હયુજીસ રોડની વાચ્છાગાંધી અગિયારીની 161મી સાલગ્રેહની ઉજવણી

તા. 31મી ડિસેમ્બર, સરોષ રોજના દિવસે વાચ્છા ગાંધી અગિયારીની સાલગ્રેહનો શુભ પ્રસંગ ઉજવાયો હતો.

સવારે હાવનગેહમાં માચી બાદ 9.30 કલાકે ટ્રસ્ટી સાહેબો તરફથી શુક્રગુજારીના જશનની ક્રિયા પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાન્જી અને બેટા હોરમઝદની આગેવાની હેઠળ 11 મોબેદોની હમશરીકીથી થયું હતું. ઘણી સારી સંખ્યામાં હમદીનો અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. જશનબાદ સર્વેએ હમ-બદંગી કરી હતી.

સાંજે 5.00 વાગે અગિયારીના સ્ટાફ તરફથી જશનની ક્રિયા બેટાઓ મારેસ્પંદ અને હોરમઝદની આગેવાની હેઠળ થઈ હતી. સઘળા હાજર રહેલા હમદીનો સાથે હમ-બંદગી થઈ હતી.

સાંજે 6.00 વાગે જાણીતા સ્કોલર ધર્મઅભ્યાસી અને પારસી પંચાયતના માનવંત ટ્રસ્ટી સાહેબ ભાઈજી નોશેરવાન હો. દાદરાવાલા સાહેબે હાજર રહેલા હમદીનો સમક્ષ ઘણુ સુંદર અભ્યાસપૂર્વત ભાષણ આપ્યું હતું. તેમાં એમણે દાદર અહુરમઝદ, અમેસાસ્પંદ, યઝદો વિશે, જરથુસ્ત્ર સાહેબ વિશે જશનની ક્રિયા વિશે અથોરનાન ટોળા વિશે તેમજ આતશ પાદશાહોના વિષયો ઉપર જાણકારી ભર્યુ ભાષણ આપી સર્વેને ધર્મની બાબદમાં ખુલાસાવાર સમજણો આપી હતી ભાષણબાદ સવાલ જવાબોની સેશન ચલાવી, સર્વે હમદીનોના સંતોષ પૂર્વક જવાબો આપી સર્વેના દીલ જીતી લીધા હતા.

પંથકી અસ્ફંદીયાર રૂ. દાદાચાનજીએ ભાઈ નોશેરવાન હો. દાદરાવાલાનો હાર્દિક આભાર માની શાલ ફૂલહારથી બહુમાન કર્યુ હતું.

સાલગ્રેહ પ્રસંગે અગિયારીના મકાનને સુંદર રીતે ચોક, તોરણો, હારોથી લાઈટો કરી શણગારવામાં આવ્યું હતું.

Leave a Reply

*