Your Moonsign Janam Rashi This Week –
06 January, 2018 – 12 January, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

રાહુની દિનદશાને લીધે ચારે બાજુથી ઘેરાય ગયા હશો. કામમાં જશ નહીં મળે તે ધ્યાનમાં રાખજો. કેટલો પણ ખર્ચ કરશો તો તમને સંતોષ નહીં મળે. તબિયતમા કોન્સ્ટીપેશન કે માથાના દુખાવાથી પરેશાન થશો. તમારાથી નાની વ્યક્તિ તમને શીખામણ આપી જતી રહેશે. આવકના ઠેકાણા નહીં રહે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણવાનું ભુલશો નહીં.

શુકનવંતી તા.6, 7, 10, 11 છે.

Rahu’s rule calls for you to work harder. Lavish spending will not satiate you. Take care of your health. Someone younger may give you good advice. Use your income wisely. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 6, 7, 10, 11

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

22મી જાન્યુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમને ચેરીટી કે ધર્મના કામ કરવાથી વધુ શાંતિ મળશે. તમારા કામમાં નાણાકીય ફાયદો થતો રહેશે. લાંબા સમયનું રોકાણ કરવાથી નુકસાનીમાં નહીં આવો. જૂના કામ પર ધ્યાન આપવાથી માન-ઈજ્જત મળશે. ફેમિલી મેમ્બરની પસંદગીની ચીજવસ્તુ લેવામાં જરાબી કસર કરતા નહીં. ઘરવાળા તમારા કામથી રાજી થઈ જશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Jupiter rules you till 22nd January. Indulge in charity and religious work for peace. Financial profits indicated. People will respect you at the workplace. Do not hesitate to buy things for family members, as they will be extremely supportive. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 8, 9, 10, 11

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફ્રેબુઆરી સુધી ગુરૂ જેવા ગ્રહની દિનદશા ચાલશે તેથી તમે તમારા કામમાં ફત્તેહના ડંકા વગાડીને રહેશો. તમે કરકસર કરવાનું શીખી જશો. ગુરૂની કૃપાથી જ્યાં જરૂરત હશે ત્યાં ખર્ચ કરી શકશો. મિત્રો તરફથી લાભ મળવાના ચાન્સ છે. જ્યાં કામ કરતા હશો ત્યાં માન-ઈજ્જત મેળવી શકશો. નવા કામ મળી શકશે. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 6, 7, 9, 11 છે.

Jupiter rules you till 21st February, bringing you success in your endeavours. Spend wisely. Friends will be helpful. People will respect you at work. A new job is possible. Pray ‘Srosh Yasht’ every day without fail.

Lucky Dates: 6, 7, 9, 11


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

24મી જાન્યુઆરી સુધી શનિની દિનદશા ચાલશે તેથી નાની બાબતમાં પણ સફળતા નહીં મળે. શનિ તમને આળસુ બનાવી દેશે. તમારા કામ સમય પર પૂરા નહીં કરી શકો. રોજ બરોજના કામમાં મુશ્કેલી આવશે. તબિયતની ખાસ સંભાળ લેજો. સાંધાના દુખાવા સાથે તાવ, શરદી, ખાસીથી પણ પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 11 છે.

Saturn rules you till 24th January, so focus on working hard without thinking of rewards. Try to complete your tasks in time. There could be concerns in your routine work. Take care of your health. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 8, 9, 10, 11


LEO | સિંહ: મ.ટ.

05Leo

બુધ જેવા ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે બુધ્ધિ વાપરી તમારા કામ કરી શકશો. આવકમાંથી બચત અવશ્ય કરી શકશો. કામકાજમાં બીજાના દિલ જીતી લેશો. નાણાકીય મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. જે પણ પ્લાન બનાવો તે લાંબા સમય માટે બનાવી શકશો. ભાગીદારીના કામમાં સફળતા મળશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 6, 7, 10, 12 છે.

Mercury rules over you, helping you accomplish your tasks wisely. Make sure to save. You will win over people at your workplace. You will find a way out of financial difficulties. Make long term plans. Starting a partnership venture will be profitable. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 6, 7, 10, 12

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમને નાની મોટી મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. તમે સારા અને સાચા સલાહકાર બનીને બીજાના મદદગાર થશો. બુધની કૃપાથી મનને આનંદ મળે તેવા સમાચાર મળશે. નાણાકીય બાબતમાં તમે તમારી બુધ્ધિ પ્રમાણે ધન કમાઈ લેશો. કોઈ પણ જાતની મુસીબતમાં બુધ્ધિ વાપરી બહાર નીકળી શકશો. નવા કામ કરવામાં હાલમાં સમય સારો છે. મનગમતી વ્યક્તિ મળી રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 8, 9, 10, 12 છે.

Travel is indicated till 17th February. Your honest, helpful advice will benefit others. Good news awaits you. Use your wisdom and intelligence to earn financial profits and to find a way out of your problems. New ventures will be successful. You could find someone you like. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 8, 9, 10, 12


LIBRA | તુલા: ર.ત.

07Libra

22મી જાન્યુઆરી સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે મગજ ઉપરનો કાબુ જલ્દીથી ગુમાવી દેશો. ખોટુ સહન નહી થાય અને સાચુ બોલીને તમારી સચ્ચાઈ સાબિત નહીં કરી શકો. ભાઈ-બહેનો તમારાથી નાની બાબતમાં નારાજ થઈ જશે. કોઈબી નવી ચીજ વસ્તુ લેવાની ભૂલ કરતા નહીં. કોઈને બચાવા જતા તમે મુશ્કેલીમાં આવી જશો. મન નહીં માને તેવા કામ કરશો નહીં. મનની શાંતિ માટે રોજ ‘તીર યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 6, 7, 10, 11 છે.

Mars rules you till 22nd January. Stay calm and avoid proving yourself to others all the time. There could be a tiff with siblings. Avoid buying anything new. Think before helping others. Go with your heart. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 6, 7, 10, 11

 

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી જાન્યુઆરી સુધી શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે જે પણ ડિસીઝન લેશો તે સમજી વિચારીને લેજો. ફેમિલી મેમ્બરનો સાથ સહકાર મળી જશે. કુટુંબમાં સારા સોશિયલ કામ કરી શકશો. તમારી પાસે કોઈ મદદ માંગવા આવશે તો તેને મદદ કરી તેની દુવા મેળવી શકશો. ફસાયેલા પૈસા 24મી પહેલા મેળવવાની કોશિશ કરજો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 8, 9, 11, 12 છે.

Moon’s rule till 24th January cautions you to think twice before making decisions. Family members will be supportive. You will socialise and organise family get-togethers. You will be blessed by those you have helped. Try to get back your lendings before the 24th. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 8, 9, 11, 12


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

આજથી તમને શાંત ચંદ્રની દિનદશા ચાલુ થયેલી છે તેથી 23મી ફેબ્રુઆરી સુધી ખૂબ જ સારા કામ કરી શકશો. હવે તમારા ગુસ્સા પર કાબુ મેળવી લેશો. આજથી 50દિવસની અંદર તમારે મુસાફરીના ચાન્સ મળશે. જન્મના  ગ્રહપાવરફુલ હશે તો ફોરેન ટ્રાવેલ કરી શકશો. નાણાકીય બાબતમાં ઈનવીઝીબલ હેલ્પ મળી જશે. દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 6, 7, 8, 10 છે.

From today, the Moon rules you. You will work efficiently till 23rd February. Keep calm. Travel is indicated within the next fifty days and with the grace of your stars you may also travel abroad. You will receive anonymous financial help. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 6, 7, 8, 10

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

14મી જાન્યુઆરી સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી આ અઠવાડિયામાં લાઈફ પાર્ટનરને નારાજ કરતા નહીં. શુક્રની કૃપાથી ખર્ચ પર કાબુ નહીં રહે. જૂના રોકાણથી ફાયદો થશે. નવા કામ મેળવી શકશો. શુક્રની કૃપાથી તમારા ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 6, 10, 11, 12 છે.

Venus rules you till 14 January, keep your partner happy. Try curbing your expenses. Old investments will reap benefits. You might find a new job. Home environment will be pleasant. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 6, 10, 11, 12


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને ચળકતા શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમે જે પણ કામ કરશો તેમાં ડર નહી રહે. તમારી મહેનત પ્રમાણે વળતર મળીને રહેશે. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવા માટે આનાકાની નહીં કરો. નવા જોબની ટ્રાય કરતા ફાયદામાં રહેશો. એકસ્ટ્રા ઈન્કમ મેળવી શકશો. ઓપોઝીટ સેકસનું એટ્રેકશન વધી જશે. ઘરવાળાઓને વધુ આનંદ આપી શકશો. નવાકામ શરૂ થાય તેવા યોગ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 7, 8, 9, 10 છે.

Venus rules you, helping you undertake your tasks fearlessly. Your hard work brings financial benefits. Travel is indicated. A new job could help earn extra income. Attraction towards the opposite sex will increase. You will please your family members. It’s a good time to start a new venture. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 7, 8, 9, 10


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

આજથી શુક્ર જેવા વૈભવના માલિકની છાયામાં આવી ગયા છો તેથી આવતા 70 દિવસમાં તમારા માથાનો બોજો ઉતારી દેશો. તબિયતની ચિંતા ઓછી થતી જશે. રોજબરોજના કામમાં તમારા કરેલા કામની કદર થશે. શુક્રની કૃપાથી લગ્ન કરનાર વ્યક્તિ મળી જશે. ધનની કમી દૂર કરી શકશો. દરરોજ ‘બહેરામ યઝદ’ ભણજો.

શુકનવંતી તા. 10, 11, 12 છે.

Venus rules you starting today, reducing stress over the next seventy days. Health looks good. People will respect your work. A good time to find an ideal life partner. A good week financially. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 10, 11, 12

Leave a Reply

*