નાટકમાંથી ચેટક

પતેતીનો દિવસ હતો. મેરવાનજીની પેઢી બંધ હતી. મેરવાનજી ઘેર જ હતા. છતાં એ દિવસે મેરવાનજીને જંપના વારો ન હતો.

વાત એમ હતી કે તે દિવસે સવારથી ઉપરાઉપરી ટેલિફોન આવ્યા જ કરતા હતા. ચાનો ઘૂંટડો ભર્યો ન ભર્યો ત્યાં કોઈનો ટેલિફોન આવ્યોજ હોય! નાહવા માટે બેસવાની તૈયારી કરે  કે ટેલિફોનની ઘંટડી વાગીજ હોય! છાપું વાંચવાનું શરૂ કરે કે કોઈનો વળી બીજી આડીઅવળી વાતો કરે, પૂછપરછ પણ કરેે દિવસે બધાય નવરા, એટલે બીજો ધંધો પણ શો હોય?

પટેલ જમવા બેઠા ત્યારે પણ ટેલિફોને એમનો પીછો છોડયો નહીં! પહેલો કોળિયો મોમા મૂકયો કે તરત ઘંટડી રણકી ‘ટનનનનનન.

સિલ્લુ હસી પડયા ને કહેવા લાગ્યા ‘આજે ટેલિફોન તમારોદમ કાઢી નાખશે. એમ લાગે છે.!’

મેરવાનજી બોલ્યા: ‘બસ! હવે ટેલિફોન સાંભળવો જ નથી! ભલે ઘંટડી વાગ્યા કરે. હવે તો ભોણું ખાવા પછી જ રિસીવર ઉપાડીશ.’

પણ ટેલિફોન કરવાવાલું પણ ઘણુંજ જબરૂં હતું! એણે તો નંબર જોડેલો ચાલુ જ રાખ્યો, એટલે ઘંટડી વાગ્યા જ કરી.

‘ટનનનન! ટનનનન! ટનનનન!’

પટેલે મોઢામાં કોળિયો મૂકયો કે તરત ‘ટનનનન! ટનનન! ટનનનન! થાય’

મેરવાનજીએ હિંમતથી બીજો કોળિયો મૂકયો કે પાછું ‘ટનનનન! ટનનન! ટનનનન! થયું’

હવે મેરવાનજીને કોળિયો ગળે ઉતારતાં પણ મુશ્કેલી પડવા માંડી. એમણે હાથ ધોઈ નાખ્યા. ચિડાઈ જઈને ટેલિફોન ઉપાડી કહેવા માંડયું: ‘ઓ મહેરબાન! અકકલના બારદાન છો કે કોણ છો? ઘડી પણ જંપવા દેશો કે નહિ?’

સામેથી તરત જ અવાજ આવ્યો:

‘કોણ મેરવાનજી કે? હીહીહીહી! હું બેહરામજી! આજે છાટોપાણી વધારે થઈ ગયું કે શું મેરવાનજી! હીહીહીહી કંઈ બહુ ચગ્યા છો!’

મેરવાનજી ભોઠા પડીને કહેવા લાગ્યા: ઓહો, બેહરામજી! તમે છો? મને ખબર નહીં. કહો શું નવાજૂની છે?’

‘આજે પતેતીનો સપરમો દિવસ છે. કંઈ નાટકાબાટક જોવા આવવું છે?’

‘નાટક જોવા?’

‘હા જુઓ! નાટકની ચાર ટિકીટો મેં મંગાવી લીધી છે. તમારે ને સિલ્લુએ ખાસ આવવાનું છે.’

‘તમે તો નાટક કરી નાખ્યું! તમે ખરા છો! વગરપૂછયે એકદમ નાટકનો પ્રોગ્રામ!’

‘નાટક તો તમે કરી નાખ્યુંં!

ટેલિફોનનું નાટક તમે કં જેવું તેવું ભજવ્યું છે! હા..હા…હા.! પણ હા તમે બારોબાર ‘હિન્દભવન’થિયેટર પર સાડાઆઠ વાગ્યે આવજો. હું ને પિલાં પણ પાંચ વાગ્યે આવી પહોંચીશું રાત્રે ઘેર પાછાં જવાનું રાખતા નહી. મારે ત્યાં જ સૂઈ રહેજો. સવારે જવાશે.

‘વારૂં બધું એમજ ગોઠવશું. ત્યારે સાડાઆડે ‘હિન્દભીવન’ થિયેટર પર ચોકકસ!’

આમ કહી મેરવાનજીએ રિસીવર મૂકી દીધું. પછી પાછા જમવા બેઠા. જમતાં-જમતાં તેમણે સિલ્લુને બધી વાત કરી.

‘પણ આપણને પાણી પંચાત પડશે. નળ આવીને બંધ થઈ જાય છે ને ગુંગુબાઈ માંદી પડી છે!’

‘એમ કરજે પેલો પિત્તળનો મોટો નળ ધાતુની મોટી નળાકાર કોઠી સાફ કરીને નળ નીચે મૂકી રાખજે. ને નળને મોઢે કપડું બાંધી દેજે.’

સિલ્લુ કહે: ‘એ રસ્તો ઠીક છે. આપણે આવીશું, ત્યારે પાણી ભરાઈ રહેશે.’

નકકી કર્યા મુજબ રાત્રે સાડાઆડ વાગે મેરવાનજી અને સિલ્લુ થિયેટર પર પહોંચી ગયા. બેરામજી અને પિલામાય એમની વાટ જોતાં ઉભા હતા. ચારે જણ થિયેટરમાં જઈને બેઠાં. પછી મેરવાનજીએ બેરામજીને ટેલિફોનનું નાટક કહી સંભળાવ્યું. બેરામજી ખૂબ હસ્યા- હીહીહીહી પછી બોલ્યા ‘ત્યારે એમ કરજો આજે મારા ઘેર જમીને જ જજો. ત્યાં સુધી ટેલિફોન તમને નહીં સતાવે!’

‘ના ના’ સિલ્લુ વચ્ચે બોલી ઉઠયાં, આજે નવું વરસ છે અને નવે વરસને દહાડે કોઈને તકલીફ નહીં આપવાની.

‘એવું તે હોય કે?’ બેરામજી બોલ્યા, ‘આજે તો બ્રિટાનિયામાંથી ભોણું મંગાવ્યું છે. ‘બેરી પલાવ-દાળ’ અને સલી-બોટી, લગનનું અચાર અને કસ્ટર્ડ તમને જવા નથી દેવાના’

આમ કહી બેરામજીએ બેરી પલાવ-દાળના નામનો સિસકારો બોલાવ્યો અને સાથે મેરવાનજીના મોઢામાં પણ પાણી આવી ગયું અને સો હસી પડયા.

સાંજે નાટક પૂરૂં થયું મેરવાનજી અને સિલ્લુ બન્ને બેરામજીને ઘેર રાતના ભોણા માટે આવ્યા. બેરી પલાવ અને લગનનું કસ્ટર્ડ ખાઈને મેરવાનજી ખુશ ખુશ થઈ ગયા એમનો આજનો નવા વરસનો દિવસ ઘણો જ સરસ રીતે પૂરો થયો.

રાતના ટેકસી પકડી ઘરે આવ્યા ત્યારે ઘરનો દેખાવ જોવા જેવો થઈ ગયો હતો! બંગલાનું બારણું બંધ. અંદરથી પાણીનો મોટો રેલો બહાર આવેલો, ને પગથિયા નીચે થઈને બધે પાણી જ પાણી!

‘અરરરર..! આ શું?’ મેરવાનજી બોલી ઉઠયા: ‘નળ ફાટકો કે શું?’

તાળું ઉઘાડી બન્ને ઝટઝટ અંદર ગયા. છેક આગળના ડ્રોઈંગરૂમમાં પણ પાણીજ પાણી! નીચે પડેલી ચીજો પાણીથી પલળી ગયેલી! છાપા પલળી ગયેલાં! ચંપલોને બેટની કેટલીક ચીજો પણ પાણીનો ભોગ બનેલી!

ખરી મજા તો રસોડામાં જોવાની હતી! રસોડાના ઓરડાના ઉંબરાની પાળી ખૂબ ઉંચી હતી. એટલે તે આખો ઓરડો જાણે પાણીનો હોજ બની ગયેલો! પાણી ઉપર બે થાળીઓ, એક ઢાંકણું અને ત્રણ વાટકીઓ તરતી હતી! વળી મસાલાનો ડબ્બો ધોવાઈ ગયો હતો. એમાંથી હળદર, મરચાં, ધાણાજીરૂં વગેરે ઓગળીને પાણી સાથે ભળી ગયા હતાં. પાણીનો રંગ લાલપીળો અને વાદળી! ચાની છૂટી પાંખડીઓ પણ કોઈ કોઈ જગ્યાએ તરતી હતી!

‘અરેરે, આપણું નાટક તો અહીં બરાબર થઈ ગયું! સિલ્લુ પટલાણી બધો દેખાવ જોઈ બોલી ઉઠયા.

પટેલ કહે: ‘પાણી ઠેઠ કબાટમાં પણ ગયું લાગે છે! અંદરની ચીજોના પણ રેલા ચાલ્યા છે! ખાંડ તો ઓગળીને સફાચટ થઈ ગઈ હશે.!’

‘ખાંડ અને ગોળ બધુસ્તો! પણ આમ પાણી ભરાઈ રહ્યું કેવી રીતે? ખાળમાં કંઈ અઠકયું તો નહીં હોય?’

કંઈક યાદ આવતા પટેલ બોલી ઉઠયા. ‘અરે હં, હં હવે યાદ આવ્યું ખાળમાંથી વાંદા બહુ આવતા હતા, તેથી મેં દાટો મારોલો -જેથી પાણી જાય પણ વાંદા ન આવે.’

‘ખાળે દાટો મારોલો ને નળ ખુલ્લો! પછી તળાવ જ ભરાયને નાટક જોવાં ગયાં પણ પછી પાછળ નાટકનું જબરૂં ચેટક થઈ ગયું! સિલ્લુ હસતા હસતાં બોલ્યા ને પટેલ ફુઉઉઉ દળને હસી પડયા…! ને આમ હસતા રમતા તેમનો પતેતીનો દિવસ ઉજવાયો.

Leave a Reply

*