ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં
પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ રાખી શકાય. નિયમીત ગુલકંદ લેવાથી શરીરનો વર્ણ ઉઘડે છે, પાચનની તકલીફ રહેવા પામતી નથી. પુરૂષોમાં વીર્યવૃધ્ધિનં કાર્ય ગુલકંદ કરે છે. લોહીવિકારમાં ઉત્તમ ઔષધ છે, ગુલકંદ. નેત્રરોગ-ત્વચારોગ વગેરેમાં પણ ગુલકંદ ઘણું ઉપયોગી છે.
Latest posts by PT Reporter (see all)
- લીંબુ તમને એસિડિટીથી રાહત આપી શકે છે - 16 May2026
- જરથોસ્તનો દિસો - 16 May2026
- કોઈના માથે વિલનનું લેબલ ચિટકાડતા પહેલા વિચારીએ.. - 16 May2026
