આતશ બહેરામ સ્થાપવાના 16 આતશો

આતશ – બહેરામ આદર ફરા

1) આતશ આતરેમ નસુ પાકેમ મુર્દેહસુઝ – નસા બાબતનો આતશ

2) આતશ આતરેમ ઓરોઝદે પાકેમ રંગરેજ – કચરા, નજીસાઈ બાબતોનો આતશ

3) આતશ આતરેમ શહેરીઅદ હચ હમામખાને – પાદશાહ રાજા હાકેમનો

4) આતશ આતરેમ ખુમ્બદહદ જેમને પચેકાન – કુંભારનો આતશ

5) આતશ આતરેમ ખુમ્બદહચ યામો પચેકાન – ખેશ્તગર, ઈંટ પકાવવાની ભઠ્ઠીનો આતશ

6) આતશ આતરેમ એનીહબદહચ પરો બેરેજયાન – આતશ કંસારાનો અથવા, ફકીરને, પિત્તળ વગેરે મિશ્રિત ધાતુનો

7) આતશ આતરેમ પેશરદહચ ઝરન્યો શેવાદ – ઝરગર સોનીને ત્યાંની ભઠ્ઠીનો આતશ

8) આતશ આતરેમ પેશરદહચ એરેજતો શેપાદ – સીમગર રૂપાનાં ઘરેણા યા ટંકશાળની ભઠ્ઠીનો આતશ

9) આતશ આતરેમ પેશરદહચ અયોશેપાદ – આહનગર, લુહારનો ભઠ્ઠીનો આતશ

10) આતશ આતરેમ પેશનુરદહચ હુઓસક્રનામ શેપાદ – પોલાદના હથિયાર બનાવવાની ભઠ્ઠીનો આતશ

11) આતશ આતરેમ તનુરદહચ તનુર – ભઠિયારાખાનાનો ભઠ્ઠીનો આતશ

12) આતશ આતરેમ દિશતદહચ – કોલ જંગલનો બળતા ઢગનો આતશ

13) આતશ આતરેમ ઓન્યદહચ તખરીઆન – પાદશાહના પાસબાનોનો આતશ, કલાઈ પીગળવાની ભઠ્ઠીનો આતશ

14) આતશ આતરેમ પંથદહચ રાતોરોખીઆદ – ઉંટની વણજારનો, ગોવાળ્યાની ભઠ્ઠીનો આતશ

15) આતશ આતરેમ સકેરીઆતહચ – લશ્કરની છાવણીનો આતશ

16) આતશ આતરેમ નિજદેશ્તાદહચ – નજદીકના માઝદયસ્નીનાં રહેવાસીઓ, દીનાદાર જરથોસ્તીનાં ઘરનો આતશ.

About ફ્રેની કેકી ભરૂચા

Leave a Reply

*