Your Moonsign Janam Rashi This Week –
17 March, 2018 – 23 March , 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તબિયતમાં સારા સારી રહેશે. દરેક બાબતમાં એકટીવ રહેશો. ખર્ચ કર્યા પછી પણ નાણાકીય મુશ્કેલી નહીં આવે. ઓપોજીટ સેક્સનું એટ્રેકશન વધી જશે. તમને ગમતી વ્યક્તિ તમારા મનની વાત સમજી જશે. ગામ-પરગામ જવાના ચાન્સ છે. લગ્ન કરવા માંગતા હશો તો મનગમતી વ્યક્તિ મળી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 17, 20, 21, 23 છે.

Venus ruling you till April 13, brings in good health. You will feel energised and stay active. Inspite of your spendings, finances will not cause concern. There will be enhanced attraction with those from the opposite gender. The person who holds a soft-corner in your heart will understand how you feel. Travel is on the cards. Those looking to get married could find their partners. Pray daily to ‘Behram Yazad’.

Lucky Dates: 17, 20, 21, 23

 

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમને તમારા રાશિના માલિકની દિનદશા 14મી મે સુધી ચાલશે. તમે વધુ પડતા એકટીવ થઈ જશો. કોઈની મદદ લીધા વગર તમે તમારા કામ પૂરા કરી શકશો. તબિયતમાં સારા સારી રહેશે. શુક્રની કૃપાથી એકસ્ટ્રા ઈન્કમ કમાવી શકશો. મુસાફરી કરવા માટે ચાન્સ છે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા.  17, 19, 20, 21 છે.

Venus will rule you upto 14th May, infusing you with energy to keep you active. You will be able to complete your tasks on your own. Health will improve. Extra income indicated with Venus’ blessings. Travel could be on the cards. Pray daily to ‘Behram Yazad’.

Lucky Dates: 17, 19, 20, 21

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

3જી એપ્રિલ સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે તમારા નાના કામમાં પણ ભૂલ કરશો. તમારા વિચારોની અસરથી તબિયત ખરાબ થવાના ચાન્સ છે. નાણાકીય બાબતમાં પરેશાન થશો. આવક ઓછી અને ખર્ચ વધારે થશે તેનું ધ્યાન રાખજો. કોઈપણ બાબતમાં ધ્યાન નહીં આપી શકો. નેગેટિવ વિચારથી પરેશાન થશો. ભુલ્યા વગર દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

Rahu’s rule till 3rd April brings in the possibility of errors even in small tasks. Your negative mindset could spoil your health. Be careful about possibly greater expenditure than income. It will be difficult to focus on things. Negative thoughts will trouble you. Ensure to pray ‘Maha Bakhtar Nyaish’.

Lucky Dates: 17, 19, 20, 21


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

છેલ્લુ અઠવાડિયુંજ ગુરૂની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી નાણાકીય બાબતમાં ધ્યાન આપવાથી લાંબા સમય ઉપર ફાયદામાં રહેશો. ઉતરતી ગુરૂની દિનદશા તમારી કેરીયરમાં ફાયદો અપાવનાર વ્યક્તિ સાથે મુલાકાત કરાવશે. ઘરવાળાની ડિમાન્ડને પૂરી કરી શકશો. તમારા અંગત વ્યકિત સલાહ લેવા આવે તો સલાહ આપીને તેનુ દિલ જીતી લેશો.  આવતા અઠવાડિયાથી દરેક બાબતમાં સંભાળજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 18, 19, 21, 22 છે.

With Jupiter’s rule coming to an end, it would serve you well in the long run to pay attention to financial matters. The planetary situation will connect you with an individual who will benefit your career. You will fulfil your family’s demands. Do give advice to someone close who may come to you for the same as this will win them over. Starting next week, practice greater alertness in all that you do.  Pray ‘Sarosh Yasht’ daily.

Lucky Dates: 18, 19, 21, 22


LEO | સિંહ: મ.ટ.

05Leo

તમને ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા દરેક કામ કોઈની મદદ લીધા વગર કરી શકશો. ધન કમાઈને બચાવવામાં સફળ થશો. નવા કામ કરવામાં સફળ થશો.  ગુરૂની કૃપાથી તમારા હાથથી કોઈનું ભલાઈનું કામ  થઈ જશે. જે પણ કામ કરશો તેમાં તમને જશ અને માન બન્ને મળશે. ફેમિલીને આનંદમાં રાખી શકશો. ગુરૂની કૃપા મેળવવા માટે ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 20, 21, 23 છે.

Jupiter’s rule will help you complete all your tasks without help from others. You will be able to earn and save money. New ventures will be successful. Do not try to change your thoughts. You will inadvertently do noble deeds, due to Jupiter’s blessings. You will be successful and earn respect in any work you do. You will keep your family pleased. To gain Jupiter’s blessings, pray to ‘Sarosh Yasht’.

Lucky Dates: 17, 20, 21, 23

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

તમારે છેલ્લુ અઠવાડિયુંજ શનિની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી જરાબી મનને દુ:ખ લાગે તેવું કામ કરતા નહીં. ઉતરતી શનિની દિનદશા તમારી તબિયતને બગાડી નાખશે. તમારા અટકેલા કામોની પાછળ ધ્યાન આપતા પરેશાન થઈ જશો. શરીરમાં આળસ ખૂબ રહેવાથી રોજ બરોજના કામ સમય પર પૂરા નહીં કરી શકો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 18, 19, 22 છે.

This week marks Saturn’s last, so do not indulge in hurtful activities. The descending rule of Saturn could cause health issues. You could get exhausted trying to get stuck tasks to move towards completion. Lethargy will not allow you to complete your work in time. Pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 17, 18, 19, 22


LIBRA | તુલા: ર.ત.

07Libra

આજનો દિવસ બુધની દિનદશામાં પસાર કરવાનો બાકી છે તેથી હિસાબી કામ પહેલા કરી લેજો. બાકી કાલથી 36 દિવસ માટે શનિની દિનદશા તમને ખૂબ જ અશાંત બનાવી દેશે. તમો થોડા ઘણા આળસુ બની જશો. તમારા પોતાના કામ સમય પર પૂરા નહીં કરી શકો. નાની બાબતમાં તમે ખૂબ કંટાળી જશો. નાણાકીય સ્થિતિ સારી નહીં રહેવાથી મનની સ્થિતિ ખરાબ થતી રહેશે. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 17, 19, 20, 21 છે.

As today marks the last day under the rule of Mercury, it would be a good idea to complete any pending financial transactions. Saturn’s rule takes over from tomorrow for the next 36 days and could cause restlessness. Lethargy could set in. Your work may possibly not get completed in time. Financial situation could cause mental stress. Pray ‘Moti Haptan Yasht’ daily.

Lucky Dates: 17, 18, 20, 21


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તેથી તમારી તબિયત સારી રહેશે. તેની સાથે તમે તમારા વિચારોને ખૂબ સારા રાખીને રોજના કામ સમય પર પૂરા કરી શકશો.  નાણાકીય સ્થિતિ સારી હોવાથી બચત યોજના કરી શકશો. જ્યાંથી ફાયદો થતો હશે ત્યાં વધારે ધ્યાન આપજો. દરરોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 20, 21, 22, 23 છે.

Mercury’s rule till the 17th brings you good health. This helps you keep a positive mindset and will be able to complete your daily chores in time. You will be in a financial position to save money. Concentrate in areas which benefit you. Pray ‘Meher Nyaish’ daily.

Lucky Dates: 20, 21, 22, 23

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

પહેલા 4 દિવસ મંગળની દિનદશામાં પસાર કરવાના છે તેથી બને તો આ અઠવાડિયામાં વાહન ચલાવતા હો તો સંભાળીને ચલાવજો.20મી સુધીમાં તમે તાવ-માથાના દુ:ખાવા કે હાઈપ્રેશરથી જેવી માંદગીથી પરેશાન થશો. બાકી 21મી થી બુધની દિનદશા તમારા વિચારોને પોજીટીવ બનાવી દેશે તેમજ  21મીથી બીજા 56 દિવસમાં દુ:ખને સુખમાં બદલી શકશો. આજથી ‘તીર યશ્ત’ ની સાથે ‘મહેર નીઆએશ’ પણ ભણજો.

શુકનવંતી તા. 17, 21, 22, 23 છે.

Since Mars rules the next and last four days, you are advised to practice caution while driving. You could be afflicted with fever, high BP or headaches upto the 20th. Starting from the 21st, Mercury’s rule infuses positivity. Over the next 56 days, you will be relieved of your pains and will experience happiness. Pray ‘Tir Yasht’ along with ‘Meher Nyaish’ daily.

Lucky Dates: 17, 21, 22, 23.

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

છેલ્લુ અઠવાડિયુંજ શીતળ ચંદ્રની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમે તમારા ડીસીઝન કોઈના દબાવ વગર લેવામાં સફળ થશો. બીજાના મદદગાર બનીને ભલી દુવા લઈ શકશો. ચંદ્રને કારણે ઘરવાળાને સુખ-શાંતિ આપી શકશો. બાકી 24મીથી મંગળની દિનદશા તમારા શાંત મનને અશાંતિમાં ફેરવી નાખશે. તમારા આનંદમાં વધારો કરવા માંગતા હો તો કોઈની મદદ જરૂર કરજો. ધનની ચિંતા નહીં આવે. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 18, 19, 20, 22 છે.

This being the last week under the rule of the Moon, you will be able to make your decisions independent of any pressures. Helping others will earn you blessings. The Moon enables you to bring peace in the family. From the 24th, Mars’ rule might cause loss of peace. To increase your own happiness, don’t hesitate to help others. Finances will be stable. Pray the 34th name, ‘Ya Beshtarna’.

 Lucky Dates: 18, 19, 20, 22


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

તમને ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી 23મી એપ્રિલ સુધી તમે નહીં ધારેલ હોય તેવી જગ્યાઅએ જશો ત્યાં જવાથી મનને શાંતિ મળશે. તમે જે પણ મેળવેલું છે તે વાત સાથે કામ કરનારને કહેવાથી તમારૂં માન વધી જશે. ધનને સંભાળીને બચત કરી અવશ્ય ઈનવેસ્ટ કરજો. શેર માર્કેટમાં લાંબા સમય માટે રોકાણ કરશો તો ફાયદામાં રહેશો. 34મુ નામ ‘યા બેસ્તરના’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 17, 19, 21, 23 છે.

The Moon’s rule brings in opportunities to travel to unexpected destinations uptil 23rd April. These places will bring you peace. Sharing your success and hard work with your colleagues will earn you their respects. Be cautious with money – save and invest. You will benefit if you invest in long term shares. Pray the 34th name, ‘Ya Beshtarna’.

Lucky Dates: 17, 19, 21, 23


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

6ઠ્ઠી એપ્રિલ સુધી સુર્ય જેવા તેજ ગ્રહની દિનદશા ચાલશે તેથી તમને સામે પડેલી અગત્યની ચીજ વસ્તુ દેખાશે નહીં. વધુ ભાગદોડ કરવાથી હાઈપ્રેશર જેવી માંદગીથી પરેશાન થશો. ઉપરી વર્ગ તમને નાની બાબતમાં પરેશાન કરી મૂકશે. સરકારી કામો 6ઠ્ઠી માર્ચ પછી કરજો. અગત્યના કામો સમજી વિચારી ને કરજો. સુર્યના તાપને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 17, 18, 19, 20 છે.

The sharp Sun rule over you till the 6th, might blind you towards seeing objects right in front of you. Excessive running around could cause you high BP. Your seniors could trouble you for small matters. Avoid working out any Government related works till 6th April. Think over important matters strongly before doing them. To reduce the effect of the Sun, pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 17, 18, 19, 20

 

Leave a Reply

*