મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા
જયેશ એમ. ગોસ્વામી
.
ARIES | મેષ: અ.લ.ઈ.
તમારે આજ અને કાલનો દિવસ જ ગુરૂની દિનદશા પસાર કરવાનો બાકી છે. તેથી બે દિવસમાં ઘરવાળાને જરાબી દુ:ખી કરતા નહી. બાકી 25મીથી રાહુની દિનદશા તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. તમારી તબિયત સારી નહીં રહે પણ ઘરવાળાની સેવા તમારે કરવાની છે તે વાતને ભુલતા નહીં. રાહુ તમારા ખર્ચાઓને ડબલ કરી દેશે. દવા માટે ધનનો વધુ ખર્ચ થશે. રોજના ભણતરની સાથે ‘મહાબોખ્તારની આએશ’ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Jupiter’s rules over you for today and tomorrow brings happiness to family members. From the 25th, Rahu’s rule could get stressful. Take care of family members but do not neglect your health. Your expenses might increase, especially your medical expenses. Pray “maha Bakhatar Nyaish’ every day along with your daily prayers.
Lucky Dates: 23, 24, 25, 26
.
TAURUS | વૃષભ: બ.વ.ઉ.
22મી જાન્યુઆરી સુધી ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમને સોસિયલ કામ કરવામાં આનંદ આવશે. ગુરૂની કૃપાથી ઈન્વીઝીબલ હેલ્પ મળતી રહેશે. ઘરવાળા કે બહારવાળાના દીલ પ્યારથી જીતી લેશો. જયાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત વધી જશે. ગુરૂની કૃપાથી મનને આનંદ આપે તેવા સમાચાર મળશે. ધન મેળવશો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલશો નહીં.
શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.
Jupiter’s rule till 22nd January brings in socialising. You will receive anonymous help. You will please your family members and outsiders. People will respect you at your workplace. Good news awaits you! You will earn more wealth. Pray ‘Srosh Yahst’ every day without fail.
Lucky Dates: 24, 25, 26, 27
.
GEMINI | મિથુન: ક.છ.ઘ.
પહેલા ત્રણ દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. લાલચ કે લોભમાં આવતા નહીં. 26મીથી ગુરૂની દિનદશા તમને ધીરે ધીરે ભરપુર સુખ આપશે. ત્રણ દિવસમાં માંદગી નહીં આવે તેની ખાસ સંભાળ રાખજો. ઉતરતી શનિની દિનદશા કોઈ સાથેના સંબંધની સાથે તબિયત પણ બગાડી નાખશે. ખોટા વિચારોથી દૂર રહેજો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ સાથે ‘સરોશ યશ્ત’ પણ ભણજો.
શુકનવંતી તા. 25, 27, 28, 29 છે.
Saturn rules you for the next three days, so don’t give in to temptations. From the 26th, Jupiter’s rule eases your life. Take special care of your health for the first three days. Avoid arguments. Be positive. Pray ‘Moti Haptan Yasht’ and Srosh Yasht’ everyday.
Lucky Dates: 25, 27, 28, 29
CANCER | કર્ક: ડ.હ.
24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે નાના કામમાં હૈરાન પરેશાન થઈ જશો. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવશે. તમારી નાની ભૂલ બીજાને પહાડ જેવી લાગશે. શનિ તમારા વડીલવર્ગની તબિયતને અચાનક બગાડી નાખશે તે માટે બેદરકાર રહેતા નહીં. જયાં કામ કરતા હશો ત્યાં રોજના કામ પુરા કરતા નાકે દમ આવી જશે. ખોટા વિચારોથી પરેશાન ન થવું હોય તો ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 26, 28 છે.
Saturn rules you till 24th January. Avoid getting stressed. Financially things may not go well. Small errors might be perceived as grave mistakes. Take care of your family’s health and focus on your job. To stay positive, pray ‘Moti Haptan Yasht’.
Lucky Dates: 23, 24, 26, 28
LEO | સિંહ: મ.ટ.
18મી જાન્યુઆરી સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારા દરેક કામ તમે બુધ્ધિ વાપરીને કરી શકશો. જે પણ કમાશો તેમાંથી થોડીગણી રકમ બચાવીને સારી જગ્યાએ રોકાણ કરી શકશો. બુધની કૃપાથી તમને નાણાકીય ફાયદો થઈને રહેશે. જૂના કામ પર ધ્યાન આપી શકશો. જો તમે નવા કામ શોધતા હશો તો તેમાં તમને ફત્તેહ મળશે. લેતી-દેતીના કામ સારી રીતે કરી શકશો. મિત્રોથી ફાયદો મળતો રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 24, 25, 26 છે.
Mercury rules you till 18th January and hence you will complete all your tasks intelligently. Save and invest in the right place. Financial profits indicated. Focus on the task at hand. You will find success in new ventures. Financial transactions will be smooth. Your friend will prove beneficial. Pray ‘Meher Nyaish’ everyday.
Lucky Dates: 23, 24, 25, 26
.
VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.
આજનો દિવસ જ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી કોઈપણ જાતનું રિસ્ક લેવાની ભુલ કરતા નહીં. વાહન ચલાવતા હો તો એવોઈડ કરજો. કાલથી બુધની દિનદશા 58 દિવસ સુધી ચાલશે. બુધ તમારા અટકેલા કામ ફરી ચાલુ કરાવી આપશે અને મગજને શાંત કરી નાખશે. આજથી ‘મહેર નીઆએશ ભણજો.’
શુકનવંતી તા. 26, 27, 28, 29 છે.
Mars rules you today so avoid taking risks like driving. Tomorrow onwards, Mercury rules you for 58 days, helping your restart pending assignments. Keep calm. Pray ‘Meher Nyaish’ every day.
Lucky Dates:26, 27, 28, 29
LIBRA | તુલા: ર.ત.
26મી સુધી સુખ શાંતિમાં દિવસ પસાર કરવાના બાકી છે. મનને શાંત રાખીને ઘરવાળાના કામ પહેલા કરજો. 26મીથી મંગળની દિનદશા 22મી જાન્યુઆરી સુધી તમારા સ્વભાવમાં ચેન્જીસ લાવી દેશે. તમે સ્વભાવે ચિડીયા થઈ જશો. બચાવેલ ધનનો ખર્ચ કરવો પડશે. મંગળ તમારા રોજબરોજના કામમાં મુશ્કેલી ઉભી કરશે. તમારા સીધા કામ પણ સરળ રીતે નહીં કરી શકો. દરરોજ ‘તીર યશ્ત’ ભણજો.
શુકનવંતી તા. 22, 27, 28, 29 છે.
Peaceful days ahead until the 26th. Keep calm and complete all tasks pertaining to family. From the 26th, Mars’ rules till 22nd January calls for you to avoid getting irritated. Expenses might increase. There might be obstacles in your daily work. Focus on the tasks at hand. Pray ‘Tir Yasht’ everyday.
Lucky Dates: 22, 27, 28, 29
SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.
24મી જાન્યુઆરી સુધી ચંદ્રની શીતળ છાયા તમારા ઉપર રહેવાથી તમારા કરેલ કામમાં સેલ્ફકોન્ફીડન્સ વધી જશે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મેળવીને રહેશો. ચંદ્રની કૃપાથી ગામ-પરગામ જવામાં કોઈ મુશ્કેલી નહીં આવે. મનને આનંદ આપે તેવા સારા સમાચાર મળવાના ચાન્સ છે. તમારી તબિયતમાં સારો સુધારો જણાશે. જે પણ કામ કરશો તેમાં સફળતા મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 22, 23, 25, 26 છે.
Moon rules over you till 24th January, increasing your self-confidence. People will respect you at your workplace. Travel is indicated. You will get to hear good news. Health looks good. You will be successful in all your endeavours. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.
Lucky Dates: 22, 23, 25, 26
SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.
5મી જાન્યુઆરી સુધી સુર્યની દિનદશા ચાલશે તેથી શેર માર્કેટનું કામ કરવાની ભુલ કરતા નહીં. જો સરકારી કામમાં હો તો ધ્યાનથી કરજો એક નાની ભુલ તમને લાંબા સમય સુધી પરેશાન કરશે. તમારૂં સાચુ કહેવાનું બીજાને કડવું ઝેર જેવું લાગશે. કોઈને પણ સલાહ આપવાની ભુલ કરતા નહીં. ઉધાર આપેલા નાણા પાછા નહીં મળે. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.
શુકનવંતી તા. 23, 24, 27, 29 છે.
With the Sun ruling you till 5th Januray, avoid share market deals. Be very careful when dealing with government related work; be careful to not make mistakes. Your honesty may not go down well with others. Do not give advice or lend money. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.
Lucky Dates: 23, 24, 27, 29
.
CAPRICORN | મકર: ખ.જ.
14મી જાન્યુઆરી સુધી જેટલા મોજ શોખ કરવાના હોય તેટલા કરી લેજોે. તમારા મનપસંદની વસ્તુ લેવામાં મુશ્કેલી નહીં આવે. શુક્ર તમને કોર્ટ-કચેરીના કામકાજમાં મુશ્કેલી નહીં આવવા દે. શુક્રની કૃપાથી સારૂં કામ કરી બીજાનું દીલ જીતી લેશો. નાણાકીય સ્થિતિ સારી રહેવાથી ખર્ચ કરવામાં કસર નહીં કરો. અચાનક ધનલાભ મળતા રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 23, 27, 28, 29 છે.
You will enjoy to the fullest till 14th January. You will buy all that you desire. Government and legal matters will move smoothly. By helping others you will win their hearts. A good week financially. Surprise profits indicated. Pray to ‘Behram Yazad’ every day.
Lucky Dates: 23, 27, 28, 29
.
AQUARIUS | કુંભ: ગ.શ.સ.
તમને લાંબો સમય ચાલે તેવા શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી ફેબ્રુઆરી સુધી ગામ-પરગામ જવાના ચાન્સ વધી જશે. શુક્રની કૃપાથી ઓપોઝિટ સેકસની સાથે સારા સારી રહેશે. તમે તમારા મનની વાત કહેવામાં સંકોચ નહીં રાખો. શુક્રની કૃપાથી તમારા કામ તમે વીજળીવેગે પુરા કરવામાં સફળ થશો. ખર્ચની સાથે થોડીગણી બચત કરવાનું શીખી જશો. મિત્રોની સલાહ કામમાં આવશે. તમે રોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.
શુકનવંતી તા. 24, 25, 27, 28 છે.
With Venus ruling over you till 14th February you will get to travel. Associations with the opposite gender will be good. Speak your heart out. You will complete all your tasks at lightning speed. Ensure you save money. Heed your friends’ advice. Pray to ‘Behram Yazad’ everyday.
Lucky Dates: 24, 25, 27, 28
PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.
5મી જાન્યુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા વિચારોમાં અટવાયેલા રહેશો. નેગેટીવ વિચાર આવશે. રાતની ઉંઘ ઓછી થઈ જશે. લેણદાર તમારા દિવસની ભૂખ ઉડાવી દેશે. કામકાજ બરાબર નહીં કરી શકો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર નહીં મળે. પૈસાનો ખર્ચ વધુ થવાથી પરેશાન થશો. રોજના કામ સમય પર પૂરા કરવામાં મુશ્કેલી આવશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો રોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.
શુકનવંતી તા. 23, 26, 28, 29 છે.
Rahu rules you till 5th January. Be positive. Pay back your debts. Work Hard. Do not worry if your family members are not supportive or if expenses increase. Focus on completing routine tasks on time. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.
Lucky Dates: 23, 26, 28, 29
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024