ઉદવાડા મફત વાઈફાઈ સુવિધા મેળવે છે!

પારસી ટાઈમ્સ ગુજરાત સરકાર દ્વારા ઉદવાડાને એક મોડેલ ગામમાં ફેરવવાના વિવિધ પગલાં અને સુધારણા વિશે સમુદાયને હમેશા જ જણાવતું હોય છે. 2014માં વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલો ‘સાંસદ આદર્શ ગ્રામ યોજના’ કાર્યક્રમમાં દરેક સંસદ સભ્યે એક ગામ પસંદ કરી અને તેને એક મોડેલ ટાઉનમાં રૂપાંતરિત કરવાનું હોય છે. આ યોજના હેઠળ, ટેક્સટાઈલ્સના કેન્દ્રીય પ્રધાન, શ્રીમતી સ્મૃતિ ઈરાનીએ રૂ. 8.41 કરોડ આપણા પવિત્ર ઉદવાડા ગામના વિકાસ માટે ફાળવ્યા હતા.

સાંસદ આદર્શ ગ્રામ યોજના વાઇ-ફાઇ સેવા હેઠળ મોફત વાઈફાઈ 22મી માર્ચ, 2018ના રોજ ટેલિકોમ પ્રધાન મનોજ સિંહાની હાજરીમાં શરૂ કરવામાં આવી હતી. મફત વાઇ-ફાઇ અને હોટસ્પોટ્સ સ્થાપિત કર્યા હતા, જે શહેરની અંદર 17 એક્સેસ પોઇન્ટ ધરાવે છે.

ગામના લગભગ 6000 નાગરિકોની વસ્તી તેમજ આસપાસના વિસ્તારને આ સેવાથી ફાયદો થશે.

About અસિસ્ટન્ટ એડીટર ડેલાવીન તારાપોર

Leave a Reply

*