અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે સુધરી ગયા છીએ નહીં ??

અમે પહેલા, શરદી થાય તો સૂંઠ, હળદર, અજમા, તુલસી ખાતા,

હવે, એન્ટિબાયોટીક ટીકડીઓ ખાઇએ છીએ!!!

અમે પહેલા, મચ્છરોથી બચવા મચ્છરદાનીમાં સૂતા,

હવે, જાત જાત ના કેમિકલ્સને શ્ર્વાસમાં ભરીએ છીએ!!!

અમે પહેલા, ઉનાળાની રાતે અગાશીમાં સૂતા,

હવે, એ.સી. રૂમમાં પૂરાઇ ને રહીએ છીએ!!!

અમે પહેલા, રાત પડે ને વાળુ પતે એટલે

પરિવારનાં બધા સભ્યો સાથે બેસી સુખ દુ:ખની વાતો કરતા, હવે,

અમે ફટાફટ ડીનર પતાવી મોબાઈલ-ટી.વી. સામે ખોડાઇ જઇએ છીએ!!!

અમે પહેલા, મિત્રોને દિલની વાતો કરી ને હળવા થતા,

હવે, ફેસબૂક-વોટ્સઅપ પર ‘મૂડ’ નથીનું સ્ટેટસ મુકીએ છીએ!!!

અમે પહેલા, સગા-સંબંધીઓ બેસવા આવે તો રાજી રાજી થતા,

હવે, આ ક્યાંથી આવ્યા કહીને નકલી હાસ્ય ફરકાવીએ છીએ!!!

અમે પહેલા લાગણીના માણસ હતા,

હવે, મોબાઇલના , ઇન્ટરનેટના, ટીવીના માણસ છીએ!!!

સાચ્ચે જ, અમે સુધરી ગયા છીએ નહીં??

Leave a Reply

*