સંજાણનો કીર્તિ સ્થંભ

પારસીઓ ઈરાનથી ભારત આવેલા તેને લગભગ તેરસો વર્ષ થયા છે. સંજાણમાં આવેલા કીર્તિ સ્થંભની 16-11-2017ને દિને સોમા વર્ષની ઉજવણીનું જશન-જમણ થનાર છે તે પ્રસંગ અનુરૂપ હું સંજાણના કીર્તિ સ્થંભ વિશે વાંચવા લાયક માહિતી આપું છું.

આ કીર્તિ સ્થંભ સંજાણ સ્ટેશનથી ત્રણ ફલાંગ દૂર ડાબા હાથની સડક પર આવેલો છે. આ કીર્તિ સ્થંભ સંજાણ નદીનો પુલ રેલવેમાં પસાર કરતા થોડે દૂર પશ્ર્વિમની લાઈનથી ઘણી નજીક ઉભેલો દીસે છે. આ સ્થંભ વડોદરા, ગ્રેનાઈટનો બાંધવામાં આવ્યો છે. તેની ઉંચાઈ આતશના શોલેના ભાગ સાથે આશરે 50 ફીટ છે. તેનો આકાર ચોરસ અને જેમ જેમ ઉંચો જતો જાય છે તેમ તેમ સાંકડો થતો જાય છે. તેના મથાળે આતશનું પાતરૂ છે. જેમાં બળતા આશતના શોલા જણાય છે. આ કીર્તિ સ્થંભ પર દરેક ખૂણે 23 નકશીવાળા ધાતુના ગોળ ચકરડા ગોઠવ્યા છે તેમજ પશ્ર્વિમ દિશાના ખૂણામાં વીજળીથી રક્ષણ મેળવવા ધાતુનો તાર ઉપર સુધી નાખ્યો છે. આ કીર્તિ સ્થંભ ચોરસ પ્લેટફોર્મ પર ઉભો છે. આ કીર્તિ સ્થંભના શિલ્પશાસ્ત્રી જે. મરસર છે અને બાંધકામ પાલનજી એદલજી એન્ડ સન્સએ કરેલું છે. આ કીર્તિ સ્થંભને લગતી જમીનનું માપ ત્રણ એકર ને સાડા ત્રણ ગુંઠા છે જે રૂપિયા 1621ની કિંમતે એક મુસલમાન પાસેથી લેવામાં આવી હતી. આ જમીન પર હોરમસજી વરવાડીવાલાએ કૂવો ખોદાવ્યો હતો. તેમજ બોઈસ શેઠિયાઆએ એક ધર્મશાળા બંધાવી છે. આ કીર્તિ સ્થંભ પર ગુજરાતી અને અંગ્રેજી અને અવસ્તા ભાષામાં ત્રણ દિશાઓમાં તકતીઓ જડેલી છે.

About શાપુર શ્યાવક્ષશાહ ખંધાડિયા

Leave a Reply

*