Your Moonsign Janam Rashi This Week –
20 January, 2018 – 26 January, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

3જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારી બુધ્ધિ ચાલશે નહીં. તમે તમારા વિચારમાં ખોવાયેલા રહેશો. કામ પૂરા કરવા માટે મહેનત કરવી પડશે. ખાવાપીવા પર ધ્યાન નહીં આપો તો તબિયત બગડી જશે. રોકાણ કરશો નહીં. તમારા માથાનો બોજો વધી જશે. રાહુ તમારા દિવસની ભૂખ અને રાતની ઉંઘ બન્ને ઉડાવી દેશે. રાહુનું નિવારણ કરવા માંગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

Rahu rules you till 3rd February, so stay alert. Avoid losing yourself in your thoughts and work hard to complete your tasks. Take care of health. Avoid making investments. If you feel stressed, praying ‘Maha Bakhtar Nyaish’ will help.

Lucky Dates: 20, 21, 25, 26

 

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજ અને કાલનો દિવસ જ ગુરૂની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી તમારા બને એટલા ધર્મ કે કૌટુંબિક વ્યક્તિના કામો કરી લેજો. 22મીથી રાહુની દિનદશા શરૂ થતા તબિયતની ખાસ સંભાળ રાખજો. તમારા રોજ બરોજના કામ સારી રીતે નહીં કરી શકો. ઘરવાળા તમને સાથ નહીં આપે. નાણાકીય બાબતમાં મુશ્કેલી આવી જશે. નેગેટીવ વિચારો આવશે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.

Jupiter rules you for the next two days, so complete all religious and family oriented tasks. From the 22nd, Rahu rules you, calling for greater care towards your health. Focus on the tasks at hand. You might face a temporary financial setback but stay positive. Pray ‘Maha Bakhtar Nyaish’ without fail.

Lucky Dates: 22, 24, 25, 26

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

21મી ફેબ્રુઆરી સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમે નવી ચીજ વસ્તુ લેવામાં સફળ થશો. ઘરમાં રીનોવેશનનું કામ કરી શકશો. ગુરૂની કૃપાથી નાણાકીય બાબતમાં સારાસારી રહેશે. નાણાકીય બાબતમાં નાનો ફાયદો મળી જશે. 22મી ફેબ્રુઆરી સુધીમાં કોઈની ભલાઈનું કામ થઈ જશે. ગુરૂની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22,23 છે.

Jupiter rules over you till 21st February, helping you succeed in making new purchases. Home renovations on the cards. A good week financially, with profits indicated. Pray ‘Srosh Yasht’ everyday.

Lucky Dates: 20, 21, 22, 23


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

ચાર દિવસ જ શનિની દિનદશામાં પસાર કરવાના બાકી છે. કોઈની વાત સાંભળી અગત્યના ડીસીઝન 24મી પહેલા લેવાની ભુલ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા નાનુ એક્સિડન્ટ કરાવી શકે છે. મુસીબતમાંથી બહાર આવવાનો રસ્તો મળી જશે. 24મીથી આવતા 58 દિવસમાં તમે ઘણા પ્રોબ્લેમમાંથી બહારી આવી શકશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 24, 25, 26 છે.

Saturn’s rule over the next six days calls for not taking important decisions before the 24th. Travel carefully. After the 24th, you will be problem-free for the next 58 days. Pray ‘Moti Haptan Yasht’ daily without fail.

Lucky Dates: 20, 24, 25, 26


LEO | સિંહ: મ.ટ.

05Leo

18મીથી શનિની દિનદશા શરૂ થયેલી છે તેથી 23મી ફેબ્રુઆરી સુધી તમને નાના કામ પૂરા કરવામાં પણ મુશ્કેલી આવી જશે. કોઈપણ જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. શનિ તમારી આવકને ઘટાડી દેશે અને જાવકને વધારી દેશે. ખોટા ખર્ચાઓથી પરેશાન થશો. વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો. તમારા ગુના વગર તમે પરેશાન થશો. શનિને શાંત કરવા ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 21, 22, 23, 25 છે.

Saturn’s rule till the 18th might pose a few hitches in completing your tasks till 23rd of February. Avoid making promises. Maintain an account of your income and expenses and try to avoid the latter. You may find yourself falsely at the receiving end of false accusations. Pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 21, 22, 23, 25

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

17મી ફેબ્રુઆરી સુધી તમારી રાશિના માલિક બુધની દિનદશા ચાલશે તેથી તમારી બુધ્ધિ વાપરી બીજાને ઝુકાવી દેશો. મીઠી જબાન બોલી તમારા કામ પૂરા કરાવી શકશો. કરકસર કરીને પણ ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. આવકમાં વધારો થશે. જૂના રોકાણમાંથી ફાયદો થશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 24, 25 છે.

Mercury’s rule till 17th February calls on the use of your wisdom and intelligence. Being diplomatic will help get work done. Save and invest money. Increase in income indicated. Previous investments will reap benefits. Pray ‘Meher Nyaish’ everyday.

Lucky Dates: 20, 22, 24, 25


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજ અને કાલનો દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી તમારા બોલવાથી ઘરની વ્યક્તિ નારાજ થઈ જશે. તાવ-શરદી કે એસીડીટી જેવી બીમારીઓથી હેરાન થશો. 22મીથી બુધની દિનદશા તમારામાં ઘણા ચેન્જીસ લાવી દેશે. તમારા ગુસ્સા પર કાબુ મેળવી શકશોે. તમારા અટકેલા કામો ફરી ચાલુ કરી શકશો. આજ અને કાલ ‘તીર યશ્ત’ ભણજો. 22મીથી ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

With Mars’ ruling uptil tomorrow, avoid disappointing your family. Take care of your health. Mercury takes over from the 22nd bringing in changes in yourself. Control your temper and re-start pending tasks. Pray ‘Tir Yasht’ today and tomorrow. Post the 22nd, pray ‘Meher Nyaish’.

Lucky Dates: 22, 23, 24, 25

 

 


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

પહેલા 4 દિવસ જ શીતળ ચંદ્રની કૃપા મેળવી ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરી શકશો. 24મીથી 28 દિવસ મંગળની દિનદશાને લીધે તબિયતથી પરેશાન થશો. ભાઈ બહેન તમારી વાત નહીં માને તેનું તમને દુ:ખ લાગશે. ગામ પરગામ જવાના  હો તો કેન્સલ કરજો. મંગળને શાંત કરવા માટે ‘યા બેસ્તરના’ 101વાર ભણી લીધા પછી ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 20, 22, 25, 26 છે.

The Moon’s rule over the next four days calls to fulfil the obligations of your family members. From the 24th, Mars takes over for the next 28 days – so take care of your health. Make amends with siblings. Avoid long distance traveling. Pray ‘Ya Beshtarna’ 101 times, followed by ‘Tir Yasht’.

Lucky Dates: 20, 22, 25, 26


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી ફેબ્રુઆરી સુધી ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા વિચારોને સ્થિર  રાખીને ડીસીઝન લેવામાં સફળ થશો. મનમાં ધારેલી ચીજ વસ્તુ ખરીદી શકશો. ચંદ્રને કારણે ગામ-પરગામ જવાથી મનને આનંદ મળશે. ઘરવાળાની જરૂરત પૂરી કરવા વધુ કામ કરશો. ચંદ્ર તમારા મનને શાંત રાખીને બગડતા કામ સુધારી દેશે. મનની શાંતિ મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 20, 21, 25, 26 છે.

The Moon ruling you till 23rd February calls for you to make wise decisions. You will make desired purchases. Travel makes you happy. Work hard and fulfil family obligations. Keep calm. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 20, 21, 25, 26

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામમાં તમને સફળતા નહીં મળે. સુર્ય તમારા માથાને નાની વાતમાં તપાવી દેશે. આંખની તકલીફ થશે. વડીલવર્ગ સાથે નાની વાતમાં મતભેદ પડતા રહેશે. શેર-સટ્ટાના કામો કરતા નહીં. રોજબરોજના કામમાં પરેશાન થશો. ધણી-ધણીયાણીમાં મતભેદ પડશે. સૂર્યને શાંત કરવા 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

The Sun’s rule calls for you to avoid any government related work. Keep calm. Take care of your eyes. Avoid arguments with elders and family members. Avoid trading in shares. There could be hiccups in your daily chores. Resolve misunderstandings between spouses. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 22, 23, 24, 25


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમારા રાશિના માલિક શનિના પરમ મિત્ર શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમને નિરાશ થવાના કોઈ ચાન્સ નથી. બીજાના મદદગાર થઈને તેની ભલી દુવા લેવામાં સફળ થશો. મનગમતી વ્યક્તિ સામેથી મળી જશે. તમારા મનની વાત તમારા પ્રેમી કે પ્રેમિકાને કહેવામાં વાર નહીં લગાવતા. નાણાકીય બાબતમાં મુશ્કેલી નહીં આવે. ઘરનું વાતાવરણ સારૂં રહેશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 20, 21, 24, 26 છે.

Venus rule makes you happy. Those you have helped will bless you. You will find your loved one. Speak your heart out to your favourite person. A good week financially. Home will be peaceful. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 20, 21, 24, 26


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તમને લાંબો સમય સુખ આપનાર શુક્રની દિનદશા ચાલુ છે ખોવાયેલા માન-ઈજ્જત પાછા મેળવી લેશો. શુક્રની કૃપાથી ગામ-પરગામ જવાનો યોગ આવતો રહેશે. તમારા રોજબરોજના કામમાં ફાયદાના કામ પહેલા કરી લેજો. મનપસંદ સાથી મેળવી શકશો. શુક્રની કૃપાથી અપોઝિટ સેકસનું એટ્રેકશન કૂબ વધી જશે. નાણાકીય મુશ્કેલી નહીં આવે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 22, 23, 24, 25 છે.

Venus’ rule brings you respect. Travel and profits are indicated. You will find your ideal life partner. You will be strongly attracted to people from the opposite gender. Pray to ‘Behram Yazad’ everyday.

Lucky Dates:22, 23, 24, 25

Leave a Reply

*