માનસિક તાણ

ઘણાંને માનસિક તાણ રહેતી હોય છે. માનસિક તાણ ઉભી થવાના અનેક કારણો હોય છે. ઘણે ભાગે, વ્યક્તિના વર્તમાન સંજોગોને લીધે માનસિક તાણ ઉભી થતી હોય છે. ડોકટરો પાસે જઈને જાતજાતની દવાઓનું સેવન કરતા માનસિક તાણના ફરિયાદીઓએ એક સાવ સરળ ઉપાય કરી જોવા જેવો છે. દરરોજ સવારમાં ફકત પંદર મિનિટ વિવિધ મનફાવે તેવી કસરતો કરી લેવી! બસ, આટલું કરવાથી માનસિક તાણ આપોઆપ દૂર થવા લાગશે. સવારે કોઈપણ પ્રકારની પંદર મિનિટની કસરતનું આ રહસ્ય અનુભવ વિના સમજાય તેવું નથી. મારા ખ્યાલથી, માનસિક તાણ માટે આ પ્રથમ અને અંતિમ ઉપાય છે.

About  ડો. કૌશિકકુમાર દીક્ષિત (સ્વાસ્થ્ય સંહિતામાંથી)

Leave a Reply

*