અજમલગઢમાં ઉજવવામાં આવનાર સૌ પ્રથમ જશન અને ગંભાર

ભૂતકાળમાં કસોટીઓ અને મુશ્કેલીઓના સમયમાં, આપણા પૂર્વજોએ આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહને સમયાંતરે અલગ-અલગ સ્થળોએ સ્થળાંતર કરીને સુરક્ષિત રાખ્યા હતા જેમાં સમાવેશ થાય છે, સંજાન (669 વર્ષ), બાહરોટની ગુફાઓ (12 વર્ષ: 1393 – 1405 એસી), વાંસદાના જંગલો – 14 વર્ષ: 1405 – 1418 એસી), નવસારી (313 વર્ષ: 1419 – 1732 એસી), સુરત (3 વર્ષ: 1733 – 1736 એસી ), નવસારી (5 વર્ષ: 1736 – 1741 એસી), વલસાડ (1 વર્ષ: 1741 – 1742 એસી), ઉદવાડા (272 વર્ષ: 28 મી ઓક્ટોબર, 1742 – અત્યાર સુધી). મોટાભાગના જરથોસ્તીઓ આ સ્થળોથી પરિચિત છે, હકીકત એ છે કે શ્રીજી પાક ઈરાનશાને 14 વર્ષ (1405 થી 1418) સુધી  વાંસદાના જંગલોમાં અજમલગઢની ટેકરીઓની ગુફામાં રાખવામાં આવ્યા હતા.

આ ઐતિહાસિક સ્થળ અંગે જાગૃતિ લાવવા, ધ વર્લ્ડ ઝોરાસ્ટ્રિયન ઓર્ગેનાઈઝેશન ટ્રસ્ટ (ડબ્લ્યુઝેડઓટી) વાંસદા પારસી જરથોસ્તી અંજુમન  (વીપીઝેડએ) સાથે મળીને (રોજ મોહર, માહ મહેર) 24મી ફેબ્રુઆરી, 2018ના રોજ અજમલગઢ ખાતે પર્વતીય શિલા પર સૌ પ્રથમવાર જશનનું આયોજન કરવામાં આવ્યું છે. જશનની પવિત્ર ક્રિયા સ્વારે સ્ટે. ટા. 10.30 કલાકે કરવામાં આવશે ત્યારબાદ ‘કમ્યુનીટી ગંભાર’ વાંસદા ખાતે એ.એચ. વાડિયા હોલમાં કરવામાં આવશે.  ડબલ્યુઝેડઓટી અને વીપીઝેડએે દ્વારા લેવામાં આવેલા પહેલા, ઇકો ટુરીઝમ (ગુજરાત) તેમજ વલસાડ (ઉત્તર) ફોરેસ્ટ ડિવીઝન દ્વારા અજમલગઢ ટેકરી ઉપર પહોંચવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પર્વતીય ટોચ પર એક સ્મારક સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને ગુફાઓમાં જવાનો માર્ગ, ગાઢ ઝાડીઓને લીધે ઉપલબ્ધ ન હતો, જે હવે ગુજરાતી સમુદાયના યુવાનોના જૂથને આભારી છે, જેમણે મુશ્કેલી ભર્યુ કાર્ય પાર પાડયું. તાજેતરમાં, ટીમ ડબલ્યુઝેડઓટીના કાર્યક્રમ હેઠળ યુુવાનોએ અજમલગઢની મુલાકાત લીધી હતી, જ્યાં આપણા પૂર્વજોએ એ મુશ્કેલીભર્યા વરસોમાં બલિદાનો આપી આપણા પવિત્ર શ્રીજી પાક ઈરાનશાહની રક્ષા કરી હતી. સમુદાયોના સભ્યોને વિનંતી કરવામાં આવે છે કે આ કાર્યક્રમની ઉજવણી માટે અજમલગઢ ખાતેના સૌ પ્રથમવારના જશન અને ગંભારમાં હાજર રહેવું, જ્યાં આપણા પ્રતિષ્ઠિત શ્રીજી પાક ઈરાનશાને 14 વર્ષ સુધી સલામત રાખવામાં આવ્યાં હતાં.

રજિસ્ટ્રેશન અને વિગતો માટે, સંપર્ક: દારાયસ મીરઝાં, સચિવ, વાંસદા અંજુમન, 09537660914.

દિશા નિર્દેશો: મુંબઈથી અજમલગઢ સુધી એનએચ 48 મારફતે. વાયા ચિખલી  (275 કિમી; આશરે સમય: 4કલાક 53મીનીટ).

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે માર્ગ લો-ડાબી બાજુ રહો – વર્સોવા રોડ સુધી ચાલુ રાખો/વેર્સ્ટન એકસપ્રેસ હાઈવે ટુ સ્ટે એનએચ48 વલસાડ સુધી-સીધા ચાલો, લોકેશન સુધી પહોચી જશો: ચીખલી, ચીખલી રાનકુવા વિશે પુછો-રાનકુવા સુધી પહોચી જશો. સીધા ચાલો રાનકુવા વાંસદા રોડ સુધી – વાંસદા સુધી પહોંચી જશો રાઈટમાં ચાલો (તમને ત્યાં બોડ તથા વોલન્ટીયર્સો અજમલગઢ ગોઢમાલ સુધી જોવા મળશે.) વાંસદા ધરમપુર રોડ, કવડેજ બસ સ્ટોપ સુધી પહોંચશો, ગોઢમલ સુધી લેફટ ચાલો (અજમલગઢ) રસ્તાની જાણકારી  https://goo.gl/maps/PbbzC8Gypqz

Leave a Reply

*