લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: શા માટે આપણે એક સમુદાય તરીકે, હજારો વર્ષોથી ખર્ચાળ ચંદન જેવું બળતણ, અર્થહીન વિધિઓ અને અહુરા મઝદાને સીધી રીતે પ્રાર્થના કરવાને બદલે આતશને પ્રાર્થના કરીએ છીએ? શું જે પ્રાર્થના હાથ કરે છે તે હોઠો કરતા નથી? શા માટે અગિયારીઓની જાળવણીમાં આટલો બધો ખર્ચ કરીએ છીએ? મોંઘીદાટ ધાર્મિક વિધિઓ  પર ખર્ચ કરવા બદલ ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કેમ ન કરી શકાય?

હકીકત: આપણું આતશ એ કંઈ સાદુ આતશ નથી પરં તેઓ ઈજાયેલા પવિત્ર આતશ છે અને સૈદ્ધાંતિક રીતે, તેમાં વસવાટ કરે છે અને જેને સંપ્રદાય તરીકે ઓળખવામાં આવે છે, જેનો આપણે આદર અને પૂજા કરીએ છીએે. અલબત્ત, આ હકીકત અને પૂર્વગ્રહ વિના આપણે અહુરા મઝદાની પવિત્ર આતશ દ્વારા પૂજા કરીએ છીએ.

મોટાભાગના ધર્મો (પારસી ધર્મ, હિંદુ ધર્મ, યહુદી ધર્મ, ખ્રિસ્તી અથવા ઇસ્લામ ધર્મ) જેમાં સિધ્ધાંત અને વિશ્ર્વાસ બન્નેનો સમાવેશ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, ધાર્મિક વિધિ અને સિધ્ધાંતો શ્રધ્ધા-આસ્થા પર ચાલે છે.

આતશમાં સજીવન રાખવાની ઉર્જા સાથે  ક્ષમતા છે. જ્યારે આપણા જીવતા હોઈએ ત્યારે શરીરમાં અગ્નિની શક્તિઓ હોય છે પણ મૃત્યુ થતા આપણે ઠંડાગાર બની જઈએ છીએ.

લોકોની માન્યતા અનુસાર ધાર્મિક વિધિઓ એ અર્થહીન નથી. ધાર્મિક વિધિઓને જીવન સાથે પડતા પગલા પડવાની એક પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે, કારણ કે તે સમય અને જગ્યાનો ખુલાસો કરે છે. બોય સમારંભમાં જ્યારે ન્યાએશ અર્પણ કરવામાં આવે છે જેમાં ભૌતિક અને આધ્યાત્મિક વિશ્ર્વ બન્નેના સાથેના સંબંધની સમજ આપે છે જ્યારે તે સમજણ અને લાગણી સાથે કરવામાં આવે છે, ધાર્મિક વિધિઓથી આપણને જ્ઞાન મળે છે જેનાથી આત્માને ઉત્થાન મળે છે આધ્યાત્મિક વિશ્ર્વ વચ્ચે અસ્તિત્વમાં રહેલી સંવાદિતાને અનુભવવા અને ઓળખવામાં સહાય કરે છે. પારસીઓ માને છે કે સભાનતા મૂળભૂત તરીકે છે જે અસ્તિત્વમાં છે તેનું ધ્યાન રાખવું જરૂરી છે. સૂર્ય, ચંદ્ર, પાણી, પર્વતો અથવા આતશની પૂજા પહેલા કરવી જરૂરી છે અને કુદરતની પૂજા એટલે ભગવાનની પૂજા સમાન છે.

અગિયારી અને આતશ બહેરામમાં પૂજા કરવી મતલબ અહુરા મઝદાને આતશની પૂજા દ્વારા સમર્પણ કરવું.  આપણે આતશને પ્રાર્થના કરીએ છીએ કે બુરાઈઓને મારાથી દૂર રાખો  નમ્રતા અને સચ્ચાઈના  આધારે  મને શક્તિ આપો અગ્નિ જે માત્ર પ્રકાશ આપનાર નથી પણ જીવન આપનાર પણ છે. આતશ જે આ બ્રહ્માંડને ચાલુ રાખે છે આ સમગ્ર બ્રહ્માંડમાં ફરતી ઊર્જા છે અને જેના દ્વારા આપણે અહુરા મઝદાને આ દૈવીક ઉર્જા દ્વારા અંજલી આપીએ છીએ. હાથ અને હોઠ બન્ને પ્રાર્થના કરવામાં મદદ કરે છે અને બન્ને પવિત્ર હોય છે પરંતુ મનુષ્યજાતિ જે મદદ અને પ્રાર્થના બન્ને કરે છે જે સર્વશ્રેષ્ઠ છે.

Leave a Reply

*