Your Moonsign Janam Rashi This Week –
14th October, 2017 – 20th October, 2017

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી મુસાફરીના પ્લાન કરતા નહીં અને કરો તો સંભાળીને ટ્રાવેલ કરજો. કોઈ વ્યક્તિ ખોટી રીતે તકલીફ આપી જાય. નાણાકીય બાબતમાં ખેંચતાણ રહેશે. થોડું ઈન્વેસ્ટમેન્ટ અવશ્ય કરજો. ‘મોટી હપ્તન યશ્ત’ ભણવાથી મનને શાંતિ મળશે.

શુકનવંતી તા. 7, 8, 11, 12 છે.

Saturn rules you till 27th October so avoid traveling. Stand up for yourself against those who harass you. Spend wisely and make investments. Pray the ‘Moti Haptan Yasht’ for peace.

Lucky Dates: 7, 8, 11, 12

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારૂં છેલ્લુ અઠવાડિયું બુધની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી આ અઠવાડિયામાં લેતી-દેતીના કામ પહેલા પૂરા કરી લેજો. 21મી પછી કોઈને પ્રોમીસ આપશો નહીં. સરકારી કામમાં ફાયદો થવાના ચાન્સ છે. 21મી સુધી કામમાં સફળતા મળશે.

શુકનવંતી તા. 14, 15, 19, 20 છે.

Last week left under the rule of Mercury and hence finish all your financial transactions. Starting from the 21st, do not make any promises to anybody. You might reap success and profit while dealing in government related work. You will be successful in all your endeavours.

Lucky Dates: 14, 15, 19, 20

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

20મી નવેમ્બર સુધી બુધ જેવા બુધ્ધિશાળી ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામો શાંતિથી અને સમજી વિચારીને કરશો. નાણાકીય લેતીદેતી કરવામાં સાવચેતી રાખજો. ઈનવેસ્ટમેનનું કામ કરવાથી ફાયદામાં રહેશો. તમારી સલાહ લેનારને સાચી સલાહ આપી સીધો રસ્તો બતાવી શકશો. મિત્રોથી ફાયદો મળશે. રોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Mercury rules you till 20th November. You will be able to execute your work with precision. Be careful about financial transactions. Investments will prove profitable. You will be able to guide people on the right path, while your friends will benefit you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 16, 17, 18, 19

.


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

25મી ઓકટોબર સુધી મંગળની દિનદશા તમને શાંતિથી બેસવા નહીં દે. મગજનો બોજો વધી જશે. તમારો ખાસ મિત્ર તમારાથી નારાજ થઈ જશે. જમીન-જાયદાદના કામો કરતા નહીં. ઘરમાં રીપેરીંગનું કામ કરતા નહીં. મંગળને કારણે નાની વાતમાં ગરમ થઈ જશો. હાઈપ્રેશરની બીમારીથી સંભાળજો. મંગળને શાંત કરવા ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 17, 20 છે.

The rule of Mars until the 25th of October might be a bit stressful. Your friends might get upset with you. Do not indulge in any land or property transactions, nor plan any renovations at home. Keep calm and take care of high blood pressure. Pray ‘Tir yasht’ to pacify Mars.

Lucky Dates: 14, 15, 17, 20

.


LEO | સિંહ: મ.ટ.

05Leo

26મી ઓકટોબર સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી કામકાજ માટે ઘરની બહાર રહેવાના યોગ આવશે. ઘરવાળાની ડિમાન્ડ એકસ્ટ્રા કામ કરી પૂરી કરશો.વડીલવર્ગની સેવા કરવાથી તેમની દુવા મેળવી શકશો. જે પણ કામ કરશો તેમાં શાંતિ રાખી કરજો. નાનું વેકેશનના પ્લાન બનાવી શકશો. 101નામ ભણી લીધા પછી 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 15, 16, 19, 20 છે.

Moon rules you till 26th October and hence you might have to travel due to work and will be able to fulfil all the demands of your family members. By serving elders, you will earn their blessings. Keep your cool while working and plan a mini-vacation. After praying the 101 name, pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 15, 16, 19, 20

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

ચંદ્રની દિનદશા લાંબા સમય સુધી ચાલશે તેથી 26મી નવેમ્બર સુધી પાક-પરવરદેગારની મહેરબાનીથી પગારમાં વધારો થશે. અચાનક ગામ પરગામ જવાના ચાન્સ મળશે. કામ કરવામાં કોન્ફિડન્સ આવી જશે. તબિયતમાં સુધારો જણાશે. નવા કામ શરૂ કરવાના ચાન્સ છે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 14, 16, 17, 18 છે.

Moon continues to rule you and an increment by 25th November is indicated. Travel is on the cards. Your self-confidence will increase. Your health will improve and you will be able to start something new. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 14, 16, 17, 18


LIBRA | તુલા: ર.ત.

07Libra

પહેલા ત્રણ દિવસ શુક્રની દિનદશામાં પસાર કરવાના બાકી છે તેથી ઓપોઝિટ સેકસને આપેલા પ્રોમિસ પૂરા કરી લેજે. 17મીથી સુર્યની દિનદશા 7મી નવેમ્બર સુધી સરકારી કામથી પરેશાન કરાવશે. વડિલવર્ગની ચિંતા સતાવશે. તમને એસીડીટી તથા આંખની તકલીફ થશે. સુર્ય તમને તપાવશે. મગજને શાંતિથી બેસવા નહીં દે. દરરોજ  ‘બહેરામ યઝદ’ની સાથે 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 14, 15, 16, 20 છે.

With three days left under the rule of Venus, fulfil all promises made to people of the opposite gender. From the 17th, Sun rules you till the 7th of November, so avoid any government related work. Elders’ health will cause concern. You may suffer from acidity and eye soars. Keep your calm. Pray to ‘Behram Yazad’ every day as well as  recite the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 14, 15, 16, 20

 

.


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

શુક્ર જેવા ચમકીલા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી 16મી નવેમ્બર સુધી તમને ગામ પરગામ જવાના ચાન્સ મળશે. તમે ધારશો તેટલું કામ વધારશો. બીજાને સમજાવવાની શક્તિ વધી જશે. શુક્રની કૃપાથી અચાનક જીવનસાથી મળી જશે. મિત્રો તરફથી માન મળશે. મનગમતી વ્યક્તિ પાસે દિલની વાત કરી શકશો. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

Venus rules you and hence you will get to travel till 16th November. Your workload might increase. With the grace of Venus you will meet your life partner. Your friends will respect you more, while you will be able to speak your heart out to your loved ones. Pray to ‘Behram Yazad’ everyday.

Lucky Dates: 17, 18, 19, 20

.


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

શુભ ફળ આપનાર શુક્રની દિનદશા ચાલુ હોવાથી અધુરા કામ પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. મનમાં શાંતિ અને સ્થિરતા આવશે. શુક્રની કૃપાથી 16મી ડિસેમ્બર સુધીમાં મોજશોખ વધી જશે. તમારા સ્વભાવમાં ચેન્જ આવી જશે. શુક્રની કૃપા મેળવવા ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 14, 15, 18, 22 છે.

Venus rules you, enabling you to complete all pending tasks. Your financial condition will improve. You will be calm and composed. With the grace of Venus, you will notice positive behavioural changes till 16th December. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 14, 15, 18, 22

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

6ઠ્ઠી નવેમ્બર સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે જે ધારશો તેનું રિઝલ્ટ ઉલટું આવશે. તમારા માથા પર કરજદારીનો બોજો હશે તો લેણદાર તમને પરેશાન કરી મુકશે. તબિયતની સંભાળ રાખજો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડતા રહેશે. દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

 

Rahu rules you till 6th November. Work hard and do not bother about the outcomes. Try to clear off all your debts. Take care of your health. There might be difference of opinions amongst spouses. Pray ‘Maha Bakhtar Nyaish’ every day without fail.

Lucky Dates: 14, 15, 18, 20

 

.


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

25મી ઓકટોબર સુધી ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમારા હાથથી ધર્મના કામ થતા રહેશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી રહેશે. ઘરવાળાને મદદ કરવામાં પાછી પાની નહીં કરો. જયાં પણ કામ કરશો ત્યાં માન-ઈજ્જત મળતા રહેશે. નાણાકીય ફાયદાને સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 14, 15, 18, 20 છે.

Jupiter rules you till 25th October and hence you will indulge in religious work. A good week financially. You will extend help to your family members, while you will earn more respect at your workplace. Invest your profits at the right place. Your family members will be supportive. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 14, 15, 18, 20


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને ગુરૂની દિનદશા 24મી નવેમ્બર સુધી ચાલશે તેથી તમારા માથાનો બોજો ઓછો થતો જશે. તમારા બધાજ કામો જલ્દી પૂરા થઈ જશે. ફેમિલી મેમ્બરને સાચી સલાહ આપી દીલ જીતી લેશો.  અચાનક ધન લાભ મળવાના ચાન્સ છે. નાના મોટા ચેરિટીના કામ થઈ જશે. ગુરૂની કૃપા મેળવવા માટે દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા. 16, 17, 18, 19 છે.

Jupiter rules you till 24th November and hence stress will reduce. You will complete all your tasks at lightning speed. Your family members will appreciate you for your humble advice. You will indulge in charity. Pray ‘Srosh Yahst’ everyday without fail.

Lucky Dates: 16, 17, 18, 19

.

Leave a Reply

*