જાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે

 ચૈત્ર સુદ એકમ એ મરાઠી નવા નર્ષનો પ્રથમ દિવસ છે. એ પાછળ એવી દંતકથા પ્રચલિત છે કે પ્રભુ શ્રી રામચંદ્ર ચૌદ વર્ષનો વનવાસ ભોગવી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઇ જે દિવસે અયોધ્યા પાછા ફર્યા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતી. અયોધ્યા નગરીના લોકોએ ઘેર-ઘેર ગુડી, તોરણો ઊભા કરી રામના પાછા ફરવાનો આનંદ વ્યક્ત કર્યો. તે સંદર્ભે ગુડી પડવાનો આ તહેવાર દર વર્ષે ઉજવવામાં આવે છે. ગુડી પડવાને નવર્ષ પ્રતિપદાથ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સામાન્ય રીતે હિંદુઓ કોઇ પણ નવી બાબતનો પ્રારંભ કરવા માટે શુભ દિવસ જ પસંદ કરે છે. એ દૃષ્ટિએ વર્ષના કેટલાંક દિવસો વણજોયા મુહૂર્ત તરીકે કે સાડા ત્રણ મુહૂર્ત જાણીતા છે. ગુડી પડવાનો દિવસ આ સાડાત્રણ મુહૂર્ત પૈકીનો એક છે. નવા ઘરમાં રહેવા જવું, કીમતી વસ્તુઓની ખરીદી કરવી વગેરે બાબતો માટે આ દિવસ શુભ મનાય છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે.

ગુડી ઊભી કરતાં પહેલાં લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઇ લેવામાં આવે છે. તેને હળદર- કંકુ ચડાવવામાં આવે છે. ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો, કડવા લીમડાની ડાળી, હાયડા, નાનું કાપડ, સાડી, ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે. લાકડીના છેડે સાડીને ફીટ બાંધી તેના પર લોટો ઊંધો મૂકવામાં આવે છે. આ ઊંધા લગાવેલા લોટામાં કડવા લીમડાની ડાળી લગાવી હાયડાનો હાર પહેરાવવામાં આવે છે. લાકડી પર સાડી જે રીતે પહેરાય તે રીતે લાકડીને સાડી પહેરાવાય છે.

ઘરના આગળના ભાગમાં રસ્તા પરથી પણ સરળતાથી જોઇ શકાય તે રીતે ગુડીને બાંધવામાં આવે છે. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીકરૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર કંકુ ચડાવવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર આંબાની ડાળી અને તોરણ લગાવવામાં આવે છે. નવા વર્ષના પંચાંગની પૂજા કરવામાં આવે છે.

આ દિવસની શરૂઆત કડવા લીમડાનાં પાન ખાવાથી કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવા પાન ફૂટેલા હોય છે. તેના કૂમળા પાન લઇ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને કીટનાશક છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે ઉતારવામાં આવે છે. ગામમાં જ્યાં રામનું મંદિર હોય ત્યાં હાયડાની માળા અર્પણ કરવામાં આવે છે. હળદર- કંકુ, ચોખા ચડાવીને પછી જ ગુડી ઉતારવામાં આવે છે. આ દિવસથી રામનવમી સુધી રામ મંદિરમાં કીર્તનનો પ્રારંભ થાય છે.

આ દિવસે નાનાં બાળકો પાસે શાળામાં પાટી પૂજન (સરસ્વતી પૂજન) કરાવવામાં આવે છે. પાટી પર ચંદ્ર, સૂર્ય, સરસ્વતીનું ચિત્ર દોરી પાટીની એટલે કે વિદ્યાની પૂજા કરવામાં આવે છે.

ભારતની સંસ્કૃતિમાં સૂર્યને સૌથી વધારે મહત્વ અપાય છે. સૂર્ય સાક્ષાર ઈશ્ર્વર છે જેને તમે જોઈ શકો છો. એમની ઉર્જાથી સૃષ્ટિ ચાલે છે. સવારે સૂર્યની  કિરણો ઝાડ, પશુ-પંખી અને માણસ બધા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.

ગુડીને ઘરના પુરૂષ ભાઈ,  પિતા, પતિ કે પુત્ર બાંધે છે. પણ દરેક વસ્તુ પત્ની, માતા કે દીકરી આપે છે. દરેક પરિવાર સ્ત્રી-પુરૂષના આપસી મેળથી જ ચાલે છે ગુડી બાંધવા ભલે પુરૂષ પણ એને પકડવાના કામ મહિલા કરે છે. ગુડી આગળ રગોળી કાઢીને પ્રથમ પૂજનના અધિકાર મહિલાઓના જ હોય છે. આપસી મેળથી જીવન ચલાવવાનું હોય છે. એક બીજાને સમ્માન આપવું અને એક-બીજાનું સમ્માન રાખવું, પ્રેમથી સંબંધોને બનાવા આ પર્વ શીખડાવે છે.

ગુડીને ખાંડની ગાંઠથી પણ શણગારવામાં આવે છે. લીમડાની કડવાશને પચાવી ખરાબ યાદો અને ખરાબ દિવસોને ભૂલીને મિઠાસના રસમાં ડૂબી જવાનું  પ્રતીક છે. આ ગાંઠો સાથે માળાનું પ્રતીક છે કે સુખમાં પણ અમે આત્મજનો, સ્નેહીજનો, મિત્રોથી હમેશા જોડાય ને રહીયે.

આ દિવસે એક ખાસ રિવાજ શ્રીખંડ બનાવવાનો છે. ઠંડીની ઋતુ ખતમ થાય છે અને હોળીના પ્રારંભથી ઋતુ પરિવર્તન થઈ જાય છે. મૌસમમાં ગરમી આવે છે અને ઠંડા પદાર્થો પર લાગેલા પ્રતિબંધ ખત્મ થાય છે. આથી શ્રીખંડ મધુરતા, મિઠાસ, સ્નિગ્ધતા માટે ખવાય છે. ઠંડક આપવા માટે.

આ તહેવારમાં મોગરાની માળાનું પણ તેટલુંજ મહત્વ છે. આ મૌસમ મોગરાની છે મોગરો તેની સુગંધથી માદકતા વિખેરે છે. એના કોમળ સફેદ ફૂલની માલા ગુડીની સુંદરતાને ચાર ચાંદ લગાવે છે. મોગરાના નાના-નાના ફૂલ સંદેશ આપે છેકે સુગંધ એમનું આકર્ષણ છે. આપણા જીવનને આત્મીયતા તથા સુંગધથી ભરી દો કઈક મેળવાની નહી પણ માત્ર આપવાની ભાવના રાખો. આવા જ પ્રતીક ચિહનોથી શણગારેલી ગુડીને દરેક મરાઠી ઘરમાં લગાવેલી જોઈ નવી પેઢીને સંસ્કારોની વિરાસત મળી જાય છે તેઓ આ પર્વોથી સંકળાયેલા રહે છે પરંપરાઓના પાલન  કરે છે તો દિલ સુખ સકૂનથી ભરાય જાય છે.

જાણો કેમ સૃષ્ટિનો પ્રથમ દિવસ ગુડી પડવાના રૂપમાં ઉજવવામાં આવે છે.

Leave a Reply

*