લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

એક વંશીય સમુદાય તરીકે હજાર વરસોથી પારસી સમુદાય ભારતમાં અસંખ્ય પૌરાણિક માન્યતાઓ સાથે જીવે છે અને આપણા સમુદાયના કેટલાક વડીલો સાથે તાજેતરમાં વિચારવિમર્શ કરતા સમજાયું કે તેના પરથી પ્રસંગોપાત ધૂળ સાફ કરવી પણ જરૂરી છે. પરંતુ જાણવા મળ્યું કે આપણા વડીલોજ કેટલીક બાબતો અને સત્યથી અજાણ છે તો આપણે યુવાનો તેમની પાસેથી શું આશા રાખી શકીયે?

ગયા વરસે શહેનશાહી મહેર મહિનાથી આપણે  માહ અને રોજ બન્ને એક હોય તે સમયે પારસી પરબ માસિક કોલમ શરૂ કરી હતી. આપણા વાચકોને તેમાંથી ઘણું જાણવા સાથે પ્રેરણા પણ મળી હતી. પારસી સમુદાયને વધુ જાણવા મળે તે માટે વધુ એક રસપ્રદ શ્રેણી ‘લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ’ આપણા શ્રેષ્ઠ લેખક નોશીર દાદરાવાલા દ્વારા રજૂ કરી રહ્યા છે. જેનો ઉદ્દેશ પૌરાણિક કથા તથા કાલ્પનિક તથ્યોમાંથી સત્ય હકીકત તારવવાની છે.

માન્યતા-1: પવિત્ર આતશ બહેરામ ઈરાનશા વરસો પહેલા આપણા પૂર્વજો દ્વારા ઈરાનથી ભારતમાં લાવવામાં આવ્યો હતો.

હકીકત: ઈરાનશાને સંજાણમાં ભારતની પરંપરા મુજબ સવંત 777ના નવમા મહિનાની નવમે દિવસે લાવવામાં આવ્યા હતા. ઈરાનથી પવિત્ર રાખ ઘોડાની ઉપર મૂકી તથા પગે ચાલીને વાયા અફઘાનિસ્તાન હાલનું પાકિસ્તાનથી થઈ લાવવામાં આવી હતી. આથી પહેલા આતશ બહેરામની સ્થાપના જેમને ઈરાનશા નામ આપવામાં આવ્યું આથી પહેલુ આતશબહેરામ જેને ઈરાનશા નામ આપવામાં આવ્યું હતું તેનો ઈરાન સાથે આધ્યાત્મિક તથા ધાર્મિક સંબંધ છે.

માન્યતા 2: પારસી સમૂહના નેતા ઈરાનથી સંજાણ આવ્યા ત્યારે ત્યાના સ્થાનિક જાદી રાણાને વચન આપ્યું હતું કે તેઓ કોઈ હિન્દુને પોતાના જરથોસ્તી ધર્મમાં ધર્માતર કરશે નહીં.

હકીકત: પારસીઓના ભારતમાં આગમન વિશેનું દસ્તાવેજીકરણ ઘણું ટૂંકમાં છે. એસી 1599માં ‘કિસ્સે સંજાણ’માં આ માહિતી આપવામાં આવી છે. અન્ય શબ્દોમાં કહીયે તો પારસીઓ ભારતમાં આવ્યાની સદીઓ પછી પહેલાના ઈતિહાસનો દસ્તાવેજીકરણ કરવામાં આવ્યો હતો અને કિસ્સે સંજાણ દ્વારા જોવામાં આવે તો જાદી રાણાને કોઈપણ જાતનું વચન આપવામાં આવ્યું નહોતું તથા તે ભારતના રાજા નહોતા પરંતું કોઈ વડા કે કોઈ સરદાર હતા. કિસ્સે સંજાણમાં જાદી રાણા દ્વારા નકકી કરાયેલી પાંચ શરતોનો ઉલ્લેખછે. 1) સ્થાનિક ભાષા ગુજરાતીને અપનાવવી.2) હત્યારો વિના નિ:શસ્ત્ર રહેવું. 3) પારસી મહિલાઓએ સાડી અને બંગડી પહેરવી. 4) લગ્નની રીતમાં દોરાનો ઉપયોગ કરવો. 5) પારસી ધર્મનો ખુલાસો કરવો. બોમ્બે હાઈકોર્ટના પ્રખ્યાત પારસી પંચાયત કેસમાં ન્યાયમૂર્તિ દિનશા દાવરના દ્રષ્ટિકોણ હેઠળ પારસી ઈતિહાસમાં કોઈપણ દાવાને સમર્થન આપવા કોઈ પુરાવા અસિતત્વમાં નથી.

માન્યતા 3: ઝોહાક નામનો ખૂબજ શક્તિશાળી રાક્ષસ જે દેમાવંદ પર્વતની ગુફાઓમાં સાંકળોથી બંધાયેલો છે અને એક દિવસ તે પોતાની જાતને મુક્ત કરશે અને દુનિયાનો વિનાશ કરશે.

હકીકત: ‘આપણે આફ્રીન-એ-હપ્ત અમેશાસ્પંદન’ ‘હમાઝોર દેમાવંદ કોહકે દવન્દ્ર બિવારસ્પ અંદર ઓય બાસ્તા એસ્તદ, રાક્ષસ બિવારસ્પ પણ ઝોહાક થવા અઝીઝહાક તરીકે ઓળખાય છે. જેમાં ગુસ્સો, ઘમંડ, લોભ, ઉત્સુકતા, ઈર્ષા, વાસના જેવા દસ રાક્ષસો સમાયેલા છે. દંતકથા અનુસાર ઝોહાક દ્રુષ્ટાતો પ્રતિક છે અને તે હજુપણ દેમાવંદ પર્વતમાં સાંકળોથી બંધાયેલો છે અને રાતના તે સાકળો ઢીલી પડે છે પણ સવાર પડતા સુર્ય ઉગતા સાકળો ફરીથી મજબૂત થાય છે અને દુષ્ટ વ્યક્તિ શક્તિહીન થાય છે. આ દંતકથા કુદરતમાં એક મહત્વનું સત્ય છે જેને દંતકથામાં રૂપાંતરીત કરી છે માત્ર પ્રકાશ અસ્તિત્વમાં છે અને અંધારામાં માત્ર પ્રકાશની ગેરહાજરી છે. તેવીજ રીતે દૃષ્ટામાં સારાપણની ગેરહાજરી હોય છે. એક દંતકથાના રૂપમાં ઝોહાક એક અનિષ્ઠનો અવતાર છે અંધારામાં પ્રકાશની ગેરહાજરી અને અંધકારમાં મજબૂતાઈ મેળવે છે તે પ્રકાશની હાજરીમાં અદ્રશ્ય થાય છે. જેમ પ્રકાશ અંધારાનો નાશ કરે છે તેમજ સારૂં દ્રુષ્ટતાનો નાશ કરે છે.

Leave a Reply

*