આઈયુયુ 2017ની વિશેષતાઓ

ભારત અને વિશ્ર્વભરમાં પારસી / ઈરાની જરથોસ્તીઓ ઉદવાડામાં મેગા-સાંસ્કૃતિક ઉજવણીમાં હાજરી આપવા તૈયાર છે, ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ (આઇયુયુ),ના એક્સક્લૂસિવ મીડિયા પાર્ટનર, પારસી ટાઈમ્સ, આઇયુયુ-2017નો કાર્યક્રમ જે ડિસેમ્બર 23મીથી 25મી ડિસેમ્બર સુધી રજૂ થવાનો છે જેની વિશેષતા તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. ‘ઇરાનશાહ ઉદવાડા ઉત્સવ-2017’ માત્ર મેગા ઇવેન્ટ બનવાનો નથી, પણ વિશ્ર્વભરના 2000થી વધુ સમુદાયના સભ્યો પ્રતિનિધિઓ તરીકે રજીસ્ટર થયા છે, જે એક ખૂબ યાદગાર ઘટના છે. કાર્યક્રમની વિશેેષતાઓ:

દિવસ 1-ડિસેમ્બર 23, 2017:

બપોરે 3.40 કલાકે: ઈરાનશાહ આતશ બહેરામમાં ઉજીરન ગેહમાં હમા અંજુમનની માચી તથા ખુશાલીનું જશન કરવામાં આવશે.

સાંજે 5.30 અથવા 6.00 કલાક પછી: મુખ્ય મહેમાનો દ્વારા સન્માન અને પ્રવચન સહિત ગુજરાતના માનનીય મુખ્યમંત્રી અને લઘુમતી બાબતોના માનનીય મુખ્યમંત્રી, શ્રી મુખ્તાર અબ્બાસ નકવી જે જિયો પારસીની નવી ફિલ્મનું પ્રક્ષેપણ તથા ‘વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન કોંગ્રેસ-ઓસ્ટ્રેલિયા 2018’ ની રજૂઆત તથા બાન્દરાની બાય એએફ પીટીટ સ્કૂલની છોકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવશે.

દિવસ 2 – ડિસેમ્બર 24, 2017:

સવારે 10.30 કલાકે: સવારના કાર્યક્રમમાં હેરિટેજ વોક તથા ટ્રેઝર હન્ટ કરવામાં આવશે. (રજિસ્ટ્રેશન વેન્યુપર જ થશે). પેનલ ચર્ચા-‘જરથોસ્તી ધર્મને મોર્ડન સમયમાં કેવી રીતે સુસંગત કરી શકીએ?’ યઝદી કરંજીયા સાથે કોમેડી માટે સમય, ઈરાનના દસ્તુરજી મહેરાબાન ફિરૂઝગારી દ્વારા ધાર્મિક રજૂઆત, એરવદ સોલી દસ્તુર દ્વારા ધાર્મિક રજૂઆત, નોર્થ અમેરિકન મોબેદ કાઉન્સીલ (એનએએમસી) અને ફેડરેશન ઓફ ઝોરાસ્ટ્રિયન એસોસિએશન ઓફ નોર્થ અમેરિકા (ફેઝાના) દ્વારા કામ કરવાની રીત.

સાંજે 5.30 કલાક પછીના કાર્યક્રમો: ટેક્સટાઈલ્સ અને આઈએન્ડબીના માનનીય મંત્રી અને ચીફ ગેસ્ટ શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીનું સન્માન અને સ્પીચ. શિક્ષણ અને અન્ય યંગ અચિવર્સના ક્ષેત્રે ડાયના મારફતિયાનું સન્માન, એમઈજેએમટી ધર્મજ્ઞાન કલાસ, દાદરના બાળકો દ્વારા ધાર્મિક નાટક તથા સાંસ્કૃતિક કાર્યક્રમ.

દિવસ 3 – ડિસેમ્બર 25, 2017:

(બધા લોકો માટે કાર્યક્રમ ખુલ્લો છે. કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ લોકોએ  પરંપરાગત (વારસાગત) પોશાક પહેરી આવવા વિનંતી છે-ડગલી, ગારા, સાડી)

સવારે 10.30 અથવા 11.00 કલાકના કાર્યક્રમો: ભારતીય ભૂમિ પર પારસી ચમક. ડો. ફરોખ ઉદવાડિયાનું સન્માન, શ્રી પાલનજી શાપુરજી મિસ્ત્રીનું સન્માન, ભારતના વાઈસ પ્રેસિડન્ટ માનનીય ચિફ ગેસ્ટ શ્રી વૈકયા નાયડુનું સન્માન તથા પ્રવચન, આઈયુયુ કાર્યક્રમની બપોરના પારસી ગંભાર જમણની સાથે સમાપ્તી. (વહેલુ તે પહલુંના આધારે).

આઈયુયુ 2017ની વિશેષતા

ફિરદોશીના શાહનામાનું પ્રદર્શન

આઈયુયુ ‘ફિરદોશીના શાહનામા’ને યજમાન બનાવવા ઉત્સાહિત છે. સિલ્લુ મહેતા દ્વારા પ્રેરિત એક પ્રેરણાદાયી પ્રદર્શન. ફિરદોશીનું અમર મહાકાવ્ય, શાહનામાને ઈરાનના રાષ્ટ્રીય મહાકાવ્ય અને ‘પર્સિયન સાહિત્યમાં મુગટનું રત્ન અને ઈરાનીયન ઈતિહાસના 60,000  નિષ્ઠા અને શાણપણના મોતીઓથી બનાવેલો એક અમૂલ્ય ગળાનો હાર. શાણપણ, ફિલસૂફી, જ્ઞાન, રહસ્ય, સુંદરતા, કલા અને મૂલ્યો સાથે ઝગઝગતું, ઈરાનની જૂની ભવ્યતા અને વૈભવને પ્રતિબિંબિત કરે છે. પેશદાદીયન અને ક્યાનિયન રાજવંશોના પસંદ કરેલા એપિસોડ્સમાંથી અને ઈરાનની ભાષા અને ઈતિહાસ પરની તેની અસર, હસ્તાક્ષરિત 3ડી મોડલ, પેઇન્ટિંગ્સ અને લેખનનો ઉપયોગ કરીને, પ્રદર્શન મહાકાવ્યનું મહત્વ દર્શાવે છે. આઈયુયુમાં 23 થી 25 ડિસેમ્બર 2017 સુધી મિરઝા હોલ, મિરઝા સ્ટ્રીટ, ઉદવાડામાં સવારે 10 કલાકથી સાંજે 7.00 કલાક સુધી દર્શાવવામાં આવશે.

ખાસ નોંધ:

** આઈયુયુ માટે પ્રવેશ માત્ર રજીસ્ટર ભાગીદારો માટે છે. આ ઇવેન્ટ માટે નોંધણીકરણ 15 ડિસેમ્બર, 2017 સુધી રૂ. માથા દીઠ 3,000/- 16 મી ડિસેમ્બરથી રજિસ્ટ્રેશન રૂ. 5,000 / –

** તમામ રજિસ્ટર્ડ સભ્યોએ રસીદ મેળવી હશે જે 23 ડિસેમ્બર, 2017 ના રોજ ઉદવાડા ખાતે લઇ જવી જરૂરી છે. રસીદ સોંપવા પર, રજિસ્ટર્ડ સભ્યને 12 વાગ્યાથી આઇડી કાર્ડ આપવામાં આવશે. કાર્યક્રમના સ્થળે કાર્યક્રમમાં પ્રવેશથી લઈ આખો સમય આઈડી કાર્ડ પહેરવો જરૂરી રહેશે.

** ભોજન કૂપન્સ (4 નંબર): બેઠક તમારી પસંદની મળશે વહેલુ તે પહેલુના આધારે. (દા.ત. પ્રથમ બેઠક; બીજી બેઠક; ત્રીજી બેઠક). તમારે એકજ સમયે તમારી કુપન ભેગી કરવાની રહેશે અને બેઠકની ગોઠવણ પ્રમાણે જ બેસવાનું રહેશે.

Leave a Reply

*