Your Moonsign Janam Rashi This Week –
03 March, 2018 – 09 March , 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારે હાલમાં કોઈ બાબતમાં ડર રાખવાની જરૂર નથી. શુક્રની કૃપાથી તમે નાણાકીય બાબતમાં સાચા ડીસીઝન લઈ ખર્ચ કરવામાં કોઈ કમી નહીં રાખો. કરીયરમાં સફળતા મેળવશો. નાનુ પ્રમોશન મળવાના ચાન્સ છે. તમારા સેલ્ફકોન્ફિડન્સમાં વધારો થશે. મનગમતી વ્યક્તિ સામેથી મળવાના ચાન્સ છે. મિત્રો તરફથી જોઈતી મદદ મેળવી રહેશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 4, 5, 6 છે.

Venus’ rule makes you all-round courageous. You will secure your future by making the right financial decisions. You have a successful career ahead and are in for a promotion at your workplace. Your self-confidence will increase. You will meet your favourite person. Friends will be supportive. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 3, 4, 5, 6

 

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

આજનો દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી દિવસ ઘરવાળા સાથે પસાર કરજો. કાલથી 70 દિવસ માટે શુક્રની દિનદશા તમારા તમામ દુ:ખને સુખમાં ફેરવી નાખશે. તમારા મોજશોખ ખૂબ વધી જશે. ધણી-ધણીયાણીમાં મતભેદ થતા રહેશે જે કાલથી ઓછા થશે. શુક્રની કૃપાથી નવા કામકાજ શોધવામાં સફળતા મળશે. નાણાકીય તકલીફ ઓછી થતી જશે. આજનો દિવસ સંભાળી લેજો. આજથી ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 4, 7, 8, 9 છે.

Rahu rules over you only for today, and hence spend time with your family. Starting tomorrow, Venus’ rule over the next 70 days, will help solve your problems. Life will become enjoyable. Misunderstanding amongst spouses will reduce gradually. You will be successful in finding a new job. Finances will improve. Starting today, pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 4, 7, 8, 9

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા હેલ્થની કાળજી લેજો. બેદરકાર રહેતા મોટી માંદગીમાં પટકાઈ જશો. રોજ બરોજના કામમાં કંટાળો આવશે. દુશ્મન તમારી પીઠ પાછળ પરેશાન કરશે. અંગત વ્યક્તિ સાથે કામ કરતા હશો તો પણ કામમાં સંતોષ નહીં મળે. સાથે કામ કરનાર તમને ઈમોશનલ કરી નાખશે. કોઈ સાથે લેતી-દેતી કરતા પહેલા દસ વાર વિચાર કરજો. રાહુને શાંત કરવા માટે દરરોજ ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7, છે.

Rahu rules over you till 3rd April, so take care of your health. Do not be lazy at work. Your detractors could bring trouble. You might feel dissatisfaction at work. Think twice before entering into financial transactions. Pray ‘Maha Bakhtar Nyaish’ every day.

Lucky Dates: 3, 4, 5, 7


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

હાલમાં ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે શારિરીક તેમજ માનસિક રીતે ખૂબ સારા રહેશો. ગુરૂની કૃપાથી તમારા કામો બીજા કરતા જલદી પૂરા કરી શકશો. તમે જન્મથી સેનસેટીવ હોવાથી કોઈ પર દયા આવી જશે. તેના મદદગાર થશો. નાણાકીય બાબતમાં જેટલી જરૂરત હશે તેટલા નાણા કમાઈ લેશો. ઘરમાં મહેમાનની અવજ જવર વધી જશે. જ્યાંથી ફાયદો થતો હશે તે પહેલા લઈ લેજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 6, 7, 8, 9 છે.

Jupiter’s rule brings you good health and mental peace. You will be able to complete your tasks in time. Your compassion makes you go out of your way to help others. Financially, a good week ahead. You will have guests visiting you. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 6, 7, 8, 9


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમારી રાશિના માલિક સૂર્યના પરમ મિત્ર ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમને માન-ઈજ્જત વધુ મળતા રહેશે. તમારા વિચારોને સ્ટેડી રાખીને કામ કરશો. ધન માટે બેદરકાર રહેતા નહી. જૂના ઈનવેસ્ટમેન્ટમાંથી ધનલાભ મળશે. તમારા લીધેલા ડીસીઝન ઘરવાળાને ફાયદો અપાવીને જશે. ગુરૂની કૃપાથી નાની મુસાફરી કરવી પડે તો કરી લેજો. નવા કામ માટે સારો સમય છે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7, છે.

Jupiter’s rule will aid you in making the right decisions. People will respect you increasingly. Be careful with money. You previous investments will bring profits. Family members will benefit from your decisions. Travel is on the cards. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 3, 4, 5, 7

.


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

23મી માર્ચ સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમને નાણાકીય બાબતમાં ખેંચતાણ કરવી પડશે. જ્યાં ખર્ચ કરવાનો હશે ત્યાં ખર્ચ નહીં કરો અને બીજી જગ્યાએ ખોટો ખર્ચ કરશો. ઘરવાળાઓ સાથે નાની બાબતમાં મતભેદ પડતા રહેશે. તમે જે બોલશો તેનો ઉંધા મતલબ કાઢશે. સાંધાના દુ:ખાવાથી કે માથાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 8, 9 છે.

Saturn’s rule over you till 23rd March could pose a temporary financial crunch. Avoid unnecessary expenses. You could get into arguments with family members who could misunderstand you. You might experience headaches or joint pains. Pray ‘Moti Haptan Yasht’ every day.

Lucky Dates: 5, 6, 8, 9


LIBRA | તુલા: ર.ત.

07Libra

18મી માર્ચ સુધી બુધ જેવા મિત્રની દિનદશા ચાલશે તેથી તમે તમારા બુધ્ધિબળને વાપરીને ખર્ચ ઉપર કાબુ રાખી બચત કરી શકશો. સાથે કામ કરનારને મદદગાર થશો. બુધની કૃપાથી તમારા લેતી-દેતીના કામ કરવામાં આળસ નહીં આવે. મિત્રો તરફથી મદદ મળતી રહેશે. તંદુરસ્તી સારી રહેશે. તમારા કામ સમય પર પૂરા કરી શકશો. બુધની કૃપા મેળવવા માટે ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 3, 6, 7, 9 છે.

Mercury’s rule till 18th March helps you control your expenses and save money for the future. Colleagues will be helpful. You will complete your financial transactions. Friends will be kind and helpful. Health looks good. You will complete your tasks in time. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 3, 6, 7, 9


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

21મી માર્ચ સુધી મંગળ જેવા ઉગ્ર ગ્રહની દિનદશા ચાલશે તેથી નાની વાતમાં મગજ પરનો કાબુ ગુમાવી દેશો. ઘરવાળા કે ફેમિલી મેમ્બર સાથે સંબંધ બગડી જશે. તમે શાંત રહેવા માગતા હશો પણ તે લોકો તમને શાંત બેસવા નહીં દેશે. વાહન સંભાળીને ચલાવજો. મંગળ તમને તાવ કે માથાનો દુખાવો આપી દેશે. એસીડીટી જેવી બીમારીથી પરેશાન થશો. મંગળને શાંત કરતા માગતા હો તો ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 5, 6, 7, 8, છે.

Mars’ rule till 21st March calls for you to keep calm. Avoid arguments with family members. Drive carefully. You could catch a fever or have acidity and headaches. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 5, 6, 7, 8


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

23મી માર્ચ સુધી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામ કરવામાં સફળ થઈને રહેશો. કરેલા કામ મનથી કરશો તથા તમારો કોન્ફિડન્સ પણ વધી જશે. બીજાને પ્રોબ્લમમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો બતાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. મનને શાંત રાખી શકશો. એક-બે દિવસની મુસાફરી કરવાનો મોકો મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7, છે.

With a little faith and patience, you will be able to complete your work by the 23rd of March. Your self-confidence will increase. You will be able to help others find a way out of their problems. Make sure to invest money. You will get a chance to travel. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 4, 5, 7

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

23મી માર્ચ સુધી તમે તમારા મનને શાંત રાખીને તમારા કામ કરવામાં સફળ થઈને રહેશો. કરેલા કામ મનથી કરશો તથા તમારો કોન્ફિડન્સ પણ વધી જશે. બીજાને પ્રોબ્લમમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો બતાવી શકશો. ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભુલશો નહીં. મનને શાંત રાખી શકશો. એક-બે દિવસની મુસાફરી કરવાનો મોકો મળશે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 3, 4, 5, 7, છે.

With a little faith and patience, you will be able to complete your work by the 23rd of March. Your self-confidence will increase. You will be able to help others find a way out of their problems. Make sure to invest money. You will get a chance to travel. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 3, 4, 5, 7


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

આજનો દિવસ સૂર્યની દિનદશામાં પસાર કરવાનો બાકી છે. તેથી ઉતરતી સુર્યની દિનદશા આજે તમને ખૂબ તપાવશે. કોઈનો ગુસ્સો કોઈ બીજા પર ઉતારી દેશો. આજે શાંત રહેશો તો આખુ અઠવાડિયું સારૂં જશે. કાલથી 50 દિવસની ચંદ્રની દિનદશા તમારા મનને શાંત કરી નાખશે. નેગેટીવ વિચારમાંથી બહાર નીકળતા જશો. આજે ‘યા રયોમંદ’ 101 વાર અને કાલથી ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 4, 6, 8, 9 છે.

Sun rules over you only for today, so take care of your eyes. Avoid getting angry. From tomorrow, the Moon rules you for 50 days, bringing in positivity. Today, pray ‘Ya Rayomand’ 101 times. From tomorrow, pray ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 4, 6, 8, 9


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

તેથી ઓપોઝિટ સેકસ સાથે સંબંધ બગાડવાની જગ્યાએ સંબંધને સુધારી લેશો. ખર્ચ વધુ થવા છતાં તમને જરાબી મુશ્કેલી નહીં આવે.તમારા પોતાના ખર્ચ પર કાબુ રાખીને જોઈતી ચીજ વસ્તુ વસાવી લેશો. ધણી-ધણીયા એકબીજાના મનની વાત તરત સમજી જશો. ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 3, 5, 6, 7, છે.

Venus rules over you till 14th March helping you make amends with people who could be upset with you. You will not fall short of finances even if you splurge. Save money to make new purchases for yourself.  You will be more understanding towards your partner’s thoughts and emotions. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 3, 5, 6, 7

 

Leave a Reply

*