Your Moonsign Janam Rashi This Week –
28 April, 2018 – 04 May, 2018

મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા

જયેશ એમ. ગોસ્વામી

.

ARIES | મેષ: અ.લ.ઈ.

01Aries

છેલ્લું અઠવાડિયું જ સુર્યની દિનદશામાં પસાર કરવાનું બાકી છે તેથી તમારા વડીલ વર્ગની તબિયતનવ સંભાળ રાખજો. ઉતરતી સુર્યની દિનદશા તમને હાઈ પ્રેશર જેવી માંદગી કે માથાના દુ:ખાવાથી પરેશાન કરશે. તમે તમારા ઉપર સેલ્ફ કોન્ફિડન્સ નહીં રાખો. બને તો કોઈ દસ્તાવેજી કામ કરતા નહીં. નાણાકીય બાબતમાં ખેચતાણ રહેવાથી તમારા રોજબરોજના કામ બરાબર નહીં કરી શકો. ગરમ જલ્દીથી થઈ જશો. 96મુ નામ ‘યા રયોમંદ’ 101વાર ભણજો.

શુકનવંતી તા. 28, 29, 2, 4 છે.

Sun’s rule for the next one week calls for you to take care of your elders’ health. Take care of your health especially if you are suffering from high pressure or headaches. Your confidence levels might go low. Avoid signing documents. Financial constraints could affect your routine chores. Pray the 96th name, ‘Ya Rayomand’ 101 times.

Lucky Dates: 28, 29, 2, 4.


TAURUS | વૃષભ: બ.વ.ઉ.

02Taurus

14મી મે સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી મિત્રોને તમારાથી બનતી મદદ કરવામાં કોઈ કસર નહીં મૂકો. ઘરવાળાની જોઈતી મદદ મેળવી લેશો. મનપસંદ વસ્તુ લેવામાં વાર નહીં લગાવો. શુક્રની કૃપા નાણાકીય બાબતમાં ચિંતા નહીં  આવે. નાની મુસાફરીનો ચાન્સ મળે તો મુકતા નહીં. ગામ પરગામથી સારા સમાચાર મળવાના ચાન્સ છે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 29, 30, 3, 4 છે.

Venus’ rule till 14th May makes you helpful to your friends. Family members will support you. Buy something you like. A good week financially. Travel is indicated. You might get to hear good news from abroad. Pray ‘Behram Yazad’ every day.

Lucky Dates: 29, 30, 3, 4

.


GEMINI | મિથુન: ક.છ.ઘ.

03Gemini

16મી જૂન સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી તમારા હરવાફરવાનો શોખ વધી જશે. મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. ઓપોઝિટ સેકસની સાથે મતભેદ દૂર કરવામાં સફળ થઈ જશો. તેમના સાથેના સંબંધ પહેલા કરતા વધુ સારા બની જશે. નાણાકીય બાબતમાં જો પરેશાની આવતી હશે તો શુક્રની કૃપાથી સ્થિતિ સારી કરવાની તક મળી જશે. દરરોજ ભુલ્યા વગર ‘બહેરામ યઝદ’ની આરાધના કરજો.

શુકનવંતી તા. 28, 29, 2, 4 છે.

Venus’ rule till 16th June increase your chances of traveling. You will enjoy yourself. Misunderstandings with people from the opposite gender will decrease. You will find a way to resolve financial problems. Pray to ‘Behram Yazad’ every day.

Lucky Dates: 28, 29, 2, 4


CANCER | કર્ક: ડ.હ.

04Cancer

4થી મે સુધી રાહુની દિનદશા ચાલશે તેથી તમારા કોઈ કામ પુરા નહીં કરી શકો. ઉતરતી રાહુની દિનદશાને કારણે વગર વાકે તમો ને કોઈ ફસાવી દેશે. તમારા ફસાયેલા નાણા મેળવી શકશો. ઓપોઝિટ સેકસની નરાજ થતા વાર નહીં લાગે. અંગત વ્યક્તિની તમારા પર વિશ્ર્વાસ નહીં મૂકે. ધન મેળવવા જતા ગુમાવવુ પડે તે માટે ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 2, 6 છે.

Rahu’s rule till the 4th will not let you fulfil your duties. People could wrongly accuse you of things you haven’t done. You will retrieve your money. People from the opposite gender could get upset with you. In your efforts to make money, you could end up making a loss. An important person will not be able to trust you. Pray, ‘Maha Bakhtar Nyaish’ everyday.

Lucky Dates: 28, 29, 2, 6


LEO | સિંહ: મ.ટ.

05Leo

5મી જૂન સુધી રાહુની  દિનદશા ચાલશે તમે કરેલ કામમાં તમને સંતોષ નહીં મળે. બેચેની તમને વધુ પરેશાન કરશે. તમારા ઘરવાળા તમને માન નહીં આપે તેનું વધુ દુ:ખ લાગશે. આવક ઓછી અને જાવક વધુ થવાથી નાણાકીય મુશ્કેલી આવતી રહેશે. રોજ બરોજનું કામ બરાબર નહીં કરવાથી ઉપરી વર્ગની વાત સાંભળવી પડશે. ભુલ્યા વગર ‘મહાબોખ્તાર નીઆએશ’ ભણજો.

શુકનવંતી તા. 1,2, 3, 4 છે.

You might tend to feel dissatisfied and restless due to Rahu’s rule till 5th June. Your family could seem disrespectful. There could be an increase in expenses and a decrease in income, which could affect finances negatively. Seniors might get upset with you due to flaws in your daily chores. Pray ‘Maha Bakhtar Nyiash’ every day.

Lucky Dates: 1, 2, 3, 4


VIRGO | ક્ધયા: પ.ઠ.ણ.

06Virgo

22મી મે સુધી ગુરૂની દિનદશા ચાલશે તેથી તમારા કામમાં કોઈ જાતની પરેશાની નહીં આવે. ધનની જરૂરત હશે એટલું ધન મળી રહેશે. ચેરીટીજ કામ કરવામાં વધુ ફાવટ આવી જશે. ઘરવાળાનો સાથ સહકાર મળવાથી મુશ્કેલીભર્યા કામ સારી રીતે કરી શકશો. ફેમિલી મેમ્બરને આનંદમાં રાખશો. કોઈ સારા સમાચાર મળવાના ચાન્સ છે. આવકમાં વધારો હોય તો થોડી ઘણી રકમની બચત કરજો. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 2, 4 છે.

Jupiter rules over you till 22nd May and hence you will be stress free. You will get as much money as you need and hence do charity. With your family’s support, you will be able to solve problems. You will make your family members happy. Good news awaits you. Your income will increase, so make sure to save money. Pray ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 28, 29, 2, 4


LIBRA | તુલા: ર.ત.

07Libra

તમને ગુરૂ જેવા શુભ ગ્રહની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા વિચારોને અમલમાં મૂકીને સારા કામ કરી શકશો. જે પણ આવક થશે તેમાંથી બચત કરવાનું ભુલશો નહીં. ફેમિલી મેમ્બરના મદદગાર થવાથી તેમની ભલી દુઆઓ મેળવશો. જો શારિરીક ચિંતા હશે તો તેનાથી છુટકારો મેળવવાનો રસ્તો મળી આવશે. મિત્રો તરફથી જોઈતી મદદ લઈ શકશો. દરરોજ ભુલ્યા વગર ‘સરોશ યશ્ત’ ભણજો.

શુકનવંતી તા. 1, 2, 3 છે.

Jupiter’s rule will bring positive changes in your life. Save a part of your income. By helping family members, you will earn their blessings. You will find solutions for your health issues. Friends will be helpful. Pray, ‘Srosh Yasht’ every day.

Lucky Dates: 1, 2, 3


SCORPIO | વૃશ્ર્ચિક: ન.ય.

08Scorpio

24મી મે સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમારા ચાલુ કામકાજની અંદર તમને આળસ આવશે. તમે તમારા કામો સમય પર પૂરા નહીં કરી શકો. તેનું દુ:ખ લાગશે. ઘરમાં કોઈ નવી ચીજ વસ્તુ વસાવાની કોશિશ કરતા નહીં. જૂના રોકાણની ચિંતા વધુ સતાવશે. તમને તમારા નાણા મેળવવા માટે ભાગદોડ કરવી પડશે. તમારી રકમ પાછી મળશે તેની કોઈ ગેરેન્ટી નથી. દરરોજ ‘મોટી હપ્તન યશ્ત’ દરરોજ ભણજો.

શુકનવંતી તા. 28, 29, 30, 3 છે.

Saturn’s rule till 24th May will make you feel lethargic. Completing your tasks on time might not be easy. Do not make new purchases. Old investments may cause some worry. You will need to do a little running around to retrieve your money. Pray ‘Moti Haptan Yasht’ everyday.

Lucky Dates: 28, 29, 30, 3


SAGITTARIUS | ધન: ભ.ધ. ફ. ઢ.

09Sagittarius

બુધની દિનદશા ચાલુ હોવાથી તમે તમારા મિત્રોના દિલને જીતી લેવામાં સફળ થશો. અગત્યના કામો બુધ્ધિ વાપરીને કરજો. સાથે નાણાકીય ફાયદો મળી રહેશે. ગામ પરગામથી આનંદ મળે તેવા સમાચાર મળશે. થોડી ઘણી કરકસર કરીને ધનને બચાવીને ઈનવેસ્ટ કરવામાં સફળ થશો. અગત્યના કામો 14મી પહેલા પૂરા કરી લેજો. ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ કરજો.

શુકનવંતી તા. 29, 30, 1, 4, છે.

Mercury’s rule will help you win friends over. Execute important tasks with wisdom and precision. Financial profits are indicated. Good news from abroad awaits you. Save money and invest appropriately. Complete all important tasks before the 14th. Pray ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 29, 30, 1, 4

.


CAPRICORN | મકર: ખ.જ.

10Capricorn

18મી જૂન સુધી તમારી રાશિના માલિક શનિના મિત્ર ગ્રહ બુધની દિનદશા ચાલશે તેથી હાલમાં તમારા કામના વખાણ જરૂર થશે. તમારા દુશ્મન તમારા કામની અંદર ભૂલ નહીં શોધી શકે. હિસાબી કામમાં સફળતા મેળવશો. તમારે લેણાના નીળકતા પૈસાને પાછા મેળવવા માટે થોડીઘણી ભાગદોડ કરવાથી નાણાકીય બાબતમાં ફાયદો મેળવી શકશો. રોજ ભુલ્યા વગર ‘મહેર નીઆએશ’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા. 28, 30, 2, 3, છે.

Mercury’s rule till 18th June brings you success in your endeavours. Your work will be flawless. Financial transactions will prove to be financial. You might have to work harder to earn money. Pray, ‘Meher Nyaish’ every day.

Lucky Dates: 28, 30, 2, 3


AQUARIUS | કુંભ: ગ.શ.સ.

11Aquarius

22મી મે સુધી તમારા મનને શાંતિ નહીં મળે. નાની બાબતમાં ઈરીટેશન આવી જશે. તમે સ્વભાવથી ખૂબ નેગેટીવ વિચારમાં રહેશો. સીધાકામ ઉલટા થઈ જશે. ભાઈ-બહેનોના સાથ સહકાર નહીં મળે. મંગળને કારણે કોઈબી સાહસ ભરેલું કામ કરવામાં સફળતા નહીં મળવાથી વધુ ડિપ્રેશનમાં આવી જશો. વાહન ચલાવતા સમય થોડીઘણી બેદરકારી મોટી આફતમાં મૂકી દેશે. રોજ ભુલ્યા વગર ‘તીર યશ્ત’ ભણવાનું ચાલુ રાખજો.

શુકનવંતી તા., 29, 30, 2, 4 છે.

Peace may seem elusive till 22nd May. You might feel irritated at times. Stay positive. Things might not go as planned. Siblings could seem unsupportive. You might feel depressed due to work issues. Drive carefully. Pray ‘Tir Yasht’ every day.

Lucky Dates: 29, 30, 2, 4


PISCES | મીન: દ.ચ.ઝ.થ.ક્ષ.

12Pisces

24મી મે સુધી મનને શાંતિ આપનાર શીતળ ચંદ્રની દિનદશા ચાલશે તેથી તમારા મનને સ્થિર રાખીને કામ કરવામાં માનશો. ઘરમાં મહેમાનની અવર જવર ખૂબ વધી જશે. ચાલુ કામકાજ પૂરા કરવામાં કોઈ મુશ્ેકલી નહીં આવે. નાની મુસાફરીનો પ્લાન બનાવી શકશો. ઘરવાળાની ડિમાન્ડ પૂરી કરવા માટે કોઈબી જાતની કસર નહીં મૂકો. મનને સ્થિર રાખવા માટે દરરોજ 34મુ નામ ‘યા બેસ્તરના’ 101વાર ભણવાથી સર્વ દુ:ખ દફે થશે.

શુકનવંતી તા. 28, 29, 1, 3,

Moon’s rule till 14th May will bring in peace of mind. You will be able to complete all your tasks efficiently. Guests might visit you. You will be able to plan a small vacation. Fulfil your family members’ demands. Pray the 34th name, ‘Ya Beshtarna’ 101 times.

Lucky Dates: 28, 29, 1, 3

Leave a Reply

*