25મી ફેબ્રુઆરી, 2018ના રોજ મેહર બાબાની 124મી જન્મજયંતિ

અવતાર મેહર બાબા, પુણેમાં 25મી ફેબ્રુઆરી 1894માં મેરવાન શેરિયાર ઇરાની તરીકે જન્મ્યા હતા. 1921માં તેમના આધ્યાત્મિક ધ્યેયની શરૂઆત કરી, એમના પાંચ અધ્યક્ષ હઝરત બાજન, ઉપાસણી મહારાજ, સીર્ડીના સાંઈ બાબા, નારાયણ મહારાજ અને તાજુદ્દીન બાબાની સંગતમાં રહી તેમની આગેવાની હેઠળ આધ્યાત્મિકપણાને પરિપૂર્ણતા મળી હતી. મેહર બાબાએ જ્યાં સુધી પોતાનું ભૌતિક શરીર છોડયું નહીં ત્યાં સુધી એટલે કે 44 વર્ષ  1925 થી 1969 સુધી મૌનવ્રત રાખ્યું હતું.

તેમણે જાળવી રાખ્યું હતું કે, ‘ભગવાન હંમેશાં મૌન રહી કામ કરે છે, નિરંકુશ, અવિરત, સિવાય કે જેઓ તેમના અનંત મૌન અનુભવી શકે.’

આધ્યાત્મિક વિકાસ માટે મેહેર બાબાના અભિગમ ધાર્મિક ફિલસૂફીના વિવિધ પક્ષો વચ્ચેના તફાવતોને પાર કરે છે. તેમણે કોઈ સંપ્રદાય રચવાની માંગણી કરી નથી અથવા એક ધર્મશાસ્ત્રનો પ્રચાર કર્યો નથી. તેમણે પ્રેમ અને નિ:સ્વાર્થ સેવા પર ભાર મૂકતા સંદેશા સાથેના તમામ ધર્મો અને દરેક સામાજિક વર્ગના લોકોનું સ્વાગત કર્યું છે. ‘હું કોઈ પણ સંપ્રદાય, સમાજ અથવા સંગઠન સ્થાપિત કરવા માટે આવ્યો નથી ન તો નવા ધર્મ સ્થાપવા માટે. જે ધર્મ હું આપીશ તે ઘણા લોકોની પાછળના એકનું જ્ઞાન શીખવે છે. જે પુસ્તક હું લોકોને વંચાવીશ તે હૃદયની પુસ્તક છે જે જીવનના રહસ્યની ચાવી ધરાવે છે. હું બધા ધર્મો અને સંપ્રદાયોને પુર્નજીવિત કરૂ છું, તેમને એકસાથે લાવવા. ‘મહારાષ્ટ્રના અહમદનગર નજીક મેહરાબાદ ખાતે તેમનો મકબરો, ભારત, સમગ્ર વિશ્ર્વમાં સત્યના તેમના પ્રેમીઓ અને શોધકો માટે યાત્રાધામ સ્થળ બની ગયું છે.’

Leave a Reply

*