શિરીન

એ સાંભતાજ શિરીન વોર્ડનને હૈયે તેણીનો વહાલો પિતા ફરી આવી જવાથી તેણી રડી પડી, કે ફિરોઝ ફ્રેઝરે સધ્યારા દાખલ એક હાથ તેણીનાં ખભાં પર મૂકી દીધો.

એમ દીવસો વહેતા ચાલ્યા ને ‘ડરબી કાસલ’ અસલ માફક ફરી સુખ અને શાંતિ વચ્ચે ખડો થયો.

શિરીન વોર્ડનનાં નવી શેઠાણી તરીકે આવ્યા પછી તે ભવ્ય મકાનનું વાતાવરણ જ પાછું ફેરવાઈ ગયું, ને નોકરો વટીકે મોલી કામાના ગયા પછી એક છુટકારાનો દમ ભરી લીધો.

દિલ્લા હિલ્લાની તો ખુશાલીનો પારજ નહીં હતો, ને અંતે શિરીનજ તેઓની ભાભી થનાર હોવાથી તેઓ તેણી સાથ નરમાશ અને વહાલથી વરતવા લાગી.

અલબત્ત જો કે હવે તેણી ફિરોઝ ફ્રેઝરે ઉઠાવેલા સખત વાંધાને લીધે તે છોકરીઓનાં કપડાં ધોઈ, બુટને બ્લેન્કો લગાડતી નહીં પણ તે છતાં તેઓનાં નવા કપડાં અસતરી કરી કબાટમાંથી કાઢી આપતી.

ને એક દિવસ ત્યારે તેમ કરતાં દિલ્લા ફ્રેઝરે કકળીને પૂછી લીધું.

‘શિરીન, એક મારૂં કામ નહીં કરે?’

‘શું છેજી?’

‘એટલી તારા ફિરોઝ આગળથી પચીસ હજારની રીત નહીં અપાવી શકે? ફિરોઝ તારૂં કહ્યું તો જરૂર માનશે, ને શિરીન મારો જાંગુ તો મને એમબી પરણવા કબુલ છે પણ એના મમ્મા ને એટલી રીત જોઈએછ.’

‘વારૂંજી, હું જરૂરજ ટ્રાય કરશ.’

ને પછી નાની બેન હિલ્લા દયામણું મોહ કરી બોલી પડી.

‘શિરીન, એટલા હમારા પોકેટ મની પણ અસલ જેટલા પ્લીઝ તારા ફિરોઝ આગળથી કરાવી આપ. હમો પોતા પાછળ હમોને કેટલા બધા ખરચવા પડેછ, તેમાં વરી હમણાં કોઈ પેરિસથી માડામ ડુબારી આવીછ, તેને બ્રીગેડ રોડ પર એક બ્યુટી પાર્લર ખોલ્યું છે, ને તેમાં હમો ટ્રીટમેન્ટ લેવા માંગીએછ.’

એ સાંભળી શિરીન વોર્ડન પોતાનાં મનમાં હસી રહી. પણ સભ્યતાને ખાતર તેણીએ જણાવી દીધું.

‘હું જરૂર ફિરોઝને એ માટે કહી જોવશ.’

એ સાંભળતાંજ તે બન્ને બહેનો શિરીનને ગળે વળગી પડી પછી દિલ્લાએ ખરાં જિગરથી કહી સંભળાવ્યું.

‘શિરીન, તારા જેવા એક બેમુલ હીરાની કીંમત હમો આંકી શકયા નહી, પણ નસોમાં વહેતું ઉમરાવી લોહી કોઈથી કદી અટકાવી શકાતું નથી.’

‘હા શિરીન, ને હમોએ તુંને જે ઈન્સલ્ટ કીધાં તે માફ કરજે.’

‘કંઈ નહીંજી.’

ઘણીજ મીઠાસથી શિરીન વોર્ડને જવાબ આપી દીધો કે તે બન્ને છોકરીઓએ તેણીને વ્હાલથી એકી કીસ અર્પણ કરી નાખી.

ને ત્યારે રાતનાં ખાણાં પરજ તે વાત શિરીન વોર્ડને પોતાનાં વહાલા આગળ કરવા ઈચ્છી.

હવે તેણી પોતાનું રોજીંદુ ભોજન તે જવાનનાં કહ્યાથી તે મકાનમાં ભવ્ય ડાઈનીંગ રૂમ ટેબલ પરજ લેતી, પણ એકજ શરતે શિરીન વોર્ડને તે કબુલ્યું કે તેણીનો વ્હાલો તેણીનું કહ્યું માને તોજ.

ડાઈનીંગ ટેબલ પર જમવા આવવું જ પડશે, કારણ તમારી તબિયત પણ કેટલી લથડી ગઈછ.’

‘વારૂં ડાર્લિંગ, પણ હું કામમાં હોવું તો તું મને યાદ રાખીને લેવા આવજે.’

ને રાતના કેટલા લેટ વેર જાગોછ? તમારા રૂમની લાઈટ હું જોયા કરૂંછ, ફિલ.’

ને ત્યારે એક નાલ્લા બાળક મિસાલજ તે બાળા પોતાના વહાલાને ટોનિક આપી ટાઈમસર જમાડતી ને તે ધ્યાન આપતી કે થોડા વખતમાં જ તે જવાનની તબિયતમાં મજાનો ફાયદો થતો માલમ પડયો, ને તે નખાઈ ગયેલું શરીર ફરી તટાર ને રૂબાબદાર બની ગયુ.

તે બન્ને જવાનો ખુશખુશાલ આજે તે ગંજાવર ટેબલ પર એખલાંજ હોવાથી, મીઠાસથી હસી તે સુંદરીએ વાત કરવા માંડી.

‘ફિલ, આપણે કેટલા હેપી છીએ, ખરૂંની ડાર્લિંગ?’

‘હા, સ્વીટહાર્ટ.’

‘તો…તો ફિલ, તમને કોઈ બીજાબી આપણા જેવા હેપી હોય તો ગમે?’

(વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*