બેટી બચાઓ, બેટી ભણાઓ, અને સરખુ એક્ટિવા હાંકતા પણ શીખવાડો… માંડ માંડ બચ્યો.. બાકી આજે ઉડાડી જ દેત.
***
અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે, કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું!
***
પતિ ઉતરેલી કઢી જેવું મોઢુ લઈ ને ઘેર આવ્યો.
બૈરીએ પુછ્યું શું થયું?
પતિ: આજ કારખાનામા શોટ સર્કીટ થવાથી બધા મજુરો મરી ગયા.
પત્નિ: તમે?
પતિ: હુ બહાર માવો ખાવા ગયો તો તેથી બચી ગયો.
પત્નિ: સારુ થયું..
પતિ: પણ કારખાનાના માલીકે દરેક મજુરને 10-10 લાખ આપવાનુ નક્કી કર્યુ છે.
પત્નિ : તમને વર્ષોથી કહુ છું માવા બંધ કરો પણ મારુ સાંભળે કોણ ?
Latest posts by PT Reporter (see all)
- સોરાબજી બરજોરજી ગાર્ડા કોલેજ ટ્રસ્ટ, નવસારી - 8 February2025
- અજમલગઢ ખાતે ઐતિહાસિક જશન યોજાશે - 8 February2025
- સાહેર અગિયારીએ 179મા સાલગ્રેહનીભવ્ય રીતે ઉજવણી કરી - 8 February2025