાન, સ્ત્રીઓને ખૂબ જ મુક્તિ આપવામાં આવી હતી, આજે પણ આપવામાં આવે છે. મિલકત જાળવવા અને કોર્ટમાં પ્રતિનિધિત્વ અથવા પોતાની જાતને બચાવવા માટેના અધિકાર માટે.

મહિલાઓને પોતાના જીવન-સાથી પસંદ કરવા માટે સ્વતંત્રતા હતી અને વિધવાઓને પુનર્લગ્ન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. માતા, પત્ની અને પુત્રીની ભૂમિકામાં મહિલાઓ પોતાનો રોલ સંપૂર્ણ અધિકારો સાથે ભોગવે છે.

જાણીતા વિદ્વાન ડો. આઇ. જે. એસ. તારાપોરવાલા, જેમણે ગાથાનું ભાષાંતર કર્યુ જેમાં નોંધપાત્ર છે કે છ પવિત્ર ઈશ્ર્વરીજનો દેવોમાંથી ત્રણ પવિત્ર ઈશ્ર્વરી દેવીઓ છે તે પાસાને રજૂ કરે છે. પરંતુ ઝોરાસ્ટર ધર્મમાં જાતિમાં  સંપૂર્ણ સમાનતા છે.

આપણી યસ્ના હપ્તનઘઈતીની પ્રાર્થનામાં છે કે : “સારા શાસક ભલે તે પુરુષ હોય કે સ્ત્રી, બંને (આધ્યાત્મિક અને ભૌતિક) ક્ષેત્રોમાં આપણા પર શાસન કરે છે!

Noshir H. Dadrawala
Latest posts by Noshir H. Dadrawala (see all)

Leave a Reply

*