Your Moonsign Janam Rashi This Week –
24 February, 2018 – 02 March , 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી જો તમને નવા કામ કરવાના ચાન્સ મળે તો મુકતા નહીં. ગામ પરમગામ જવાની ઈચ્છા વધી જશે. નાણાકીય બાબતમાં ફસાયેલા હશો તો તેમાંથી બહાર નીળવાનો રસ્તો શોધી લેશો. ધણી-ધણીયાણીમાં લાગણી પ્રેમ વધી જશે. કોઈને સલાહ આપી તેનું દિલ જીતી લેશો. મનગમતી વ્યક્તિ સામેથી મળવા આવશે. શુક્રને બલવાન બનાવવા ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 26, 1, 2 છે.

Venus’ rule till 13th April will help fulfil your dream of starting a new venture. Travel is on the cards. Your financial issues will get. Love between couples will increase. Your honest advice to others will win them over. You could look forward to finding/meeting your love. Pray to ‘Behram Yazad’ every day.

 Lucky Dates: 25, 26, 1, 2

 

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

4થી માર્ચ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારૂં મગજ સ્થિર નહીં રહે. નાની બાબતમાં ઈરીટેટ થઈ જશો. કોઈકનો ગુસ્સો કોઈ બીજા પર ઉતારશો. જો કોઈ કામ વિચાર કર્યા વિના કરશો તો મુસીબતમાં મુકાશો. ખર્ચનો ખાડો ઉંડો થતો જશે. અને આવક ઓછી થવાથી પરેશાનીમાં પડશો. તબિયત બગડતા વાર નહીં લાગે. ઈરીટેશન ઓછું કરવા માંગતા હો તો ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24 27, 28, 1 છે.

Rahu’s rule till 4th March calls for you to try and stay positive. The slightest thing could cause irritation. Avoid venting anger on an innocent individual. Think before doing anything to avoid trouble. Take care of your health. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates:  24, 27, 28, 1

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

તમે રાહુ જેવા પાપી ગ્રહની ચાલમાં આવી ગયેલા છો. તેથી 3જી એપ્રિલ સુધી વાક ગુના વગર કોઈ તમને ફસાવી દેશે. જેમ જેમ દિવસો જશે તેમ તેમ તમારૂં ડિપ્રેશન વધતુ જશે. સીધા કામ ઉલટા થઈ જશે. રાહુ તમારી બુધ્ધિને ફેરવી નાખશે. તેથી નહીં કરવાના કામ કરીને ફસાઈ જશો. નાણાકીય સ્થિતિ સારી નહીં રહે. કોઈ પણ કામ કરવા પહેલા ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 26, 28, 2 છે.

Rahu’s rule till 3rd April could get troublesome. Stay positive and focus on the tasks at hand. You might feel confused. You could face a temporary financial crunch. Before commencing a new task, pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 25, 26, 28, 2


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

23મી માર્ચ સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા હાથેથી ધર્મના કામો, ચેરિટીની કામો તથા બીજાને મદદગાર થશો. વડીલવર્ગની સેવા કરી તેની ભલી દુવાઓ મેળવી લેશો. નાનુ પ્રમોશન 23મી માર્ચ સુધી મળે તેવા ગ્રહો છે. ધણી-ધણીયણીના પ્રેમમાં વધારો થશે. દિવસો સારા જશે. ધનની ચિંતા નહીં આવે. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 1 છે.

With Jupiter ruling over you till 23rd March, you will be inclined towards charitable and religious work. Elders bless you for looking after them. A promotion is indicated by the 23rd of March. You will love your partner dearly. Finances look promising in the week. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 26, 27, 28, 1


LEO | સિંહ: મ.ટ.

05Leo

21મી એપ્રિલ સુધી ગુરૂ જેવા મિત્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી વધુ પડતા એકટીવ થઈ જશો. જે કામ હાથમાં લેશો તેને પૂરૂં કરીને મૂકશો. નાણાકીય સ્થિતિ સારી રહેશે. ભવિષ્યના પ્લાન બનાવી થોડી રકમ સારી જગ્યાએ રોકાણ કરજો. બીજાને સલાહ આપી શકશો. તંદુરસ્તીમાં સારા સારી રહેશે. કોઈના મદદગાર બની જશો. ગુરૂની વધુ કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 1, 2 છે.

Jupiter’s rule till 21st April makes you active and lively. You will fulfil all your commitments. A good week ahead financially. You are advised to make long term investments. Health will be good. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 24, 25, 1, 2

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

આજથી 22મી મે સુધી તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા દુ:ખ ધીરે ધીરે દૂર થતા જશે. તમારો સેલ્ફકોન્ફિડન્સ પાવર વધી જશે. ગુરૂની કૃપાથી તમારૂં ધ્યાન તમને જોઈતી ચીજવસ્તુ મેળવવા ઉપર રહેશે. બીજાની વાત સાંભળશો પણ કરશો પોતાના મનનું. ગુરૂ તમને વધુ સારૂં ફળ આપે તેવું ઈચ્છતા હો તો ‘સરોશ યશ્ત’ દરરોજ ભણજો.

શુકનવંતી તા. 26, 27, 28, 2 છે.

Jupiter’s rule till 22nd May vanishes away your problems. You will feel confident and focused at work. You will listen to all, but do as your heart says. To earn blessings from Jupiter, pray ‘Srosh Yasht’.

Lucky Dates: 26, 27, 28, 2

 


LIBRA | તુલા: ર.ત.

07Libra

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા કામો પોતાની જાતથી પૂરા કરવામાં સફળ થશો. તેમજ ધનની સાચવણી સારી રીતે કરી શકશો. બીજાના સાચા સલાહકાર બનીને રહેશો. શેર ડિબેન્ચરમાં રોકાણ કરવાથી ફાયદામાં રહેશો.તમે બુધ્ધિ વાપરી કામો સારી રીતે કરી શકશો. મનગમતી વ્યક્તિને મળી શકશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 24, 25, 26, 27 છે.

Mercury’s grace makes you self-sufficient and helps you complete your tasks. Ensure to save part of your income. Your advice will benefit others. Investing in shares and debentures will be profitable. Use your intelligence and wisdom at work. You will get a chance to meet your loved one. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 24, 25, 26, 27


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

તમને બુધ્ધિ આપનાર બુધની દિનદશા શરૂ થયેલી છે તેથી 17મી એપ્રિલ સુધી તમારા અધુરા કામ પૂરા કરી શકશો. અટકેલા નાણાને પાછા મેળવી શકશો. તબિયતમાં બગાડ આવેલ હશે તો બહાર નીકળવાનો રસ્તો મળી જશે. નવા કામ શોધવામાં સફળ થશો. રોજના કામમાં નાનું પ્રમોશન મળવાના ચાન્સ છે. આજથી ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 25, 28, 1, 2 છે.

Mercury rules over you and hence you will be able to complete any pending tasks. You will retrieve your money and health will improve. You will find success in getting a new job or a promotion at your workplace. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 25, 28, 1, 2


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

21મી માર્ચ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે નાની બાબતમાં ખૂબ ગુસ્સે થઈ જશો. તમે હાઈપ્રેશરના પેશન્ટ હો તો તેમાં બેદરકારી રાખતા નહીં. રોજના કામમાં તમારૂં મન નહીં લાગે તેથી નાની ભુલો થતી રહેશે. ભાઈ બહેન તમારાથી નારાજ થતા રહેશે. ઘરમાં શાંતિ નહીં રહે. બહાર જશો ત્યાં પણ માન નહીં મળે. મંગળને શાંત કરવા માંગતા હો તો રોજ ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા 24, 25, 26, 27 છે.

Mars’ rule till the 21st March could make you feel angry. Be extra careful if you suffer from high blood pressure. You need to be more focused at work to avoid making mistakes. Avoid arguing with siblings as this will help keep the peace at home. Pray ‘Tir Yasht’.

Lucky Dates: 24, 25, 26, 27

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

ચંદ્ર જેવા શીતળ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી હરવા ફરવા જવાનો ચાન્સ મળતો રહેશે. કામકાજમાંથી સમય કાઢીને ઘરવાળાને ખુશ કરી દેશો તેવા હાલના ગ્રહો છે. જે પણ કામ કરશો તેમાં તમને આનંદ જરૂર મળશે. તમારા મનને શાંત રાખીને કામ કરવામાં મજા આવશે. ચંદ્રની કૃપાથી વડીલવર્ગ માટે ચિંતા ઓછી થતી જશે. મનનો આનંદ વધુ મળે તેવી ઈચ્છા હોય તો 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર જરૂર ભણજો.

શુકનવંતી તા. 24, 28, 1, 2 છે.

The Moon’s rule brings you an opportunity to travel. You are advised to take a break from your hectic schedule to spend quality time with family. You will find happiness in being calm and patient at work. Do not stress about the health of elders. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 24, 28, 1, 2


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

છેલ્લા દસ દિવસ સુર્યની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી આંખની ખાસ સંભાળ લેજો. અચાનક માથાના દુ:ખાવાથી પરેશાન થશો. કોઈને પ્રોમીસ આપતા નહીં. સરકારી કામો કરતા નહીં. ઘરમાં કોઈપણ નવી ચીજવસ્તુ લેવી હોય તો 4થી પછી લેજો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 25, 26, 27, 2 છે.

Sun’s rule over the next 10 days calls for you to take care of your eyes. You might experience headaches. Avoid making promises or indulging in government related work. It is advisable to make any new purchases post the 4th. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 25, 26, 27, 2


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

શુક્રની દિનદશા ચાલુ હોવાથી 14મી માર્ચ સુધી તમને કોઈ પણ જાતની તકલીફ નહીં આવે. શુક્રની કૃપાથી કામકાજમાં આનંદ સાથે ધન પણ કમાઈ લેશો. કોઈપણ જાતનું ઈનવેસ્ટમેન્ટ કરવા માંગતા હો તો જલદીથી કરી લેજો. ઓપોજીટ સેકસથી ઘણા ફાયદા મેળવી લેશો. રોકાયેલા નાણા પાછા મેળવવા માટે થોડીઘણી ભાગદોડ કરી લેજો. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 25, 28, 1 છે.

Venus’ rule till 14th March helps solve your problems. You will make profits at work, bringing you happiness. If you are planning to invest money, do so at the earliest. With some effort, you will earn it back. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 25, 28, 1

 

Leave a Reply

*