દરેક નાના મોટા જણે સવારના પહોરમાં ઝળકયું થતા સુરજ ઉગવાની 72મીનીટ અગાઉ યાને ઉશહેન ગેહની હોશબામ થવાની અગાઉ યા બને તેમ જલદી બીછાનાપર ઉઠી, ત્યાજ જમીન પર તુરત ઉભા રહીને ઉત્તર દિશા સિવાય બીજી કોઈ પણ દિશામાં મોંહ કરી જમીન પર હાથ લગાડી આરમઈતીને નમસ્કાર કરીને એક અષેમ વોહુ ભણવી અને તે વખતે મનમાં એવો વિચાર કરવો કે મારી ‘મહેરઅઈપી’ યાને મારા તન-કેહર્પની આસપાસના વાતાવરણમાં શુભ પ્રવાહનો વધારો હોજો.
પછી ત્યાંજ વાંકા વળી ત્રણ વખત જમીનને પગે પડતાં મનમાં બોલવું કે ‘યા સ્પેદારમદ અમેશાસ્પંદ! તમને સદ હજારવાર નમાજ હોજો! પછી પૂર્વ દીશાએ મોંહ કરી કાંઈ પણ બોલ્યા વગર પહેલા કસ્તી આખી છોડવી. પછી ક્ષ્નોથ્ર અહુરહે મજદાઓ અષેમ 1 આખી ભણવી. ત્યારબાદ અહુરમઝદ ખોદાએ આખી ભણી બે યથા તથા એક અષેમ વોહુ ભણી કસ્તીના ગાંઠ મારવા, ફકત આટલુંજ ભણી કસ્તી કરવી કારણ કે આ સિવાય બીજા અવસ્તા માંથ્ર ઉઠાતાને વાર વસીદે મોઢે સવારના પહેલી કસ્તી સાથે ભણવાની મનાઈ છે.
હવે આબેઝર યાને ગોમેઝ (યાને તરો) જમણા હાથની ખોબલીમાં ખપ જોગો થોડો લેવો. જેઓ દાવર યાને તરીકતો ઉપર સાબેત કદમ રાખી અશોઈની શક્તિ ધરાવનાર શખ્સો હોય અને સરોશનો અમલ રાખી ચાલુ બધી તરીકતો, બાજો વગેરે પાળતા હોય અને અશોઈ તથા સચ્ચાઈ પર સાબિત રહેતા હોય, તેઓએ પહેલે સરોશ બાજ પહેલેથી માંડી પાંચ યથા ભણતાં શરીરના ઉઘાડા ભાગો ઉપર તરો નીચે જણાવ્યા મુજબ લગાડવો. ત્યારબાદ સરોશ બાજનો બાકીનો ભાગ ‘અષેમ 3 ફ્રવરાને’થી તે છે કેરફેહ મોજ્દ’ સુધી ભણીને પુરો કરવો પણ તેમાં આવતું સ્ત્રઓષેમ અષીમ હૂરઓદેમ વેરેથ્રાજનેમ ફ્રાદત-ગએર્થમ, અષવનેમ અષહે રતૂમ યજમઈદે’વાળું વાકય મુદ્દલ ભુલવું નહીં. ‘નેમસ્ચા યા આર્મઈતિશ ઈજાચા’3 વાર ભણવું. આ વખતે હજંધ્રેમ બએષજનાંમ, બએવરે બએષજનામ્ આ વાકય આખું ત્રણવાર વાંચી1 અષેમ ભણવી.
હવે ખોબલીમાંના તરાએ આપણા બેઉ હાથોની આખી હથેલી ભીજવવી અને પહેલો યથા આખો ભણતા ભણતાં ડાબા હાથે જમણા હાથની કોણીથી થોડો લગાડતાં લગાડતાં છેક નીચે આંગળાના નખ સુધી લગાડવો પછી ત્રીજો યથા ભણતાં બેઉ હાથે માથાના કપાલપરથી ઉતરતા હાથે આખા ચહેરા કાનપર અને ગરદનથી ગળાં સુધી લગાડવો. ચોથો યથા ભણતાં જમણા પગની ગુંટી અને ઉપરની પાટલીપરથી ઉતરતા હાથે પગના નખ સુધી તેમજ તળીયે પગની એડીથી તે આંગળા સુધી ઉતરતા હાથે લગાડવો અને પાંચમો યથા ભણતાં ડાબા પગ પર જમણા પગની માફક ઉપર જણાવ્યા મુજબ તરો લગાડવો. યથા ભણીને ગોેમેજ એક એક ભાગને લગાડી રહ્યા પછી દરેક વખતે ઉત્તર દિશા તરફ તચાકડી ફોડીને દરૂજીને (ગાશકી ગંદકીને તેમજ ખરાબ વિચારની અસરને) વખોડી નાખવી.
હવે જેઓ દાવર નહી હોય યાને બધી તરીકતો, બાજો, અશોઈ વગેરેનો અમલ નહી પાળી શકતા હોય, તેઓએ ઉપર મુજબ નહીં કરતાં ફકત હાથની ખોબલીમાં ખપ જોગો ગોમેજ (તરો) લઈ ‘નીરંગ-ઈ-આબેઝર’ યાને તરો લેવાનું ભણતર નીચે મુજબ ભણવું. અષેમ 1 સુધી આખું ત્રણ વાર ભણવું
પછી ફકત 5 યથા ભણી, દરેક યથા વખતે તેને લગતા ભાગોને ગોમેજ (તરો) ઉપર જણાવી ગયા મુજબ લગાડવો. એ સિવાય બીજું કાંઈપણ ભણવું નહીં. આ ગોમેજ લગાડતી વખતે એવા ખ્યાલ યાને વિચાર કરવા કે ‘મારા ઉશ્તાન (યાને સજીવન શક્તિ જે ભાન કરાવે છે તે) ની ઉપર ઉંઘ દરમ્યાન તીરે ગોહર યાને ગાશેકી ગલબો (અંધકારી સરશોક) જે રાતની વખતે દરેક જાનદાર પેદાયશ ઉપર હમેશા જોશભરે ધસારો કરે છે અને જે દિવસે સુરજના પ્રકાશ-તાપને લીધેજ કપાતો રહે છે તે તીરે ગોહર યાને ગાશેકી દરૂજી ગલબો નિર્મૂળ થઈને જમીનની આરમઈતી તરફ ખેંચાઈને સુંદર ખાતરમાં ફેરવાય. આ ગોમેઝની તરીકતના મીર્થ આખો દિવસ મારા મનમાં ચાલુ રહે જેથી ખરાબ વિચારોને એજ રીતે મારી હઠાડયા કરૂં.’
હવે ગોમેઝ લગાડેલા ભાગને સુકી ખાક કે સુકકી સોજ્જી રેતી (દરીયામાંની રેતી હોય તો તે પહેલે ધોઈને તકડામાં સુકવી વાપરવા લેવી) લગાડી સુકવવો. જો રેતી ન હોય તો હાથ કરી બધી જગા નુછી નાખી ગોમેજને સુકવવો. ત્યારબાદ કપડાના (રૂમાલના) પેવંદથી પાણીનો ભરેલો કળસ્યો લઈ ક્ષ્નોથ્ર અહુરહે મજદાઓ અષેમ 1 ભણતાં ગોમેજ (તરો) લગાડેલા બધા ભાગોને સારી રવેસે ધોઈ નાખવા. હવે જો ગોમેઝ લીધા પછી તુરત હાજતે યાને કદમચીએ (વારા પીસાબે) જવું હોય તો માત્ર હાથોજ ધોઈ નુછીને વારા પીસાબે જવું.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024