નવસારીની સર જે. જે. પ્રાયમરી સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી

તા. 9મી ફેબ્રુઆરી શુક્રવારના દિને સર જે. જે. પ્રાયમરી સ્કુલ નવસારીમાં નર્સરીથી 5માં ધોરણના બાળકોનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ શેઠ આર જે.જે. હાઈસ્કુલના જોખી હોલમાં યોજવામાં આવ્યો હતો. આ નિમિત્તે હોલમાં શિક્ષકોની ડેકોરેશન ટીમ દ્વારા ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રમુખ તરીકે મોટીવેશનલ સ્પીકર એન્ડર રાઈટર જય અનંતવશી અને અતિથિ વિશેષ તરીકે ચેરમેન ઓફ સ્નેહસેતુ ચેરીટેબલ ટ્રસ્ટના ચેતના બિરલા ઉપસ્થિત રહી કાર્યક્રમને દિપાવ્યો હતો. આ ઉપરાંત લોકલ કમીટી મેમ્બર પરસી દોટીવાલા તેમજ સાબાવાલા તથા ભગીની સંસ્થા શેઠ આર.જે.જે.ના ઈ. આચાર્ય અમીષ તથા પ્રાયમરી વિભાગના ઈ. આચાર્ય દીપીકાબેન, સર જે. જે. હાઈસ્કુલના આચાર્ય તનાઝ પાત્રાવાલા પણ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

શાળાના આચાર્યા કડોદવાલાએ મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી તથા પ્રાર્થના કરી કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ સુંદર વકતવ્ય રજૂ કરી સૌને એક સારી પ્રેરણા પૂરી પાડી હતી. આ ઉપરાંત નોશીર સબાવાલાએ સંસ્થામાં જોડાવા બદલ ખુશી વ્યકત કરી હતી અને પરસી દોટીવાલાએ કાર્યક્રમને નિહાળી ખુશાલી વ્યકત કરી હતી. નર્સરીથી 5માં ધોરણના બાળકોએ અલગ અલગ કાર્યક્રમો અને ડાન્સ રજૂ કરી સૌનું મનોરંજન પૂરૂં પાડયું હતું.

અતિથિ વિશેષ ચેતના બિરલાએ દસ હજાર રોકડ શાળાને ભેટ સ્વરૂપે આપી હતી. શાળાના શિક્ષિકા વીરાભૂરાએ તમામ મહેમાનોને કાર્યક્રમમાં સહભાગી થવા બદલ આભાર વ્યકત કર્યો હતો. બાલમંદિર વિભાગનું કાર્યક્રમનું સંચાલન આરમયતી કીકા અને ધોરણ 1થી 5નું પૂનમ પારેખે કર્યુ હતું. અંતે શાળાના આચાર્યાના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારના તમામ સભ્યો દ્વારા આયોજનૂપર્વક કાર્યક્રમને સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો.

Leave a Reply

*