ઈરાનશા ઉદવાડા ઉત્સવ- 2017

‘પારસી સમુદાયના સભ્યો માત્ર બિઝનેસ અને એન્ટરપ્રાઈઝમાં જ નહીં પરંતુ અણુ ઊર્જા, ઉદ્યોગ, સંરક્ષણ સેવાઓ, શિક્ષણ, આરોગ્ય સંભાળ અને કાનૂની વ્યવસાય જેવા વિવિધ ક્ષેત્રોમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. પારસી સમુદાયે રાષ્ટ્ર નિર્માણમાં પ્રચંડ યોગદાન આપ્યું છે અને તેની સંસ્કૃતિ, નેતૃત્વ, સંગઠન અને સમાજને સમર્પણ કરીને આપણા રાષ્ટ્રીય જીવનને સમૃદ્ધ કર્યું છે. હું આયોજકો, સહભાગીઓ અને પારસી સમુદાયોના સભ્યોને મારી શુભેચ્છાઓ પ્રગટ કરૂં છું. હું ઇરાન શાહ ઉદવાડા ઉત્સવ 2017ની દરેક સફળતા ઇચ્છું છું.’

– શ્રી રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ, ભારત

‘ઉદવાડા, બધા જરથોસ્તીઓના હૃદયમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે, તેમનું ધાર્મિક પ્રતિક આતશ જે સમુદાયને એકસાથે રાખે છે. ઉદવાડા એક પવિત્ર અને ધાર્મિક સ્થાન છે અને વિશ્ર્વભરના સમુદાયના લોકો આ પ્રકારના સૌથી મોટા સાંસ્કૃતિક કાર્યક્રમમાં આવવાનું પસંદ કરશે. આ કાર્યક્રમથી યુવાન સભ્યો જે પોતાના મૂળ અને પરંપરાઓને વધારે સારી રીતે જાણી તેની પ્રશંસા કરી શકે તેવો પ્રસંગ છે. બધા સહભાગીઓ માટે એક ખુશી અને ભુલાય નહીં તેવા તહેવાર માટે શ્રેષ્ઠ શુભેચ્છાઓ. આ પ્રસંગે સ્મૃતિચિહ્ન બહાર પડવા માટે શ્રેષ્ઠ શુભકામનાઓ.’

– શ્રી નરેન્દ્ર મોદી, ભારતના વડા પ્રધાન

‘શ્રીજી પાક ઈરાનશાહ પારસી સમુદાયના ભૂતકાળ અને હાલના સમય વચ્ચેની કડી છે. તે અમારા પ્રસિદ્ધ વડવાઓના ધાર્મિક ગૌરવ અને યુવાન પેઢી માટે પ્રેરણાના સાક્ષી છે. મારી આશા છે કે આઇયુયુ વિશ્ર્વભરમાંથી જરથોસ્તીઓને એકસાથે લાવે છે, જેથી તેમના વિચારો પરસ્પર વહેચાય અને સમુદાયના સંબંધો અને પારિવારિકતા આપણામાં વિકાસ પામે. યુવાનોને ઉદવાડા અને ‘ઇરાનશાહ’ બંને સાથે જોડાવું જોઈએ અને જરથોસ્તીઓએ ઉદવાડા અને ઇરાનશાહની મુલાકાત લેવી જોઈએ જ્યાં તેઓ ‘અહુરામઝદા’ સાથે પોતાની જાતને જોડાવાની અભિવ્યક્તિ અનુભવે છે. પ્રામાણિકતા, સમૃદ્ધિ, પ્રતિષ્ઠા અને સુખનો પ્રકાશ આપણા સમુદાયમાં સદાકાળ રહેે! હું તેમની સેવામાં રહીશ.

– વડા દુસ્તુરજી ખુરશેદ કે. દસ્તુર, ‘ઈરાનશા’ના વડા દસ્તુરજી, પારસી-સભ્ય,નેશનલ કમિશન ફોર માઈનોરિટીસ, ભારત સરકાર

‘હું ખૂબ જ ખુશ છું કે જરથોસ્તી સમુદાય ફરી એકવાર 23, 24 અને 25મી ડિસેમ્બર, 2017ના રોજ ઈરાનશા ઉદવાડા ઉત્સવની ઉજવણી કરવા માટે સજ્જ થયું છે. સદનસીબે હું પારસી સમુદાયની ઘણી અદભુત માહિતીની જાણકાર છું.  સામાન્ય રીતે ઉદવાડાના વિકાસને ધ્યાનમાં રાખીને ઈરાનશાની પવિત્રતાને ક્યારેય પણ કોઈ અસર નહીં થાય તે ધ્યાનમાં રાખીને, હું ઉદવાડા આસપાસ થતી ગતિવિધિ તથા વિવિધ સરકારી યોજનાઓમાં સક્રિય રસ લઉ છું. મને ખાતરી છે કે આઇયુયુ 2017એ એક અદ્દભુત અને ખૂબ જ સફળ પ્રસંગ હશે જ્યારે દુનિયાના ઘણા ભાગોમાંથી સમુદાયના લોકો ભેગા થશે, જ્યાં જૂની મિત્રતાનું ફરી નવિનીકરણ  કરી નવા સંબંધો બનાવવામાં આવશે. હું પારસી સમુદાયને મારી અત્યંત શ્રેષ્ઠ શુભેચ્છાઓ મોકલી રહી છું.’

– શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની, ટેક્સટાઈલ્સ અને માહિતી પ્રસારણ મંત્રી, ભારત સરકાર

Leave a Reply

*