શેહેરેવર પારસી કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય અધિપત્ય’ નું પ્રતિનિધિત્વ કરે છે. અમેશા સ્પેનતા ધાતુ અને ખનીજોની અધ્યક્ષતા કરે છે અને શહેરેવરના મુખ્ય ગુણો છે તાકાત અને શક્તિ. શહેરેવર અહુરામઝદાની ઈચ્છનીય અધિપત્યનું પ્રતિનિધિત્વ આ દુનિયામાં લાવવા આ બન્ને ગુણોનો ઉપયાગ કરે છે.
પ્રમાણિક તથા સારા કાર્ય કરનાર દરેક જરથોસ્તી શહેરેવરને યુધ્ધમાં ઉપયોગ થતો રક્ષક ટોપો, ભાલો અને ઢાલ ધારણ કરનારને કલ્પના કરેલ ચિત્ર મારફતે પોતાના રોલ મોડલ તરીકે જુએ છે. શક્તિવગરના લોકો દ્વારા શાંતિનો ઉપયોગ કરી શકાતો નથી તેમજ હિંસા નબળા દ્વારા અંકુશમાં રાખી શકાતી નથી તેથી તાકાત અને શક્તિ જરથોસ્તીઓની નજરે ધાર્મિક રીતે ન્યાયી દ્રષ્ટિકોણથી હકારાત્મક છે.
ક્ષ્થ્ર વરિયાનો મતલબ ધામિર્ક શક્તિ અને શાંતિને સ્થાયી કરવા માટે શક્તિનું પ્રતિનિધિત્વ કરવું. વોહુ ક્ષ્થ્ર ગાથા સારા કાર્યો કરવાની શક્તિ દર્શાવે છે તે કહે છે: ‘તે વ્યક્તિ, જે આશાના કાયદા દ્વારા પૂજાના કાર્ય તરીકે તેમના તમામ કાર્યો કરે છે, અહુરા મઝદા દ્વારા શ્રેષ્ઠ માનવામાં આવે છે. જે લોકો ભૂતકાળમાં હતા અને હાલમાં જે હાજર છે, હું તેમને આદરભાવથી, નામથી યાદ કરૂં છું, અને પ્રામાણિક કાર્યો દ્વારા તેમના ઉચ્ચ પદ સુધી પહોંચવાનો પ્રયાસ કરીશ.’ ગાથા સંબંધિત યસ્ના 51 જેમાં જરથુષ્ટ્રે સ્પષ્ટતા કરી છે કે શ્રેષ્ઠતા પૂજાના કાર્યો તરીકે કરવામાં આવતા ધાર્મિક કાર્યો દ્વારા જ આવે છે. આ રીતે ધાર્મિક ક્રિયાઓ પૂજાના શ્રેષ્ઠ સ્વરૂપ છે અને આવા કાર્યો તાકાત અને સશક્તિકરણને ભેગુ કરે છે.
શહેરેવર માટે પહલવી શબ્દ છે ‘શ્રેષ્ઠ નિયમ’ જે દિવ્ય તાકાત ન્યાયી શક્તિ સાથે આવે છે. શહેનશાહો અને ઇરાનના પ્રાચીન રાજાઓ આ દિવ્યતા દ્વારા પ્રેરણા લેતા હતા અને ન્યાય અને સમાનતાના સિદ્ધાંતો પર શાસન કરતા હતા. સાયરસ જેવા રાજા અને પુરોનદોખ્ત જેવી રાણી તેમના શ્રેષ્ઠ ઉદાહરણો છે. નબળા શરીર અથવા નબળા મન દ્વારા દુષ્ટાતો વિરોધ કરી શકાતો નથી. તેથી અનૈતિકતા અને નબળાઈને જરથોસ્તીઓના દ્રષ્ટિકોણથી દુષ્ટતાના દુ:ખ તરીકે જોવામાં આવે છે. પારસી ધર્મશાસ્ત્રમાં અહુરા મઝદાના વિશ્ર્વમાં ક્ષ્થ્ર વરિયાનું વિશાળ આદીરૂપ (કોસ્મીક પ્રોટોટાઈપ) છે દાખલા તરીકે સ્વર્ગ જે શાંતિપૂર્ણ અને માત્ર તાકાત અને ન્યાયી શક્તિનો ઉપયોગ કરનારા રાજાઓ દ્વારા શાસિત હશે.
માનવ શરીરને સ્વસ્થ અને મજબૂત રહેવા માટે, વિવિધ જથ્થામાં વિવિધ ધાતુઓ અને ખનિજોની જરૂર હોય છે. દાખલા તરીકે, લોહની અછતથી આપણે નબળા પડી શકીયે છીએ જ્યારે કેલ્શિયમની અછતથી હાડકા નબળા પડી જાય છે. શાહનામે અથવા બુક ઓફ
કીંગ્સ મુજબ, તે શાહ જમશેદ હતા જેમણે પેશદાદીયન રાજવંશ દરમિયાન ધાતુઓનો ઉપયોગ શોધી કાઢ્યો હતો તે સમયમાં સોના અને ચાંદીનો વ્યાપકપણે ઉપયોગ કરવામાં આવતો હતો અને ગ્રીક ઇતિહાસકારોએ લખ્યું હતું કે આંતરિક મોટાભાગના શહેરમાં (આધુનિક હમાદાન) ઘરોની છત સોના અને ચાંદીથી ટાઇલ કરવામાં આવતી હતી.
પહલવી પુસ્તકમાં જરથુષ્ટ્રનામે નામની એક પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે અહુરા મઝદાના દૈવી સાક્ષાત્કાર પ્રાપ્ત થયા પછી, જ્યારે જરથુષ્ટ્ર દ્વારા અમેશા સ્પેન્તાને સલાહ આપવામાં આવી ત્યારે કહેવામાં આવ્યું કે ધાતુઓનો સમજી વિચારીને ઉપયોગ કરવો. ધાતુઓનો ઉપયોગ શાંતિ અને પ્રગતિ માટે કરવો. હિંસાવાદ માટે ધાતુઓનો ઉપયોગ કરવો નહીં.
પરંપરાગત રીતે પ્રાચીન ઈરાનના જરથોસ્તીઓ આતશને સળગાવી અને ગાથા, ખાસ કરીને યસ્ના 51નું વાંચન કરી શહેરેવર પરબની ઉજવણી કરતા હતા. સાથે સાથે તેઓ ચેરિટી કરી નબળાઓને મદદ પણ કરતા હતા. જ્યારે ધર્મગુરૂઓ બાજ અર્પણ કરતા હતા ત્યારે ધાર્મિક ક્રિયા દરમ્યાન ધાતુના સળિયા વાપરતા હતા અને મોટી ધાર્મિક ક્રિયા કરતી વખતે ધાતુના કરસિયામાં પાણી સાચવતા હતા.
ઘણા માને છે કે સાયરસ ધ ગ્રેટ રોજ શહેરેવર, માહ શહેરેવરને દિને જન્મયા હતા (પરંતુ ઐતિહાસિક રીતે સાબિત થતું નથી) પરંતુ તે સમયના કેલેન્ડર મુજબ સાબિત થતું નથી. આજે ઈરાનીઓ (જરથોસ્તીઓ અને મુસ્લિમો બંને) સાયરસને પિતાના રૂપમાં જોય છે અને શહેરેવરના ચોથા દિવસને ‘ફાધર્સ ડે’ તરીકે ઉજવે છે. ભારતના પારસીઓ અફરગન્યુ અથવા વાઝમાં પવિત્ર આતશને સ્થાન આપે છે. પવિત્ર અગ્નિને ‘આતશ પાદશાહ’ તરીકે ઓળખવામાં આવે છે અને તેમને શહેરેવરની શક્તિના પ્રતિકરૂપે ધાતુના અફરગન્યુમાં બેસાડવામાં આવ્યા છે.
- Significance Of The Cross In Diverse Cultures – II - 7 December2024
- Significance Of The Cross In Diverse Cultures – I - 30 November2024
- The Feast Of Tirgan - 23 November2024