દોલી દોટીવાલાને શ્રધ્ધાંજલિ

ઓ મારી વહાલી માયાળુ દોલત,

તારા વગર સુનુ થઈ ગયુ મારૂં જગત.

આપણે જ્યાં જતા હતા ત્યાં સાથેને સાથે,

હવે કોણ આવશે મારી સંગાથે.

તું તો ગઈ છોડી મારો સાથ,

હવે કોણ પકડશે મારો હાથ.

તારૂં હસતું મુખડું ગોરૂ તન,

તારી તસ્વીર જોઈને કરૂં છું હું વંદન.

ગરોથમાન બહેસ્તમાં તને ખુબ શાંતિ મળે

એજ ખુદાને દુવા કરૂં છું, પળેપળે

તું તો હતી મારા ઘરની રાણી,

હવે થઈ ગઈ સ્વર્ગલોકની મહારાણી.

તું હમેશા તારા બોમીની પાસબાની કરજે,

અને ભવેભવ તું તારા બોમીનેજ ચાહજે.

આપણી જોડી તો હતી ખુબ જ ન્યારી,

નાટકોમાં બધાને લાગે પ્યારી પ્યાર.

 

About  બોમી દોટીવાલા

Leave a Reply

*