જમશેદજી નવરોઝ પર ભણવાનું ખાસ ફરજ્યાત ભણતર

જયારે સુરજ આખા વરસની બારે રાશિમાં ફરી ફરીને પાછો પહેલી મેષ રાશિમાં દાખલ થાય છે, તે દિવસે આખી સૃષ્ટિની (જગતની) સાલગ્રેહ પડે છે. તેથી એ સૌથી મહાન સબકતા હીંગામપર  ખાસ ફરજિયાત ભણતર ફરમાવેલું છે જે નીચે મુજબ છે

હાવન ગેહમાં: 9 ખોરશેદની અને 3 મહેર નીઆએશ નીચે પ્રમાણે કરવી: આપણે જેમ રોજ 1 ખોરશેદ, 1 મહેર નીઆએશ કરીયે છીએ તેને બદલે પહેલા સામટી 3 ખોરશેદ નીઆએશ ભણી જઈ, પછી 1 મહેર નીઆએશ ભણી દાદ્રા વીસ્પ હુમત 3 વખત ભણવી. આ પ્રમાણે પાછું બધું બીજી વખત ભણવું, અને તેજ પ્રમાણે પાછું બધું ત્રીજી વખત ભરવું. પછી બીજું ફરજિયાત ભણતર બને તેમ ભણવું.

રપિથ્વન ગેહમાં : 6 ખોરશેદ અને 2 મહેર નીઆએશ નીચે પ્રમાણે ભણવી: પહેલા 3 સામટી ખોરશેદ અને 1 મહેર, અને પાછી 3 સામટી ખોરશેદ અને 1 મહેર નીઆએશ કરવી.

ઉજીરન ગેહમાં: પહેલા 3 સામટી ખોરશેદ અને 1 મહેર નીઆએશ કરવી.

આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ ત્રણે ગેહ મળી 18ખોરશેદ અને 6 મહેર નીઆએશ જરૂરજ ભણવી અને પછીજ બીજાું ભણતર ભણવું. કારણ કે ખોરશેદ યજદના આ નવરોઝ મુબારક દીવસના ઉપરથી આવતા સૌથી સરસ પ્રવાહો આ ઉપલાં ભણતરથી આપણને મળવાથી ઉરવાનની વૃધ્ધિમાં આખું સાલ ઘણોજ ફાયદો થાય છે.

જ્યોતિષ વિદ્યાની ગણતરી મુજબ સુરજ કયા વખતે મેષ રાશિમાં દાખલ થાય છે તે તપાસીને દરેક ગેહનો અમલ કરવો. તા. 21મી માર્ચે હાલમાં ફસલી હોરમજદ રોજ અને ફરવરદીન મહીનો ા- થાય છે, જેને આપણે જમશેદી નવરોઝ કહીએ છીએ. હવે હોરમઝદ રાજે સવારના હાવન ગેહમાં જે વખતે સુરજ મેષ રાશિમાં દાખલ થાય તે વખત પછીની 33 મીનીટ જવા બાદ હાવનની કુશ્તી કરી સરોશ બાજ, હાવન ગેહ ભણી લઈ 9 ખોરશેદ અને 3 મહેર ઉપર જણાવ્યા પ્રમાણે માંડવી અને પછી બીજું બધું જે કાંઈ ભણવું હોય તે ભણી લેવું. એજ પ્રામણે રપીથ્વન ગેહમાં 12 વાગા પછી 33 મીનીટ જવા દઈને રપીથ્વનની કસ્તી કરી સરોશ બાજ, રપીથ્વન ગેહ ભણી લઈ, 6 ખોરશેદ અને 2 મહેર ઉપર જણાવ્યા પ્રમાણે ભણવી. એજ પ્રામણે ઉજીરન ગેહમાં 3 વાગા પછી 33 મીનીટ જવા દઈને ઉજીરનની કસ્તી કરી સરોશ બાજ તથા ઉજીરન ગેહ ભણી લઈ 3 ખોરશેદ ને 1 મહેર ભણવી. હવે જો સુરજ હોરમઝદ રોજે મેષ રાશિમાં બપોરના રપિથ્વન ગેહમાં દાખલ થતો હોય તો રપિથ્વનની અને પછીની ઉજીરનની ખોરશેદ મહેર ઉપર જણાવેલી સંખ્યામાં તે ગેહોમાં આપણે ભણી લેવી અને બીજે દિવસે યાને બહમન રોજે સવારે હાવન ગેહની અંદર 9 ખોરશેદ અને 3 મહેર ઉપર જણાવ્યા પ્રમાણે ભરવી, કારણ કે પહેલે દિવસે હોરમજદ રોજે હાવન ગેહમાં સુરજનો મેષ રાશિમાં દાખલ થવાનો વખત નહીં હતો તેથી બીજે દિવસે હાવનમાં ભણી ત્રણે ગેહોનો સીલસીલો પુરો કરવો. જો હોરમઝદ રોજે ઉજીરનમાં સુરજ મેષ રાશિમાં દાખલ થથો હોય તો ફકત ઉજીરનની 3 ખોરશેદ 1 મહેર કરી, બીજે દિવસે બહમન રોજે હાવન અને રપિથ્વનની ખોરશેદ અને મહેર નીઆએશો ઉપર જણાવેલી સંખ્યામાં ભણવી. જો હોરમજદ રોજે અઈવીસ્ત્રુથ્રેમ કે ઉશહીન ગેહમાં સુરજ મેષ રાશિમાં દાખલ થતો હોય તો હોરમઝદ રોજે આ ખાસ ખોરશેદ મહેરનો સીલસીલો નહીં માંડતા, બીજે દિવસે બહમન રોજે હાવન, રપિથ્વન અને ઉજીરન ગેહમાં ઉપર જણાવેલી સંખ્યામાં ખોરશેદ મહેરની ન્યાયેશો જરૂર માંહવી. મતલબ એ કે કોઈબી રીતે સુરજ મેષ રાશિમાં દાખલ થાય તે પછી જ ઉપર જણાવેલી સંખ્યામાં ખોરશેદ મહેરનો સીલસીલો કરવો, પછી તે પહેલા દિવસે પૂરો થાય કે અધુરો રહીને બીજા દિવસે બહમન રોજે પૂરો થાય યા તો હોરમઝદ રોજે મુદ્દલ ન માંડતા બહમન રોજે હાવન, રપિથ્વન અને ઉજીરન ગેહમાં પૂરો થાય. એજ પ્રમાણે જમશેદી નવરોઝની જશન ક્રિયા પણ ઉપર મુજબ ખુરશેદનો મેષ રાશિમાં દાખલ થવાનો ટાઈમ જોઈનેજ તે ગેહમાં માંડવી.

ફ્રવરદીન મહીનાના હોરમઝદ રોજથી તે અમરદાદ રોજ સુધી સાત દિવસો સાત અમેશાસ્પંદોની આરાધના કરવાના મોતેબર દિવસો ગણાય છે, માટે એ સાત દિવસો પર ફરજ્યાત ભણતર પછી મોટી હપ્તન યશ્ત રોજ જરૂરજ ભણવી. તેમાં યાતુ જી જરથુસ્ત્રનો આખો કરદો છેલ્લા અષેમ સાથે સાત વખત જરૂર ભણવો. એ મોટી હપ્તન યશ્તની બંદગી ગાથાના દિવસ પછી ભણવાની ઘણી ઉત્તમ બંદગી ગણાય છે. વળી આ સાત દિવસોપર હાવન અને અઈવિસ્ત્રૂથએમ ગેહમાં સરોશ બાજમાનું સ્ત્રઓષેમ અષીમ…યજમઈદે વાલું વાકય 121 વખત ભણવું.

Leave a Reply

*