લોકપ્રિય પૌરાણિક માન્યતાઓ

માન્યતા: શાહ બહેરામ વરઝાવંદ વિશ્ર્વના તારણહાર તરીકે ભવિષ્યમાં તેમનું આગમન થશે અને સુર્વણયુગનો પ્રારંભ થશે શું આ એક પૌરાણિક કથા અથવા દંતકથા છે? આ ભવિષ્યવાણી શું છે?
હકીકત: વિશ્ર્વના તમામ મુખ્ય ધર્મો તારણહારના ભાવિ આગમનમાં માને છે. હિન્દુઓ કાલકીના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના દસમા અવતારની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે, ખ્રિસ્તીઓ બીજા ખિસ્તની, મુસ્લિમો ઈમામ મેહદીની અને યહૂદીઓને તેમના મસીહાના આગમનની અપેક્ષા છે, તેવી જ રીતે, જરથોસ્તીઓ શાહ બહેરામ વરઝાવંદના આગમનની અપેક્ષા રાખે છે.
ભવિષ્યમાં જોવું તે હંમેશા મુશ્કેલીભર્યુ છે. ઘણીવાર વાસ્તવિકતાની છબી ઝાંખી પડે છે. લેખક પોતે જ્યારે કોલેજમાં હતા ત્યારે તેમણે વડીલો થકી સાંભળ્યું હતું કે હજારવર્ષની સમયાવધીના મધ્યભાગમાં શાહ બહેરામ વરઝાવંદ આપણી વચમાં હશે. અઢારવર્ષ થઈ ગયા છે આ બાબતને અને 70-80ના દાયકા પ્રમાણે ભવિષ્યવાણીનો અર્થ 2024ની સાલ પહેલા અથવા પછી આવે ત્યાં સુધી આપણે દરેક આ જગને સુંદર બનાવવા સત્ય માટે કામ કરીએ.
માન્યતા: આપણો ધર્મ એટલો સરળ અને કાલાતીત છે. જરથુસ્ત્ર સાહેબના સંદેશા મુજબ મનશ્ની, ગવશ્ની, કુનશ્ની એટલે સારા વિચારો, સારા વાકયો અને સારા કાર્યો છે. આ છતાં વધુ જાણવાની જરૂરત કેમ છે?
હકીકત: મનશ્ની, ગવશ્ની અને કુનશ્ની જેનો અર્થ છે વિચારો, વાકયો અને કાર્યો જેને સુ નો ઉપસર્ગ લાગે છે. હુમ્ત, હુખ્ત, હવરશ્ત જેમાં હુ ને સારો ગણવામાં આવે છે. પરંતુ ગાથા કહે છે આશા એટલે સત્ય અને ઉશ્તા એટલે ખુશી જે સચ્ચાઈ અને પ્રમાણિકના રસ્તે ચાલવાના માર્ગો છે.
બીજો પ્રશ્ર્ન છે કેવી રીતે નકકી કરવું કે સારૂં શું છે?
આ જગતના મોટાભાગના ધર્મો પાસે જીવનની નીતિમત્તા છે અને તેના અનુયાયીઓ તેનું અનુકરણ કરે છે. ઉદાહરણ તરીકે, જૈન ધર્મ અહિંસાને માને છે. ખ્રિસ્તી લોકો પ્રેમ અને ક્ષમામાં માને છે અને મુસલમાનો અલ્લાની ઈચ્છા ને માને છે.
જરથોસ્તીઓ શેનાથી સંકળાયેલા છે? જરથોસ્તીઓ દાનમાં માને છે, ‘પારસી જેનું બીજું નામ સખાવત’ છે. સુખ તેમને મળે છે જેે બીજાઓ માટે ખુશી માગે છે.
ઝોરાસ્ટ્રિયનીઝમ રથેસ્થાર સાથે સારી રીતે સંકળાયેલ છે જ્યાં સારા અને ખરાબ દળોના યુધ્ધમાં દરેક પુરુષ, સ્ત્રી જવાન અને વૃદ્ધ, આધ્યાત્મિક સૈનિક હોવા જરૂરી છે.
પ્રશ્ર્ન ઊભો થાય છે, આ દુષ્ટતા શું છે? શું તેઓ વાસ્તવિક અથવા કાલ્પનિક છે? શારીરિક અથવા આધ્યાત્મિક? સદનસીબે, ઝોરાસ્ટ્રિયન ગ્રંથોમાં નોંધપાત્ર પ્રમાણમાં, દુષ્ટતાના વિવિધ સ્વરૂપો જણાવવામાં આવ્યા છે.
ભૌતિક સ્તરે પ્રદૂષણ, ભ્રષ્ટતા અને રોગોને વિવિધ દ્રુષ્ટતાના સ્વરૂપે જોવા મળે છે. ભૌતિક પ્રદૂષણનો કોઇ પણ પ્રકારના હોય છે, એક સારો જરથોસ્તી તેને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. સરેરાશ પારસીઓ સ્વચ્છતા પર ભરપુર ધ્યાન આપે છે. જરથોસ્તીઓ માટે સ્વચ્છતા ભક્તિભાવનો એક ભાગ છે. જરથોસ્તીઓ માને છે કે પ્રદૂષણ મુક્ત વાતાવરણ હોય ત્યાંનું પર્યાવરણ ભક્તિભાવ અને સારી ઊર્જાથી પ્રભાવિત થાય છે જે સ્વાસ્થ્ય, સુખ, શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. ઝોરાસ્ટ્રિયન લખાણોમાં ક્રોધ, ઈર્ષ્યા, લોભ, ધિક્કારને દુષ્ટ દૂતો તરીકે જણાવવામાં આવ્યા છે અને તેમને પરાજિત કરવાની જરૂર છે, દરેક જરથોસ્તીઓએ આ દુષ્ટ દૂતોને ઓળખવાની જરૂર છે જે આપણે રોજિંદા જીવનમાં પાયમાલીને આમંત્રણ આપે છે તેને દૂર કરવાની જરૂર છે.
સામાજિક સ્તરોમાં અનિષ્ટ અજ્ઞાન, ગરીબી, ભૂખમરો વગેરે જોવા મળે છે. જ્ઞાન આપવા જ્ઞાન હોવું જરૂરી છે. અજ્ઞાનતા એક રાક્ષસની જેમ છે જેનો નાશ કરવો જરૂરી છે.
ધાર્મિક રીતે જરથોસ્તીઓના દ્રષ્ટિકોણ પ્રમાણે પોતાના જીવનના દરેક ક્ષણને જીવવાનું હોય છે. ધર્મ રોજિંદા જીવનનો એક ભાગ હોવો જોઈએ. ધર્મ દરેક જરથોસ્તીઓ સાથે જોડાયેલી દિવ્યતાની કડી સમાન છે. તે એક ધર્મ છે, તે એક એવો ધર્મ છે જે સકારાત્મક અને મૈત્રીપૂર્ણ છે. તે સુખનો ધર્મ છે તે સમૃધ્ધિને પ્રોત્સાહન આપતો ધર્મ છે તે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપતો એક ધર્મ છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે, તે ધર્મ સકારાત્મક છે અને કદાચ, ‘પારસી તારૂં બીજું નામ સખાવત’ છે અને સાથે ‘પારસી તારૂં બીજું નામ સકારાત્મકતા’ છે.

Leave a Reply

*