Your Moonsign Janam Rashi This Week –
31 March, 2018 – 06 April, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા મોજ શોખ કરવા સાથે થોડી કરકસર પણ અવશ્ય કરજો. જે પણ કામ કરશો તેમાં તમે બીજાની વાત સાંભળીને કામ નહીં કરી શકો. નાણાકીય ફાયદા થતા રહેશે. હાલમાં બને તો ઓપોઝિટ સેકસની સાથે સારા સારી રહેશે. તેવી તમે તમારા મનની વાત ખૂબ જ સહેલાઈથી કરી દેશો. તમારી જાત પર ખૂબ જ વિશ્ર્વાસ રાખશો. શુક્રની વધુ કૃપા મેળવવા માટે દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Jupiter’s rule till 13th April urges you to pay attention to your expenses as you continue indulging yourself. You will work as per your will. Financial profits are indicated. You will share a cordial relationship with people from the opposite gender. You will find it easy to speak your heart out. Have enough self-confidence. Pray to ‘Behram Yazad’ for his blessings and guidance.

Lucky Dates: 31, 1, 2, 3

.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

તમારી જ રાશિના માલિક શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા ધારેલા કામ તમે તમારા સમય પર પૂરા નહીં કરી શકશો. ધન મેળવવા માટે તમે લીધેલા ડીસીઝન ખોટા નહી પડે. તમારી સાથે કામ કરનારને મદદ કરી શકશો. ફેમિલી સાથે નાની મુસાફરી એન્જોય કરી શકશો. નવા કામની શોધ કરવાને બદલે ચાલુ કામમાં વધુ ફાયદો મેળવશો. ધણી-ધણીયાણી એકબીજાની વાત ઈશારાથી સમજી જશે. દરરોજ ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.

With Venus ruling you, you might be unable to complete your work in time. You will make the right financial decisions. Help your colleagues. A vacation with your loved ones is indicated. Instead of finding a new job, focus on the current one. Spouses will be more receptive of each other’s feelings and emotions. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 1, 4, 5, 6

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. તેથી 3જી સુધી કોઈ ઉતાવળીયું પગલું ભરતા નહીં. નહીં તો આખુ અઠવાડિયું ખરાબ જશે. ઉતરતી રાહુની દિનદશા તબિયત સારી નહીં રાખે. બાકી 4થી એપ્રિલથી 70 દિવસ શુક્રની દિનદશા તમારા બધાજ પ્રોબ્લેમ દૂર કરવામાં મદદ કરશે. તમારા સ્વભાવમાં ખૂબ ચેન્જીસ આવી જશે. આવતા અઠવાડિયાથી ધન માટે મુસીબત ઓછી થઈ જશે. ‘મહાબોખ્તાર નીઆએશ’ સાથે ‘બહેરામ યઝદ’ની આરાધના પણ કરજો.

શુકનવંતી તા. 2, 4, 5, 6 છે.

Rahu’s rule for the next four days calls for avoiding making any hasty decisions. The descending rule of Rahu could cause illness. From the 4th, Venus’ rule over the next 70 days solves all your problems. The oncoming week brings in financial stability. Pray to ‘Behram Yazad’ and ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates: 2, 4, 5, 6


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમે લીધેલા ડીસીઝન બરાબર નહીં લાગે. મનમાં ખોટા વિચારો આવશે. અચાનક ખર્ચ વધી જવાથી નવી મુસીબતો આવશે. આસપાસની વ્યક્તિ પીછ પાછળ રહી હૈરાન કરશે. મનની વાત કોઈને કહેવાની ભૂલ કરતા નહીં. મનગમતી વ્યક્તિ નાની બાબતમાં નારાજ થઈ જશે. દરરોજ ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 31, 1, 3, 5 છે.

With Rahu ruling you till 4th May, you could be unhappy with your decisions. You will be vulnerable to negative thoughts. An increase in expenses might create issues. Beware of backstabbers. Avoid speaking your heart out. A loved one might be disappointed in you. Pray ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates: 31, 1, 3, 5


LEO | સિંહ: મ.ટ.

05Leo

ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમે જે પ્લાન બનાવશો તેમાં ખુબ વિચાર કર્યા પછી જ આગળ વધશો. નાણાકીય બાબતમાં બચત અવશ્ય કરજો. ફેમિલી મેમ્બરની ડિમાન્ડ પૂરી કરવા માટે વધુ કામ કરી શકશો. તમારો સેલ્ફકોન્ફિડન્સ વધારવા માંગતા હો તો રોજના ભણતરની સાથે ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 2, 3, 4, 5 છે.

Jupiter’s rule calls for you to be more cautious in your approach towards life. Make sure you save money. You will work harder to fulfil your family members’ wishes. To increase your self-confidence, pray ‘Srosh Yasht’ along with your daily prayers.

Lucky Dates: 2, 3, 4, 5

 


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

હવે તો તમને ધર્મના દાતા ગુરૂની દિનદશા ચાલુ હોવાથી 22મી મે સુધીમાં તમારા હાથે ધર્મના કામ થતા રહેશે. ગુરૂની કૃપાથી તમારૂં માનસન્માન વધી જાય તેવા કામ કરી શકશો. અટકેલા કામ માટે થોડીઘણી મહેનત કરવાથી કામો ફરી ચાલુ કરી શકશો. લગ્ન કરવા માંગતા હશો તો તમને મન પસંદ વ્યક્તિ મળવાના ચાન્સ છે. ગુરૂની કૃપા મેળવવા માટે ‘સરોશ યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 1, 4, 5 છે.

Jupiter’s rule till 22nd May calls for you to indulge in religious activities. People will respect you more because of your actions. With a little hard work, you will be able to restart any incomplete tasks. Those who wish to get married will find their ideal partner. Pray ‘Srosh Yahst’ every day.

Lucky Dates: 31, 1, 4, 5


LIBRA | તુલા: ર.ત.

07Libra

શનિની દિનદશા ચાલુ હોવાથી તમારૂં મન એક જગ્યાએ સ્થિર નહીં રહે.  જ્યાં ફાયદો થવાનો હશે ત્યાં નુકસાન થઈ જશે. મિત્રો પણ તમારાથી નારાજ થઈ જશે. તમે જોઈન્ટ પેન કે બેક પેનથી પરેશાન થશો. તમે ઘરવાળા માટે સારૂં વિચારશો તો તેઓ તમારી કદર નહીં કરે. ખર્ચ ઓછો કરવા જતા ડબલ થઈ જશે. શનિનું નિવારણ કરવા માંગતા હો તો ‘મોટી હપ્તન યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3, 4 છે.

Saturn’s rule will reduce your attention and focus. You might incur losses. Friends could distance themselves from you. Joint pains or back ache could trouble you. Family members might seem like they do not respect you or your decisions. Your attempts to curb your expenses might not be successful. Pray ‘Moti Haptan Yasht’.

Lucky Dates: 1, 2, 3, 4


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

17મી એપ્રિલ સુધી બુધની દિનદશા ચાલશે તમે તમારી જાતે તમારી પરેશાની દૂર કરવાનો સીધો રસ્તો શોધી લેશો. તમારા અંગત વ્યક્તિને જો સલાહ લઈને કામ કરશો તો તેમાં ફત્તેહના ડંકા વગાડશો. ધન માટે સમય સારો હોવાથી થોડીઘણી એકસ્ટ્રા ઈન્કમ મેળવી લેશો. કરકસર કરીને થોડીઘણી રકમ સારી જગ્યાએ રોકાણ કરવામાં સફળ થશો. હીસાબી કામ પહેલા પૂરા કરવાની કોશિશ કરવામાં સફળ થશો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજો.

શુકનવંતી 31, 4, 5, 6 છે.

Mercury will rule over you till 17th April, helping you find the simplest way out of your problems. Heeding to the advice of your loved one will benefit you. You will earn more profits this week. Save and invest money. Complete your financial transactions immediately. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 31, 4, 5, 6

 


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મગજમાં ધન કેમ વધુ કમાવું તેવાજ વિચાર આવતા રહેશે. તમે જે પણ કામ કરતા હશો તેમાં તમારે થોડું ઘણું એકસ્ટ્રા કામ કરવું પડશે. જૂના રોકાયેલ નાણાને પાછા મેળવવા માટે બુધ્ધિનો ઉપયોગ કરજો. તબિયતમાં સારો સુધારો દેખાય છે. ગામ પરગામથી કોઈ સારા સમાચાર મળીને રહેશે. નવાકામ શોધવાથી કામ મળી રહેશે. ફેમિલીનો સાથ સારો મળતો રહેશે. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 31, 1, 2, 3 છે.

Mercury’s rule will draw your attention towards profitable offers. Use your intelligence to get back your money. Your health will improve. You will get to hear good news from overseas. There will be successful in finding a new job. Family members will support you. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 31, 1, 2, 3

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

21મી એપ્રિલ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી મગજ ઉપરનો કાબુ જરા પણ નહીં રાખી શકો. ઘરવાળા સાથેના નાની બાબતમાં બોલાચાલી થઈ જશે. જો ભાઈ બહેન હશો તો તેઓ તમારી કોઈ વાતમાં સહમત નહીં થાય. વાહન ચલાવતા હો તો ખૂબ જ સંભાળીને વાહન ચલાવજો. તબિયતમાં માથાના દુખાવાથી તાવ-શરદી જેવી બીમારીથી પરેશાન થતા રહેશો. કોઈ બાબતમાં ખબર ન હોય તેવી બાબતમાં ધ્યાન આપતા નહીં. ‘તીર યશ્ત’ ભણવાનું ભુલતા નહીં.

શુકનવંતી તા. 1, 4, 5, 6 છે.

Mars’ rule till 21st April asks you to keep calm. Avoid arguments with family members. Siblings could disagree with you. Drive carefully. You might experience headaches, fever or catch a cold. Do not waste time on things you do not have knowledge about. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 1, 4, 5, 6


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

23મી એપ્રિલ સુધી શીતળ ચંદ્રની દિનદશા તમને ઠંડા રખાવશે. તમે તબિયતમાં ખૂબ જ તંદુરસ્ત રહેશો. જે પણ કામ કરશો તેમાં સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. તમારા વિચારો પોઝીટીવ રહેવાથી મુશ્કેલી ભર્યા કામ સહેલાઈથી કરી શકશો. જે પણ મેળવવા માંગતા હશો તે પાક પરવરદેગારની મદદથી મેળવી લેશો. રોજ બરોજના કામમાં જશ અને ધન બન્ને મળતા રહેશે. શીતળ ચંદ્રની વધુ કૃપા મેળવવા માટે 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 31, 2, 3, 6 છે.

Thanks to the Moon, you will be calm this week. Health looks good. Your work will enhance your self-confidence. Stay positive to ease out the difficult tasks. With the grace of God you will achieve all you desire. You will be successful professionally and get financial profits. Pray the 34th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 31, 2, 3, 6


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

છેલ્લુ અઠવાડિયું સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે. તેથી કોઈના પણ ગેરેન્ટર બનવાની ભુલ કરતા નહીં. વડીલ વર્ગની તબિયતનું ધ્યાન આપજો. સરકારી કામ કરવામાં તમે નુકસાનીમાં આવી જશો. અંગત વ્યક્તિની તબિયત અચાનક બગડી જશે. જો હાઈપ્રેશરના દર્દી હો તો તેમાં જરા પણ બેદરકાર રહેતા નહીં. ઉતરતી સુર્યની દિનદશા તમારા માથાને પણ તપાવશે. તેથી તમે ખોટા ગરમ થઈ જશો. સુર્યના ઉતાપાને ઓછો કરવા માટે 96મુ નામ ‘યા રયોમંદ’ 101 વાર ભણજો.

શુકનવંતી તા. 1, 2, 4, 5 છે.

This being the last week under Sun’s rule, avoid taking on anyone’s guarantee. Take care of your elder’s health. Do not indulge in government related work to avoid loses. Take care of your health, especially if you have high blood pressure. You might feel angry more often. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 1, 2, 4, 5

Leave a Reply

*