સૌદર્ય, શ્રદ્ધા, શાંતિ અને શક્તિ એટલે સ્ત્રી

કોઈપણ રાષ્ટ્રના વિકાસનુ આકલન તે દેશની મહિલાઓ પરથી કરવામાં આવે છે. દરેક વ્યક્તિની પુષ્ઠભૂમિ મહિલાઓના હાથે લખવામાં આવે છે, દરેક વિકાસના પાયામાં સ્ત્રીની ભૂમિકા હોય છે અને દરેક ઉપલબ્ધિની પાછળ કોઈને કોઈ મહિલાનું યોગદાન હોય છે.

દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુએ પણ કહ્યુ હતું, ‘તમે કોઈ દેશની મહિલાઓની સ્થિતિને જોઈને એ રાષ્ટ્રની પરિસ્થિતિનુ અનુમાન લગાવી શકો છો.’ તેમની આ વાત ઘણી હદ સુધી યોગ્ય પણ લાગે છે. આઠ માર્ચનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને એક તક આપે છે જ્યારે આપણે અનેક રાષ્ટ્રોની ઉન્નતિને ત્યાંની મહિલાઓના વિકાસ અને જાગૃતતાના માપદંડ દ્વારા સમજીએ છીએ.

અતીત અને વર્તમાનની મહિલાઓની તસ્વીરો જોઈએ તો ફેરફારની એક લહેર સાફ જોવા મળે છે પણ ફેરફારની આ યાત્રા લાંબા સંઘર્ષ અને પડકારોથી ભરેલ રહી છે.  વર્ષ 1909માં આ યાત્રાની શરૂઆત થઈ હતી જ્યારે પહેલીવાર અમેરિકામાં સોશલિસ્ટ પાર્ટીએ 28 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવાનુ એલાન કર્યુ. આ પ્રક્રિયા ત્યાં 1913 સુધી ચાલી. આ રીતે વિશ્ર્વમાં પહેલીવાર કોઈ દેશમાં સ્ત્રીઓને સમર્પિત કોઈ દિવસ ઉજવવાની શરૂઆત થઈ.

પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવ્યાના એક અઠવાડિયા પછી એક દર્દનાક દુર્ઘટના થઈ. ન્યૂયોર્ક સીટીમાં 25 માર્ચના રોજ થયેલ ભીષણ અગ્નિકાંડમાં 140થી વધુ કામકાજી સ્ત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો. જેમા મોટાભાગની ઈતાવલી અને યહૂદી સ્ત્રીઓ હતી. આ ઘટનાએ સ્ત્રીઓની કામકાજની સ્થિતિઓ તરફ ધ્યાન ખેચ્યુ અને મહિલાઓના મુદ્દામાં આ પણ એક મુદ્દો બની ગયો. ત્યારબાદ 1914માં પ્રથમ વિશ્ર્વ યુદ્ધ પહેલા રૂસમાં શાંતિની અપીલ કરનારી મહિલાઓએ ફેબ્રુઆરીના અંતિમ રવિવારે પ્રથમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ મનાવ્યો, વિચાર-વિમર્શ પછી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે આઠ માર્ચનો દિવસ નક્કી કરવામાં આવ્યો. ત્યારથી દુનિયાભરમાં આ જ દિવસે  મહિલા દીન ઉજવવામાં આવે છે.

Leave a Reply

*