પારસી પ્રજા મઝદયસ્નાન પ્રજાઓનો એક મૂળ ભાગ છે. મઝદયસ્નાન પ્રજાઓને બસ્તે-કુશ્તીઆન કહે છે. તેઓ પોતાને પેદા કરનારને ‘અહુરમઝદ’ને નામે ઓળખે છે. જે કોઈ પ્રજા ખલ્કતના સાહેબને અહુરમઝદને નામે ઓળખે તે પ્રજા મઝદયસ્નાનજ હોય છે. જે પ્રજા મઝદયસ્નાન હોય તે જરથોસ્તી ગણાય છે અને તે પ્રજા સુદરેહ-કુશ્તીવાળી બસ્તે-કુશ્તીઆન પણ હોય છે. તેઓની ધાર્મિક બંદગીઓને માંથ્રો કહે છે. તેઓના ધર્મને દએન કહે છે, જેને મઝદયસ્ની જરથોસ્તી દએનનાં ખાસ નામે ઓળખે છે. મઝદયસ્ની જરથોસ્તી શબ્દો સાથે સાથજ આવે. મઝદયસ્ની દએન જ્યારથી વખત શરૂ થયો ત્યારથીજ છે. અને પછી જગ રેલથી લય થાય છે. આ લયમાંથી દુનિયા પાછી શરૂ થાય છે. આમ 81000 વર્ષ લગી દુનિયા ચાલીને જગરેલથી લય થાય છે. આમ ચાલ્યાજ કરે છે. આ વર્ષના અઈયામને ‘ઝરવાને દરેઘો ખદાત’ કહે છે.
દરેક દરેઘો ખદાતે મઝદયસ્ની દએનથી શરૂ થાય છે અને તે દરેઘો ખદાતે મઝદયસ્ની દએનથી શરૂ થાય છે અને તે દરેઘો ખદાતનાં પહેલા ચાર હજાર જેટલા વર્ષો પસાર થયા પછી દુનિયામાં ‘દએવ’નું જોર એટલે જડતા=રૂહાની વૃધ્ધિ બાબેની અજ્ઞાનતા-તિરસ્કારનું જોર વધે છે. જેથી અશો જરથુસ્ત્ર સાહેબ ઉતરીને દુનિયાનું નવું બંધારણ નવરચના કરી મઝદયસ્ની દએનમાં વધારો કરે છે અને બીજી દીનો જે જીરમોના સિધ્ધાંત ઉપર રહી છે તેઓને ઉગવાનો સામાન તૈયાર કરી જાય છે.
‘માંથ્ર તથા ‘યસ્ન’ જરથોસ્તી દએનનાં ખાસ લક્ષણો
પેગામ્બર સાહેબે આપેલી નવાઝેશોમાં માંથ્રો (અવસ્તાના કલામો) અને યસ્નો (ક્રિયાકામો)ની નવાઝેશ ખાસ છે. પેગામ્બર સાહેબની આપેલી આ ઉત્તમ ચીજોને અવસ્તામાં ‘સેંઘહા’ને નામે ઓળખે છે જે પેગામ્બર ઉપર ‘યાન’ (સ્પીરીચ્યુઅલ ગીફટ) યાને મીનોઈ બક્ષીસ રૂપે વારસામાં ઉતરે છે. જે ઉત્તમમાં ઉત્તમ પ્રકારની કેળવણી, રૂવાન-દરોસ્તીવાળી કેળવણી કરી આપે છે.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024