કુસ્તી કરવા માટે પાણીનો અને પાદયાવ યાને હાથ મોઢું ધોવાની તરીકતોને લગતો ખુલાસો

હાવન, રપિથ્વન તથા ઉજીરન ગેહમાં કુશ્તી પાદીયાવ કરવા માટે જોઈતું ચોખ્ખું પાણી કુવા યા નદી તળાવમાંથી કાઢવું હોય તો પહેલાં ક્ષ્નોથ્ર અહુરહે મજદાઓ અષેમ વોહુ1 ભણવો પછી પાણી કાઢવાનું ત્રાંબાનુ જ વાસણ સાફ કરીને કુવામાં ઉતારવું જો કુવો ફકત જરથોસ્તીઓથી જ વપરાતો હોય તો પહેલી વખત પાણી કાઢીને તે વપરાસમાં લેવું. પણ જો કુવાનો ઉપયોગ જુદ્દીનોથી પણ થતો હોય તો થોડો વખત તેઓને બાજુએ રાખી પહેલી વખત થોડું પાણી કાઢી બહાર રેડી દેવું અને ચોથી વખતે ભરીને કાઢેલું પાણી ઉપયોગમાં લેવું. પાણી બહાર રેડી દેવા માટે લખ્યું છે તે ગટરમાં ન નાખતા સોજી જમીન ઉપર ઢોળવું યા તે પાણીને સાધારણ બીજા વાસણ ઉજાળવાના કે ધોવા ધાવાના કાઈ વસરાશમાં જરૂર લેવું હવે ઉપર મુજબ તરીકતથી કાઢેલા પાણીને કપડાના પેવંદથી પકડીને તે માહેલા પાણી ઉપર ચશ્મમાં (આંખ)ની ખાસ્તર (વાથ્વો-ફાદો) ફેકતા ક્ષ્નોથ્ર અહુરહે મજદાઓ અષેમ 1 પઢતા મરદ હોય તો પહેલે જમણો અને પછી ડાબો હાથ અને ઓરત હોય તો પહેલે ડાબો અને પછી જમણો હાથ કોણીથી તે ઉતરતા હાથે નીચે આંગળા સુધી એમ બેઉ હાથો એક વખત ધોઈ ત્યારબાદ હથેલીમાં પાણી લઈ મોઢામાં સહેજબી ગળ્યા વગર  કોગળા કરી (બરશ્નુમવાલા યા અમલવાલા મોબેદ હોય યા તો અમલવાલા બેહેદીન હોય તો તેનાથી કોગળા નહીં કરી શકયા તે સિવાય સાધારણ લોકોએ કરવા. બધી તરીકતો પાળનારાઓથી કોગળા કરતા કદાચ પાણી ગળી જવાય તેથી તે લોકોથી બાજ ધર્યા વગર કોગળા કરાય નહીં) પછી આખુ મોઢું બેઉ કાનો તથા ફરતી ગરદન ધોઈ, (અઈપીની મેગ્નેટીક વાતાવરણની નિર્મળતા માટે તેમજ ખોરેહ મેલવવાની સવળતા કરવા માટે ઉપર મુજબ જણાવ્યા પ્રમાણે પુરતા પાણીથી ચહેરાના બધા ઉઘાડા ભાગોને ખાસ કરી એકેક પછી ત્રણ વખત ધોવા). ત્યારબાદ મરદ હોય તો પહેલે ડાબો પછી જમણો પગ, પગની ઘુંટીથી ઉપરની પાટલી તેમજ નીચેના તળ્યાને ઉતરતા હાથે આંગળા સુધી ધોવો. હવે જેમ બધા ભાગોને ઉપર મુજબ અનુક્રમે હાથ, મોઢું પગને તરીકતથી ધોયા, તેમ તેજ અનુક્રમે બધા ભાગોને નુછી નાંખવા. પગ નુછવા માટે અલાહેદો ટુવાલજ રાખવો. પાદયાવ કરતાં યાને હાથ મોઢું વગેરે ધોતાં પોતાની આઈપીમાંની મેગ્નેટીક આલુદગી યાને અપવિત્રાઈ સાફ થાય, જેથી ચારિત્ર નેક બાંધવામાં તેમજ તેને ટકાવી રાખવામાં બહુ મદદ મળે, એવી મીથ્ર યાને વિચાર ચાલુ કરવા.

Leave a Reply

*