શિરીન

ફિરોઝ ફ્રેઝર ભર ઉંઘમાં પડવાથી તે સાંભળ્યાજ નહી હોય તેમ તેનો ઉંડો શ્ર્વાસ લેવાનો અવાજ હજી ચાલુ જ હતો. ફરી પાછું શિરીન વોર્ડને તે રિપીટ કીધો કે આંય વખત ફિરોઝ ફ્રેઝરે ઝબકીને ઉઠી પૂછી લીધું.

‘કોણ છે?’

‘હું..હું શિરીન છું.’

તે જવાને છલાંગ મારી ઉઠી તે બારણું ઉઘાડી નાખી, પછી ગભરાટથી બોલી પડયો. ‘શિરીન શું મંમાની તબિયત પાછી બગડી આવીછ?’ ને તેનાં જવાબમાં રખે મોલી કામા કંઈ વાત કરવાનો સંસારો થતાં ઉઠી જાય તે બીકે તેણીએ અંદર રૂમમાં દાખલ થઈ તે બારણું બંધ કરી દીધું, કે જે જવાનને ભેજાંનો ચીલ્લો ચઢી ગયો. ‘શું છે શિરીન?’ ‘મને…મને ઉછીનાં પૈસા તમો આગળ જોઈતા હતા, ફિલ.’

થર થર ધ્રુજતા હોઠો સાથ તેણીએ બોલી દીધું કે તે જવાનની આંખોમાં ફરી ગુસ્સાનો છાપ પ્રગટી નીકળ્યો.

‘કોણ પેલા તારા લોફર જેવા લવરને આપવા, શિરીન? તો જાણી લે કે મારી તરફથી તું ને એક પૈઈ નહીં મળી શકશે. ફકત એકજ ચીજ જે તું મારી આગળથી હમેશ મેળવી શકશે, તે મારો ગુસ્સો.’

એ સાંભળી તે કમનસીબ બાળા કકડી પડી. ‘નહીં, નહીં ફીલ, હું તમો ધારોછ તેવી એક હલકટ છોકરી નથી.’

‘હલકટ નહીં તો બીજું શું? કારણ એક રિસ્પેકટેબલ લેડી કદી પણ કોઈના અદરાયેલા ધણીનાં બેડરૂમમાં આવી મોડી રાતે આવી શકેજ નહીં.’

આહ! તે બોલે બોલ તેણીની કોમલ છાતીમાં કાંટા મિસાલ ભોંકાય જઈ તેને આરપાર વીંધી નાંખ્યું.

પછી એક ઝટકા સાથે ફિરોઝ ફ્રેઝરે ઝનૂનથી તેણીને પોતાનાં હાથોમાં વીટળાવી નાખી કે દુ:ખી તે બાળા ખેંચતાણ સાથ બોલી પડી.

‘નહીં નહીં ફિલ મને એ પસંદ નથી.’

‘એવા જુઠા ઢોંગ ના કર શિરીન, મને ખબર છે કે તું ને ઘણું ગમેછ. કારણ જો તું પેલા તારા લોફર જેવા સાથ ફલર્ટ કરી શકે તો પછી મારી સાથ કરવા તો તુંને ઘણુંજ ગમતું હશે. ખરૂંની?’

એ સાંભળી એકદમ તેણી વિકરાળ બની જઈ ઉશ્કેરાઈ પડી. ‘મારા મુવેલા બાપના સોગંદ ખાઈને કહુછ કે હું તેવી નથી.’ ‘એવા જુઠા સોગંદ શું કામ ખાયછ, શિરીન, કારણ મેં મારી આંખોએ તારા બેડરૂમમાં ને તેબી ખુદ તારા પલંગ ઉપર ને તેબી મોડી અંધારી રાતે, એક પારકા મરદ સાથ તું ને પ્યાર કરતા જોઈ ને એ સીન મારી જિંદગીના છેડા સુધી હું ભુલી શકશ નહીં.’

પછી પોતાની ઈજ્જતને ખાતર તે બોલો તેણીનાં હોઠો વડે એકાએક સરી પડયા. ‘તે મરદ મારો કમનસીબ ભાઈ હતો ફીલ.’

એ સાંભળતાજ જાણે સાપે ડંખ માર્યો હોય તેમ ફિરોઝ ફ્રેઝર ચોંકી ઉઠયો ને અચીતી તે જવાને તેણીને અલગી કરી દીધી. પછી જાણે પોતાની જીભને લકવો થઈ આવ્યો હોય તેમ તત પપ થઈ જઈ તે બોલી પડયો.

(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*