2જો જીયો પારસી, જીયો મોબેદ વર્કશોપ

2જો જીયો પારસી જીયો મોબેદ વર્કશોપ જીયો પારસી ટીમ અને પરઝોર ફાઉન્ડેશન દ્વારા 19મી નવેમ્બર, 2017 ના રોજ સર એચ. એન. રિલાયન્સ હોસ્પિટલના સભાગૃહમાં યોજવામાં આવ્યો હતો. છપ્પન ધર્મગુરૂઓ અને ચાર બહેદીન પાસબાનોએ સક્રિય રીતે સંચાર કુશળતાઓને સજ્જ કરવા, સામાન્ય જનતાનાને માર્ગદર્શન આપવા અને સમુદાય દ્વારા સામનો કરવામાં આવેલા મુદ્દાઓ સાથે અસરકારક રીતે મદદ કરવા માટે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંચાલન દિનશા તંબોલી, ડો. યુસુફ મેચેસવાલા અને આરમાઈતી તિરંદાઝ દ્વારા  કરવામાં આવ્યું હતું. ડો. કેટી ગણદેવિયાએ આવેલ લોકોનું સ્વાગત કર્યુ હતું તથા સર એચ.એન. રિલાયન્સ હોસ્પિટલના ડીન અને ડો. ગુસ્તાદ દાવરને મફતમાં સભાગૃહ વાપરવા આપવા બદ્દલ આભાર વ્યકત કર્યો હતો.

હમબંદગી પછી એરવદ કૈઝાદ કરકરિયા દ્વારા કાર્યક્રમની શરૂઆત થઈ. દિનશા તંબોલીએ જણાવ્યું કે ‘આપણા સમુદાય માટે ગર્વ લેવાની વાત છે કે ભારત સરકારે દેશ માટેના પારસીના યોગદાનને સ્વીકારીને જીયો પારસી કાર્યક્રમની રજૂઆત કરી જેના પરિણામે છેલ્લા ત્રણ વર્ષમાં 124 બાળકોનો જન્મ થયો છે.

કાર્યક્રમમાં આવેલા લોકોને સંબોધતા વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુરએ જણાવ્યું કે ધાર્મિક ક્રિયાઓ કરતી વખતે ધ્યાનથી તથા આદરપૂર્વક કરવી જરૂરી છે તથા પ્રાર્થનાઓના ઉચ્ચાર સાચા તથા પઠણ પણ સરખી રીતે કરવું ખૂબ જરૂરી છે. કારણ આપણે આપણા રીત રિવાજો આપણા પૂર્વજો પાસેથી શીખેએ છીએ અને વારસામાં આપણા બાળકોને આપીએ છીએ.

એરવદ દાદાચાનજીએ વધુમાં જણાવ્યું હતું કે આપણા ધર્મગુરૂઓ જે આપણી શ્રધ્ધા, વિશ્ર્વાસ અને ભરોસાના ‘પિલરો’ જેવા છે. મોબેદી એ વ્યવસાય છે અને આપણે તેનો આદર કરવો જોઈએ. એરવદ ડો. રામિયાર કરંજીયાએ જણાવ્યું હતું કે પ્રાચીન ઈરાનમાં ધર્મગુરૂઓ સલાહ આપી રાજાઓને મદદ કરતા હતા. એક ધર્મગુરૂ જ આપણને ભારતમાં પણ લઈ આવ્યા હતા અને એક ધર્મગુરૂ દ્વારા જ અવેસ્તાનું રક્ષણ થયું હતું.  અહુરામઝદા પોતાની જાતને અથોરનાન તરીકે ઓળખાવતા હતા અને પ્રોફેટ ઝરથુસ્ત્ર પોતાની જાતને ધર્મગુરૂ તથા રાજા (શેરિયાર) કહેતા હતા. એરવદ કરંજીયાએ વધુમાં જણાવ્યું હતું કે ‘એરવદ’નો મતલબ શિક્ષક-ગુરૂ થાય છે એટલા માટે ધર્મગુરૂઓને બધીજ પ્રાર્થના તથા ધાર્મિક ક્રિયાઓ આવડવી જરૂરી છે. ધર્મગુરૂઓને પુસ્તકો વાંચવા, સ્કોલ તથા મદ્રેસાથી જ્ઞાન મેળવવા પ્રોત્સાહન આપવું જોઈએ.

એરવદ કરંજીયાએ ભાર મુકતા જણાવ્યું હતું કે શ્રેષ્ઠ સ્કોલર, શોધ કરનાર અને મનુસ્ક્રીપ્ટ લખનાર છેલ્લી શતાબ્દીના ધર્મગુઓ હતા.

વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, એરવદ ડો. રામિયાર કરંજીયા, એરવદ હોરમઝદ દાદાચાનજીનો આભાર માનવામાં આવ્યો હતો. ડો. શેરનાઝ કામા અને પર્લ મિસ્ત્રીએ જીયો મોબેદ અને 124 જરથોસ્તી બાળકો અને આપવામાં આવતી સગવડો માટે જણાવ્યું હતું. જાણીતા મનોચિકિત્સક ડો. યુસુફ મેચેસવાલા દ્વારા સંચાલિત બીજા સેગમેન્ટમાં, તણાવ વ્યવસ્થાપન અંગે ડો. ચાવડાની રજૂઆતથી શરૂ કરવામાં આવી અને જરૂરિયાતમંદો સાથે ધર્મગુરૂઓ કેવી રીતે વ્યવહાર કરી શકે અને તેમના વિચારની રીત બદલી શકે જે જણાવાયું. બિનાયફર સાહુકારે ‘ગુસ્સો વ્યવસ્થાપન’ સાથે વ્યવહાર કેમ કરવો તેની વિવિધ પધ્ધતિઓ જણાવી અને જેના દ્વારા આપણા ધર્મગુરૂઓ ગુસ્સાવાળા લોકોને શાંત અને સકારાત્મક બનવા માટે પ્રોત્સાહિત કેવી રીતે કરી શકે તે બાબત માહિતી આપી હતી.

Leave a Reply

*