મેટ્રો 3: તમામ હકીકતો જે તમારે જાણવી જરૂરી છે

ગુરુવાર, નવેમ્બર 9, 2017, સાંજે 8:30 વાગ્યે, આપણાં સમુદાયના અગ્રણી નેતાઓ અને વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને ખુરશેદ દસ્તુર, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના બંગલા ‘વર્ષા’માં મેટ્રો રેલ 3ની ગોઠવણના અંગે મળ્યા હતા. આ બેઠકમાં મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન લિ. (એમએમઆરસીએલ)ના ચીફ-અશ્ર્વિની ભીડે, મુંબઈના ભાજપના વડા – આશિષ શેલાર, માણેક દાવર અને એમએમઆરસીએલના માળખાકીય એન્જિનિયર-ગુપ્તા પણ હાજર હતા.

મેટ્રો રેલ 3ની ગોઠવણના મુદ્દા વિશે સમુદાયમાં અશાંતિ અને ચર્ચા છે, જે સંભવિતરૂપે આપણા ત્રણ પવિત્ર સ્થાનો જેમ કે એચ.બી. વાડિયા આતશ બહેરામ (પ્રિન્સેસ સ્ટ્રીટ પર), અંજુમન આતશ બહેરામ (મરીન લાઇન્સ સ્ટેશન નજીક), અને ભીખા બહેરામના કુવાને અસર કરી શકે છે. સમુદાયનો એક મોટો ભાગ આ બાબત માટે નારાજ છે.

આ મીટીંગ એક કલાક સુધી ચાલી હતી. વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલે પારસી ટાઈમ્સ સાથે વાત કરતા જણાવ્યું હતું કે ‘ મેં આપણા સમાજના વતી બધી ચિંતાઓ વ્યક્ત કરી હતી અને મને ખુશી છે કે મેં જે મુદ્ો ઉઠાવ્યો હતો તે ત્રણ મુદ્દાઓ આપણા પવિત્ર સ્થળોની સલામતી માટે સંબોધિત કરવામાં આવ્યા હતા. મેં પ્રથમ આપણા આતશ બહેરામ વિશે વાત કરી હતી અને મને ખાતરી થઈ ગઈ છે કે આઝાદ મેદાન વિસ્તારમાં સમગ્ર જમીનમાં ખોદકામ કરવામાં આવશે અને આપણા પવિત્ર માળખાઓને અસર કરશે નહીં. મેં આતશ બહેરામના કુવાના સુકાતા પાણી વિશે વાત કરી તેમજ આપણી ધાર્મિક વિધિઓમાં વહેતા પાણીની જરૂરિયાત વિશે વાત કરી હતી – અહીં કુવાઓ હેઠળની જમીનમાં પથ્થર છે, જે ભૂમિની અંદર ખૂબ ઊંડું છે, તે ડ્રિલ્ડ કરવામાં આવશે, જે આપણા ભીખા બહેરામના કુવાને અસર કરશે નહીં. ત્રીજો મુદ્દો મેં આપણા કેબલા હેઠળ ચાલી રહેલ ટનલ વિશે વાત કરી અને નકશા અનુસાર કોઈ ટનલ આપણા કેબલા હેઠળથી પસાર થઈ રહી નથી. આ બાબતમાં અંજુમન આતશ બહેરામના વડા દસ્તુરજી ફિરોઝ કોટવાલ અને કૈખુશરૂ જામાસ્પ આસાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મેટ્રો રેલ 3ની ગોઠવણ માટે આપણા પવિત્ર ધર્મસ્થાનોને નુકસાન થવા અંગે ગભરામણ વ્યકત કરતો પત્ર લખ્યો હતો.

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પોતે અમને ખાતરી આપી છે કે આપણા પવિત્ર ધર્મસ્થળમાં કોઈ પણ નુકસાન થશે નહીં અને તે વ્યક્તિગત રીતે દેખરેખ રાખશે. તેમણે પોતાના શબ્દોમાં આપણા સમુદાય માટે કહ્યું, ‘અમને આપણા પારસીઓ પર ગર્વ છે. પારસી સુમદાય શાંતિ-પ્રેમાળ સમુદાય છે અને અમે તેમની લાગણીઓને ઠેસ તથા અવગણવા જેવી બાબત નહીં કરીએ.’

સમુદાય વતી દસ્તુરજી કોટવાલે જણાવ્યું કે જ્યારે અમે ભારતમાં ઉતર્યા ત્યારે અમારા વડવાઓએ વચન આપ્યું કે અમે ભારતના મિત્ર બની રહીશું અને ત્યારથી તે આજ સુધી ભારતની પ્રગતિ માટેજ કામ કર્યુ છે.’

વડા દુસ્તુરજી ખુરશેદે પારસી ટાઈમ્સને કહ્યું કે, ‘હું મુખ્ય પ્રધાનનો અમને મળવા માટે આભાર માનું છું જે અમને ધીરજથી અમારી ચિંતાઓ અને આશંકાને દૂર કરવામાં મદદ કરી રહ્યા છે.’ જેમણે આપણને ખાતરી આપી છે કે આપણી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં લઈ આપણી કોઈપણ ધાર્મિક જગ્યાઓને નુકસાન નહીં થવા દેશે.

દસ્તુરજી કોટવાલે જણાવ્યું કે ‘મને ખુશી છે કે હું આ વખતે દસ્તુરજી ખુરશેદ સાથે ગયો અને હવે હું શું કરી રહ્યો છું તેથી મને રાહત મળી છે અને હું આત્મવિશ્ર્વાસથી આપણા સમુદાયના સભ્યોને કહી શકું છું કે પૂજાના આપણા સ્થાનોની પવિત્રતા વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મીટિંગ દ્વારા મારા ટેકેદાર હોવા બદલ અને સમુદાય સામે સત્ય મૂકવામાં મદદ માટે હું દસ્તુરજી ખુરશેદની પ્રશંસા કરું છું. કેટલાક એવા લોકો છે કે જેઓ ખોટા સમાચાર ફેલાવવા અને આપણા નિર્દોષ સમુદાયના સભ્યોને મૂર્ખ બનાવવા અને ડરાવવાનું ચાલુ કર્યુ હતું  આ એવા લોકો છે કે જેઓ પોતાના સ્વહિતોનું ધ્યાન રાખે છે અને સમુદાયમાં તિરાડનું કારણ બને છે. હંમેશની જેમ, હું મારા ધર્મ અને મારા સમુદાયને સમર્પિત રહીશ અને હું સમગ્ર સમુદાયને એક થવા માટે વિનંતી કરું છું.’

ચર્ચાઓની સફળતાને ધ્યાનમાં રાખીને, મુંબઈના ભાજપના વડા આશીષ શેલારે પણ મીટિંગ વિશે ટ્વિટ કર્યું હતું કે ફડણવીસ અને અમારા પારસી સમુદાયનો એક સાથે આવવા અને ઉકેલ શોધવા માટે આભાર.

અહીં આશા રાખવામાં આવે છે કે ખોટી અફવાઓ અને ગેર સમજ ફેલાય નહીં અને છેવટે આપણા સમુદાયે આખરે રાહતનો શ્ર્વાસ લીધો.

Leave a Reply

*