ગામડીયા કોલોનીમાં પદવી વિતરણ સમારંભ

બાય એમ.એન. ગામડિયા ગર્લ્સ હાઇ સ્કૂલએ 21મી ફેબ્રુઆરી, 2018ના રોજ શાળાના હોલમાં ‘ઈનફન્ટ અને પ્રાઈમરી ડિપાર્ટમેન્ટ કનવોકેશન’ સમારંભની ઉજવણી કરી હતી. પારસી ગર્લ્સ સ્કૂલ એસોસિએશન (પીજીએસએ)ના, મિનુ બિલીમોરિયા, કેરસી કોમીસરીયટ તેમના ધણીયાણી ઝરીન તથા ઝુબીન બિલીમોરિયા તથા પારસી ટાઈમ્સના અસીસ્ટન્ટ એડીટર ડેલાવીન તારાપોરે મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆત કરી પ્રિન્સીપાલ ઝરીન બહેરામ રબાડીએ ડેલાવીનનું સન્માન કર્યુ. ડેલાવીન જે બે સ્પર્ધાઓના નિર્ણાયક હતા.

જૂનિયર અને સિનિયર કેજીના બાળકોનો ગીત અને ડાન્સનોે કાર્યક્રમ મનોરંજનથી ભરપુર હતો. આ કાર્યક્રમમાં હાયર કેજી અને ચોથા ધોરણના વિદ્યાર્થીઓ જે પ્રાથમિક અને માધ્યમિક વિભાગોમાં સ્નાતક થયા હતા તેમને અનુક્રમે ડેલાવીન દ્વારા એવોર્ડ આપવામાં આવ્યા હતા. છેલ્લે આભાર વ્યકત કરી અને શાળાનું ગીત ગાય આ કાર્યક્રમ પૂરો થયો હતો.

Leave a Reply

*